ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018


લાલા લજપતરાયે 1895માં લાહોરમાં પંજાબ બેંકની સ્થાપના કરી હતી



- ગરીબોને સરળતાથી લોન મળે તે માટે સ્વાતંત્રસેનાની

- લાલા લજપતરાય અને સહયોગીઓએે બે લાખ રુપિયાથી બેંકની શરુઆત કરી હતી



શાહુકારોના શોષણમાંથી ગરીબોને મુકિત અપાવવા સ્વાતંત્ર સેનાની લાલા લજપતરાયે પંજાબ બેંકની સ્થાપના કરી હતી. તેની પ્રથમ શાખા 12 એપ્રિલ 1895ના રોજ પાકિસ્તાનના લાહોર શહેરના ગણપતરાય રોડ પર શરુ થઇ હતી. આ લાહોર બેંકમાં કુલ ૯ કર્મચારીઓ કામ કરતા હતા. આ બેંકનું ૧૮ મેં ૧8૯૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપની એકટ ૧૮૮૨ અધિનિયમ ૬ હેઠળ રજીસ્ટ્રેશન થયું હતું. આ બેંકમાં પ્રથમ એકાઉન્ટ પણ લાલા લજપતરાયે જ ખોલાવ્યું હતું. આ ઉપરાંત જવાહરલાલ નેહરુ સહિત અનેક મોટા સ્વાતંત્ર સેનાનીઓના એકાઉન્ટ પણ હતા.

અંગ્રેજ શાસનમાં શાહુકારો દ્વારા ખેડૂતો અને ગરીબ લોકોનું ખૂબજ શોષણ થતું હતું. મોટા ભાગના શાહુકારો અંગ્રેજોના પીઠ હોવાથી શોષિતોને કોર્ટ કચેરીમાં પણ ન્યાય મળતો ન હતો. ભારતીય મૂડીનો ઉપયોગ અંગ્રેજો પોતાની બેંકો અને કંપનીઓ ચલાવવા માટે કરે છે એવી એક માન્યતા લોકોમાં બંધાઇ હતી. આથી આઝાદીના આંદોલનમાં સ્વદેશી બેંકની જરુર ઉભી થઇ હતી. આર્યસમાજના નેતા રાયમૂલ રાજે આ વાત લાલા લજપતરાયને જણાવી હતી. સ્વાતંત્રસેનાની લાલા લજપતરાયે હરકિશનલાલ, દયાલસિંહ મજીઠિયા,શ્રી કાલી પ્રસન્ના રોય, શ્રી પ્રભુદયાલ લાલા ઢોલનદાસ જેવા વિશ્વાસપાત્ર લોકોને બેંક શરુ કરવા સમજાવ્યા હતા.

છેવટે લાલાજી અને તેમના મિત્રોની મહેનતથી ૨ લાખ રુપિયા એકત્ર થતા બેંક શરુ થઇ હતી.  પ્રાપ્ત માહિતી મુજબ આ બેંકની સ્થાપના સાથે સંકળાયેલાઓ મોટા ભાગના આર્યસમાજી અને રાષ્ટ્રવાદીઓ હોવાથી અંગ્રેજ સરકારે રાતિ પાઇની પણ મદદ કરી ન હતી. તેવા સમયે આઝાદીના લડવૈયા લાલા લજપતરાયે સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે બેંકની સ્થાપનામાં રસ લીધો હતો.

ઇતિહાસમાં એ વાત જાણીતી છે કે આઝાદીની ચળવળ દરમિયાન અંગ્રેજો પોલીસના લાઠીચાર્જથી ગંભીર રીતે ઘાયલ થવાથી લાલા લજપતરાયનું  મુત્યુ થયું હતું, પરંતુ જો તેમના સામાજિક અને આર્થિક ઉત્થાનના આ પ્રયત્નનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.લાલા લજપતરાયનો વિચાર સફળ થયો અને બેંકની વધુ શાખાઓ ખૂલી હતી. ૧૯૪૦માં એ સમયની ભગવાનદાસ બેંક પંજાબ બેંકમાં મર્જ થઇ હતી. ૩૧ માર્ચ ૧૯૪૭માં પંજાબ બેંકને લાહોર હાઇકોર્ટ દ્વારા દિલ્હીમાં રજીસ્ટ્રેશન કરાવવાની મંજૂરી મળી હતી. ૧૯૬૯માં ૧૩ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું જેમાં પંજાબ બેંક પણ હતી.




ગાંધીજીને 'મોહન'માંથી 'મહાત્મા' બનાવવામાં કસ્તુરબાનો સિંહફાળો


TET-1 Exam DATE.....Click Here!

GSSB.....Click Here!

 

-આજે રાષ્ટ્રમાતા કસ્તુરબાનો ૭૪મો નિર્વાણદિન


તા. ૨૨મી ફેબુ્રઆરીરાષ્ટ્રમાતા કસ્તુરબાનો આજે ૭૪મો નિર્વાણદિન છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે બાપુને મહાન બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર અને ભારતની આઝાદીની લડતમાં ગાંધીબાપુ સાથે ખભેખભા મિલાવનાર રાષ્ટ્રમાતા કસ્તુરબા ભાગ્યે જ કોઈને સાંભરે છે.


ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરે આવતા પ્રવાસીઓમાં ૧૦ ટકા પ્રવાસીઓ પણ કસ્તુરબાના ઘરે આવતા નહીં હોવાનું જાણવા મળ્યું છે.


