શનિવાર, 2 જૂન, 2018

વડાપ્રધાન મોદી સિંગાપુરના પ્રવાસેઃ 14 વ્યાપારી કરાર કર્યા



વડાપ્રધાન મોદી સિંગાપુરના પ્રવાસેઃ 14 વ્યાપારી કરાર કર્યા

- ત્રણ દેશોની મુલાકાતનો અંતિમ તબક્કો

- સિંગાપુર સાથેના સંબંધો ગાઢ અને આત્મીયઃ વડાપ્રધાન મોદી


વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન આજે સિંગાપોર પહોંચ્યા હતા અને ભારત સિંગાપુરના સંબંધોને ગાઢ અને આત્મીય ગણાવી જણાવ્યું હતું કે ભવિષ્યમાં બંને દેશોને નવી તકો પ્રાપ્ત થશે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનશે. ભારતે પૂર્વ તરફ દ્રષ્ટિ નાખી છે ત્યારે સિંગાપોર સાથેના સંબંધો એશિયન દેશો વચ્ચે સેતુ પુરવાર થશે. તેમ તેમણે ભારતીય સમાજને સંબોધન કરતાં જણાવ્યું હતું.

સિંગાપોરના મરીના બે સેન્ડસ કોન્વેન્શન સેન્ટરમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સિંગાપુર સાથેના દોસ્તી કુદરતી છે અને દ્રષ્ટિની આપલે છે. સંરક્ષણ સંબંધો મજબૂત છે. ભારતની સેના સિંગાપોરની સેના સાતે સન્માનની નજરથી જૂએ છે. ભારતે સિંગાપોર સાથે સૌથી લાંબી કવાયત પણ કરી છે.

વડાપ્રધાનના સિંગાપોર પ્રવાસ દરમિયાન સિંગાપોર સાથે બિઝનેસ ટુ બિઝનેસના ૧૪ કરાર થયા હતા. તેમાં ભારતના ઉદ્યોગોને ટેકો અને સિંગાપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સ્કીલ્સ ઓન વેસ્ટ વોટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે

વડાપ્રધાન મોદીએ સિંગાપોરમાં મંદિર દર્શન બાદ ચૂલિયા મસ્જિદની મુલાકાત લીધી


વડાપ્રધાન મોદીએ સિંગાપોરમાં મંદિર દર્શન બાદ ચૂલિયા મસ્જિદની મુલાકાત લીધી

- PM મોદીનો આજે સિંગાપોર પ્રવાસનો અંતિમ દિવસ

- સિંગાપોરના પૂર્વ PM ગોહ ચોક તોંગ સાથે પણ મુલાકાત કરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સિંગાપોર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે.

PM મોદીએ અમેરિકી રક્ષા સચિવ જિમ મેટિસ સાથે પણ મુલાકાત કરી. અગાઉ વડાપ્રધાન મોદીએ સિંગાપોરના પૂર્વ વડાપ્રધાન ગોહ ચોક તોંગ સાથે પણ મુલાકાત કરી.

ઉલ્લેખનીય છે કે ત્રણ દેશોના પાંચ દિવસીય પ્રવાસ પર નીકળેલા વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા અને મલેશિયા બાદ ગુરુવારે સિંગાપોર પહોંચ્યા હતા. શુક્રવારે બંને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરાર થયા.

- સિંગાપોર, શ્રી મરિઅમ્મન મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી મશહૂર ચૂલિયા મસ્જિદ પહોંચ્યા. તેમની સાથે સિંગાપોરના સાંસ્કૃતિક મંત્રી ગ્રેસ યેન પણ હાજર રહ્યા.
- PM નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં બુદ્ધ ટૂથ રેલિક મંદિર અને સંગ્રહાલયનો પ્રવાસ કર્યો
- શ્રી મરિઅમ્મન મંદિરના દર્શન કર્યા, જેની સ્થાપના 1827માં બનાવાયુ હતુ
- વડાપ્રધાન મોદીએ અમેરિકી રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી
- ગોહ ચોક તોંગે સિંગાપોરના ક્લિફૉર્ડ પિયરમાં મહાત્મા ગાંધી પટ્ટિકાનું અનાવરણ કર્યુ