બુધવાર, 25 જુલાઈ, 2018


દક્ષિણ ગોળાર્ધના કેટલાક દેશો 25 જુલાઇએ પણ ક્રિસમસ ઉજવે છે



- મેડાગાસ્કર,બોલીવિયા,અંગોલા અને ફેંચ પોલિનેશિયામાં જુલાઇ ક્રિસમસ જાણીતી

આમ તો વર્ષના અંતે ૨૫ ડિસેમ્બરે વિશ્વમાં ક્રિસમસ ઉજવાય છે પરંતુ દક્ષિણ ગોળાર્ધના કેટલાક ભાગોમાં ૨૫ જુલાઇએ પણ ક્રિસમસ ઉજવાય છે. દક્ષિણ ગોળાર્ધમાં કોમોરસ, મેડાગાસ્કર, બોલીવિયા, અંગોલા, ફેંચ પોલિનેશિયા, પાપૂઆ ન્યૂ ગિની, પારાગ્વે અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં જુલાઇ ક્રિસમસની પ્રથા છે. જો કે આ દેશોમાં ૨૫ ડિસેમ્બરે પણ નાતાલની ઉજવણી થાય છે.  

જુલાઇ ક્રિસમસ સામાન્ય રીતે ૧૨ જુલાઇથી શરુ થઇને ૨૫ જુલાઇ સુધી ચાલે છે. જુલાઇ મહિનાની ૨૫ મીએ સૌથી મોટી ઇવેન્ટ હોય છે. જુલાઇંમાં ક્રિસમસની શરુઆત કયારથી થઇ તે સ્પષ્ટ જાણવા મળતું નથી.ઘણા જુલાઇ ક્રિસમસને વર્ષો જુની પરંપરા સમજે છે. ઘણા એવું માને છે કે ૮૦ના દાયકામાં આઇરિશ પર્યટકોના એક ગ્રુપે સિડનીના બ્લૂ માઉન્ટેન ખાતે પ્રથમવાર જુલાઇ ક્રિસમસ ઉજવી હતી. સમર ટેમ્પરેચરથી રાહત મેળવવા આવેલા આ ટુરિસ્ટોને ઠંડીના માહોલમાં ૨૫ ડિસેમ્બરની ક્રિસમસ યાદ આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો