શુક્રવાર, 29 ડિસેમ્બર, 2017

ભારતે સ્વદેશી સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું


- ઓછી ઊંચાઇએ આવતી કોઇપણ બેલાસ્ટિક મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા

ભારતે આજે ઓઢિશામાં એક  પરીક્ષણ રેંજમાંથી ઓછી ઉંચાઇએ આવતી કોઇપણ મિસાઇલને તોડી શકવાની ક્ષમતા ધરાવતી ભારતીય બનાવટની એક એડવાન્સ્ડ એર ડીફેન્સ સુપર સોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતે ચાલુ વર્ષે આ ત્રીજુ સુપરસોનિક ઇન્ટરસેપ્ટર પરીક્ષણ કર્યું હતું જેમાં આવી રહેલી મિસાઇલને સફળતાપૂર્વક આંતરવામાં આવી હતી. એક ઇન્ટરસેપ્ટર દ્વારા જમીનના વાતાવરણમાં ૩૦ કિમીની અંદર મિસાઇલને આંતરવામાં આવેલી.


પૃથ્વી મિસાઇલ પણ અત્રેના ચંદ્રપુર ખાતે લોન્ચ કોમ્પ્લેક્ષ-૩ ખાતેથી કરવામાં આવ્યું હતું.ટ્રેકીંગ રાડારમાંથી સિગ્નલ મળતાં અબ્દુલ કલામ આઇલેન્ડ પર મૂકેલું એએડી ઇન્ટરસેપ્ટર બંગાળના આખાતમાં છોડવામાં આવ્યું હતું.હવામાં નિશાન કરેલી હુમલાખોર મિસાઇલને નાશ કરી દેવામાં આવી હતી,એમ સંરક્ષણ સૂત્રોએ કહ્યું હતું. આ ઇન્ટરસેપ્ટર સાડા સાત મીટર લાંબુ અને સિંગલ સ્ટેજ સોલિડ રોકેટ  છે જેમાં નેવિગેશન સીસ્ટમ પણ ફિટ કરેલી છે.


મંત્રીઓને ખાતાની ફાળવણી


વિજય રૃપાણી : સામાન્ય વહિવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ્,

(મુખ્યમંત્રી) ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તમામ નીતિઓ અને કોઇ મંત્રીઓને નહીં ફાળવાયેલ તેવી તમામ બાબત.

નિતીન પટેલ : માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર (નાયબ મુખ્યમંત્રી) કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના.

આર.સી. ફળદુ : કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ સંવર્ધન, નાગરિક ઉડ્ડયન.

કૌશીક જે. પટેલ : મહેસૂલ.

સૌરભ પટેલ : નાણા, ઉર્જા. ગણપત વસાવા : આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ.

જયેશ રાદડિયા : અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપ કામ અને લેખન સામગ્રી.

દિલીપ ઠાકોર : શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ.

ઇશ્વર પરમાર : સામાજીક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત).

રાજ્ય કક્ષાના મંત્રી

પ્રદીપસિંહ જાડેજા : ગૃહ, ઉર્જા, વૈદ્યાનિક અને સંસદીય બાબત, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યુરિટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વચ્છીક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાત પ્રભાગ પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો).

પરબત પટેલ : સિંચાઇ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો).

પરષોત્તમ સોલંકી : મત્સ્ય ઉદ્યોગ.

બચુ ખાબડ : ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન.

જયદ્રથસિંહ પરમાર : કૃષિ વિભાગ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો).

ઇશ્વરસિંહ પટેલ : સહકાર, રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર (રાજ્યકક્ષા).

વાસણ આહિર : સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ.

વિભાવરી દવે : મહિલા બાળ કલ્યાણ વિભાગ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામ.

રમણ પાટકર : વન અને આદિજાતી વિભાગ.


કિશોર કાનાણી (કુમાર) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ.