શનિવાર, 8 સપ્ટેમ્બર, 2018

12મીથી પ્રારંભ થનારો તરણેતરનો મેળો આ વર્ષે પ્લાસ્ટીક મુક્ત બનશે

Image result for tarnetar fair

-ચાર દિવસના મેળા સાથે ગ્રામીણ રમતોત્સવ

-જન આરોગ્ય જાળવવા માટે સ્વચ્છતાને પ્રાધાન્ય અપાશે પરંપરાગત ગાડા, પાવા અને અશ્વહરિફાઈનંઈ આયોજન


દરવર્ષની માફક આ વર્ષે થાન નજીક આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આગામી તા.૧૨થી ચાર દિવસના મેળાનો પ્રારંભ થશે. આ મેળાની મુખ્ય થીમ પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ અને સ્વચ્છતા આધારિત રાખવામાં આવી છે. 

શ્રાવણ મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ યોજાતા લોકમેળામાં તરણેતરના ભાતીગળ પરંપરાગત મેળાનું સ્થાન વિશેષ રહ્યું છે. 
કબડ્ડી, લંગડી, ખો-ખો, રસ્સા ખેંચ, દોડ, કુદ, સહિતની વિવિધ રમતોનું આયોજન થશે તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગાડા હરિફાી, અશ્વ હરિફાઈ, છત્રી હરિફાઈ સહિતની સ્પર્ધાઓનું આયોજન થશે મેળામાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટીકનાં પાઉચનાં વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો