ભગવતીકુમાર શર્મા - ગુજરાતી ભાષાના સાહિત્યકાર
ભગવતીકુમાર
શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય
કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી
પુરસ્કાર મળ્યો હતો.
તેમનો જન્મ ૩૧
મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં
માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી
૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી.
તેઓ ૧૯૫૫માં
ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય
પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
નવલકથા
·
અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર
વિજેતા)
·
ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
·
સમયદ્વીપ
·
આરતી અને અંગાર
·
વીતી જશે આ રાત?
·
રિક્તા
·
ના કિનારો ના મઝધાર
·
વ્યક્તમધ્ય
નવલિકા
·
દીપ સે દીપ જલે
·
હૃદયદાનં
·
રાતરાણી
·
છિન્ન ભિન્ન
·
અડાબીડ
·
વ્યર્થ કક્કો - છળ બારાખડી
·
તમને ફૂલ દીધાનું યાદ
નિબંધ
·
શબ્દાતીત
·
બિસતંતુ
·
અન્ય ફેરફાર કરો
·
સંભવ (છંદો)
·
પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
·
ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
·
સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
·
નિર્લેપ (ભાગ-૧,૨,૩,૪) (હાસ્ય લેખો)
·
સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
·
આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
·
શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
·
ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)
તેમને ૧૯૭૭માં
કુમાર સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ૧૯૮૮માં
અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.૧૯૯૯માં તેમને વીર નર્મદ
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. ૨૦૦૩માં તેમને
કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ
પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો.
૧૯૯૯માં તેમને
નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો
સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.