24જુલાઇની
મહત્વપુર્ણ ઘટનાઓ
રામકૃષ્ણ મિશન સેવાની સ્થાપના
1932 માં કરવામાં આવી હતી
ભારતમાં લોકસભામાં વિરોધ પક્ષના 73 સદસ્યો એ 1989 માં બોફોર્સ તોપ મુદ્દે રાજીનામું આપી દીધું હતું, જે સ્વીકારવામાં આવ્યુ હતુ.
તત્કાલિન
નાણામંત્રી મનમોહનસિંહે 1991 માં બજેટ રજૂ કર્યુ જેણે ભારત માટે
આર્થિક ઉદારીકરણનો માર્ગ ખોલ્યો હતો..
એસ. વિજયનલક્ષ્મી 2000 માં ચેસના પ્રથમ મહિલા
ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા.
ઈટાલીએ 2004 માં ભારતીય પ્રવાસીઓ માટે સાત વિઝા કોલ સેન્ટર શરૂ કરવાનો
નિર્ણય કર્યો.
24 જુલાઇના રોજ
જન્મેલા - 24 જુલાઈના રોજ જન્મ
ભારતના પ્રસિદ્ધ વાંસળિવાદક પન્ના લાલ ઘોષ નો જન્મ, 24 જુલાઇ, 1911 ના રોજ થયો હતો.
ઉર્દુના જાણીતા
શાયર અને કવિ નાજિશ પ્રતાપગઢી, 24 જુલાઇ, 1924 ના રોજ જન્મ્યા હતા.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઇ, 1928 ના રોજ થયો હતો.
પ્રખ્યાત
ભારતીય અભિનેતા મનોજ કુમારનો જન્મ 24 જુલાઇ, 1937 ના રોજ થયો હતો.
બેંગ્લોર સ્થિત
“વિપ્રો કોર્પોરેશનના” ના ચેરમેન અઝીમ પ્રેમજીનો જન્મ 1945.
ભરત કુમાર
તરીકે જાણિતા હિન્દી ફિલ્મ નિર્માતા, અભિનેતા (ક્રાંતિ) મનોજ કુમારનો જન્મ 1937 માં થયો હતો.
પ્રખ્યાત
ભારતીય બિલિયર્ડ્સ અને સ્નૂકર પ્લેયર પંકજ અડવાણીનો જન્મ 24 જુલાઇ, 1985 ના રોજ થયો હતો.
24 જુલાઈના
રોજ મૃત્યુ પામ્યા
જુલાઈ 24, 1939 ના રોજ આસામના સામાજિક કાર્યકર્તા તરુણ રામ ફુકનનું અવસાન થયું હતું.
હિન્દી અને
બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા ઉત્તમ કુમારનું 24 જૂલાઇ, 1980ના રોજ મૃત્યુ
થયું હતું.
યશપાલ, ભારતના વિખ્યાત વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ, 2017 માં મૃત્યુ પામ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો