રવિવાર, 2 સપ્ટેમ્બર, 2018


દેશભરમાં 650 શાખા, 3250 ડાક કેન્દ્ર થકી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકિંગ સેવા શરૂ



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સત્તાવાર રીતે શરૃઆત કરી હતી. આ સાથે જ દેશભરમાં આઈપીપીબીની ૬૫૦ શાખા અને ૩,૨૫૦ ડાક કેન્દ્રમાં કામ શરૃ થઈ ગયું છે. દેશની ૧.૫ લાખ પોસ્ટ ઓફિસ અને ત્રણ લાખથી વધુ ટપાલી, ગ્રામીણ ડાક સેવકોની મદદથી ઘરે ઘરે બેંક ખાતા ખોલાવાશે. આ બેંકોમાં ગ્રાહકોને ઝીરો બેલેન્સ સુવિધા ધરાવતા ત્રણ પ્રકારના બચત ખાતા ખોલાવવાની સુવિધા પણ મળશે તેમજ અન્ય બેંકોની મદદથી લોકોને લોન અને વીમા પણ અપાશે. 
આજે એશિયન ગેમ્સનો સમાપન સમારંભ : રાની રામપાલ ફ્લેગ-બેરર

 Image result for rani rampal flag bearer

- હવે વર્ષ ૨૦૨૨માં ચીનના હાંગઝોઉમાં ૧૯મી એશિયન ગેમ્સ રમાશે
- એશિયાડના ઈતિહાસમાં ભારતનો યાદગાર દેખાવ
 
ઈન્ડોનેશિયામાં છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી ૧૮મી એશિયન ગેમ્સનું આવતીકાલે સમાપન થશે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની પરંપરા અનુસાર આવતીકાલના સમાપન સમારંભમાં મુખ્ય સ્ટેડિયમમાં પ્રજવલ્લિત મશાલને શમાવવામાં આવશે અને એશિયન ગેમ્સનો ફ્લેગ ૨૦૨૨ના યજમાન ચીનને સોંપવામાં આવશે. આવતીકાલના સમાપન સમારંભમાં ભારતીય ફ્લેગ બેરર તરીકે મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલની પસંદગી કરવામાં આવી છે.