ગાંધીજીને મહાત્મા બનાવવામાં અનેક લોકોનો ફાળો હતો. જેમાં સૌથી મહત્વનો સિંહફાળો તેમના ધર્મપત્નિ કસ્તુરબાનો હતો. કસ્તુરબાનાં જીવનનાં કેટલાક પ્રસંગો આજની મહિલાઓને પણ રાહ ચીંધે તેવા છે. ઈ.સ. ૧૮૬૯ની ૧૧મી એપ્રિલે ગોકુલદાસ કાપડીયાને ત્યાં જન્મેલા કસ્તુરબા સમૃદ્ધ પરિવારમાં ઉછરેલા છે.


પરંતુ તેમ છતાં સાદગીભર્યુ જીવન જીવીને ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચુપચાપ સ્વેચ્છાએ ચાલેલા કસ્તુરબા વિષે ગાંધીબાપુએ તેમની આત્મકથામાં નિખાલતાથી સ્વીકાર કરીને પોતાની ખામી રજુ કરી છેજે નાની-નાની બાબતમાં ઝઘડતા અને છુડાછેડા લઈ લેતા યુગલો માટે પણ પ્રેરણાદાયી છે.


ગાંધીજી તેમની આત્મકથા 'સત્યનાં પ્રયોગો'માં જણાવે છે કે પોતે હંમેશા કસ્તુરબા ઉપર ધણીપણું દાખવતા. પોતાની રજા વિના ક્યાંય જવું નહીં. છતાં કસ્તુરબા ક્યારેક ક્યાંક જાય ત્યારે ઝઘડો થતો અને કસ્તુરબા પણ આદર્શ ગૃહિણીની માફક ચુપચાપ સ્વીકારી લેતા હતા.


ગાંધીજીનો પડછાયો બનીને આજીવન સાથ નિભાવનાર કસ્તુરબો જીવનભર તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો. માત્ર ૩૭ વર્ષની વયે જ ગાંધીજીએ બ્રહ્મચર્યનું પાલન કરવાનો આજીવન સંકલ્પ લીધો અને તેને પુરેપુરો સહકાર કસ્તુરબાએ આપ્યો એ કેમ ભુલી શકાયએટલું જ નહીંપરંતુ આઝાદીની લડતમાં પણ પૂરતો સહકાર આપ્યો હતો.


૧૯૪૨માં ગાંધીજીની મુંબઈમાં શિવાજીપાર્કમાં ધરપકડ થઈ ત્યારે સંઘર્ષ અટકે નહીં તે માટે કસ્તુરબાએ લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. કસ્તુરબાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. આર્થરરોડ જેલમાં રખાયા બાદ તેમની તબિયત કથળી જતાં આગાખાન પેલેસ- ઉનામાં લઈ જવાયા હતા અને ત્યાં તા. ૨૨મી ફેબુ્રઆરી ૧૯૪૪માં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે ગાંધીજીએ મજબુત સાથી ગુમાવ્યાની વેદના ઓછી ન હતી!


આમ બાપુને મહાન બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર કસ્તુરબાનું જીવન સંઘર્ષમય હોવા છતાં તેમના યોગદાનને ભાગ્યે જ કોઈ યાદ કરે છે.

ફાઈટર પ્લેન ઉડાડનારી પ્રથમ મહિલા પાયલોટ બની અવની ચતુર્વેદી


TET-1 Exam DATE.....Click Here!

GSSB.....Click Here!



Avani Chaturvedi Becomes First Indian Woman To Fly A Fighter Jet
- મિગ-21 બાઈસનને ઉડાડીને ઈતિહાસ રચ્યો
- જામનગર વાયુ સેના સ્ટેશનેથી ફાઈટર પ્લેન ઉડાડ્યુ

ફાઈટર પ્લેન ઉડાડનારી ભારતીય મહિલા બનવાનું બહુમાન પાયલટ અવની ચતુર્વેદીને મળ્યુ છે. વાયુસેનામે તે પ્રથમ મહિલા પાયલટ બની છે જેને ફાઈટર એરક્રાફ્ટ ઉડાડવાની તક મળી છે.

અવની એકલીએ મિગ-21 બાઈસનને ઉડાડીને ઈતિહાસ રચ્યો છે. વાયુ સેનાના અધિકારીના જણાવ્યા મુજબ અવનીએ આ વિમાન સોમવારે જામનગર વાયુ સેના સ્ટેશનેથી ફાઈટર પ્લેન ઉડાડ્યુ હતુ.

ફાઈટર પ્લેન ઉડાડવા માટે ત્રણ મહિલા પાયલટ અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંહને આકરી તાલીમ આપવામાં આવી હતી. તેમણે 2016માં ફ્લાઈંગ ઓફિસર તરીકે સામેલ કરાયા હતા.

વાયુસેનાના કમાન્ડર પ્રશાંત દીક્ષિતે જણાવ્યું કે ભારતીય વાયુસેના અને દેશ માટે આ એક અનોખી ઉપલબ્ધિ છે. દુનિયામાં માત્ર બ્રિટન, અમેરિકા, ઈઝરાયલ અને પાકિસ્તાનમાં જ મહિલા પાટલય બની શકી છે.

ભારત સરકારે મહિલાઓને 2015માં ફાઈટર પાયલટ માટે પરવાનગી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરીએ રેડિયો પર મન કી બાત માં મહિલાઓના મુદ્દે ચર્ચા કરીને અવની ચતુર્વેદીની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો.