ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018


52 અમરનાથ યાત્રીઓના જીવ બચાવનારા ગુજરાતના બસ ડ્રાઇવરને 'ઉત્તમ જીવન રક્ષક પદક'

Click here for online test


- પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલયની જાહેરાત
- શેખ સલીમ ગફુરે ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ કાશ્મીરમાં આતંકી હુમલા વખતે બસ દોડાવતા પ્રવાસીઓ બચી ગયેલ  : આ સાથે જ ૧૦૭ પોલીસ વીરતા મેડલની પણ કરાયેલી જાહેરાત

આતંકી હુમલા સમયે 52 અમરનાથ યાત્રીઓના પ્રાણ બચાવવા બદલ ગુજરાતના બસ ડ્રાઇવર શેખ સલીમ ગફુરને બહાદુરી માટે નાગરિકોને અપાતા બીજા સૌથી મોટા પુરસ્કાર 'ઉત્તમ જીવન રક્ષક પદક'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલા વખતે આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હોવા છતાં બસ ડ્રાઇવર ગફુરે પોતાના જીવ જોખમમાં મૂકી બસ ચલાવવાનું રાખ્યું હતું જેના કારણે બસમાં સવાર બાવન યાત્રીઓના જીવ બચી ગયા હતાં.

આ હુમલામાં સાત અમરનાથ યાત્રીઓના મોત થયા હતાં અને અન્ય ૧૪ ઘાયલ થયા હતાં. આ એવોર્ડ ઉપરાંત ગફુરને રોકડા એક લાખ રૃપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત ચાલુ વર્ષે ૧૦૭ પોલીસ વીરતા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  મેડલ મેળવનારાઓમા જમ્મુ-કાશ્મીર પોલીસના ૩૮ જવાનો, સીઆરપીએફના ૩૫ જવાનોે, છત્તીસગઢના ૧૦, મહારાષ્ટ્રના સાત, તેલંગણાના ૬ પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. વિજેતાઓમાં પાંચ આઇપીએસ અધિકારીઓ પણ સામેલ છે.


ગુજરાત પોલીસના નવ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક

Click here for online test


-પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે


૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ગુજરાત પોલીસમાં નવ  પ્રશંસનીય સેવાના પોલીસ મેડલો અધિકારી જવાનોને જાહેર કર્યા હતા. જેમાં બે પીએસઆઈ, બે એએસઆઈ, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને આઈબીના બે આસિ.આઈઓનો સમાવેશ થાય છે. જો કે આ વખતે ગુજરાત પોલીસમાં વિશિષ્ટ સેવા મેડલ કોઈ અધિકારીને ફાળવવામાં આવ્યો નથી.

પ્રજાસત્તાક  દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે.

આણંદના પીએસઆઈ એસ.કે.ગઢવી,

ભાવનગરના વાયરલેસ પીએસઆઈ રામદેવસિંહ જે.રાણા,

સુરતના એએસઆઈ રમેશચંદ્ર દુર્લભભાઈ પટેલ,

સુરતના હેડકોન્સ્ટેબલ મનોજસિંહ સાહેબસિંહ રાજપૂત,

મહેસાણા એસઆરપીના એએસઆઈ દીલીપસિંહ ચીમનસિંહ વાઘેલા,

એટીએસ અમદાવાદના હેડકોન્સ્ટેબલ ગોપાલ ભગવાનસ્વરૃપ શર્મા,

અમદાવાદના હેડકોન્સ્ટેબલ ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી


તેમજ ગુજરાત આઈબીના બે આસિ.આઈઓ જયરાજસિંહ બલવંતસિંહ જાડેજા અને વસંતકુમાર કલ્યાણદાસ પરમારનો સમાવેશ થાય છે.
પર્યાવરણનું રક્ષણ કરવાના ક્ષેત્રે ભારત તળિયે : ૧૮૦ દેશોમાથી ૧૭૭મા ક્રમે

- એન્વાયરમેન્ટલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)ના રેન્કિંગમાં ભારત તળિયાના પાંચ દેશોમાં
- પર્યાવરણીય નીતિમાં બેદરકારી અને ઔદ્યોગિકીકરણના કારણે ભારતનું પર્યાવરણીય સ્તર કથળ્યું

પર્યાવરણીય પર્ફોર્મન્સની બાબતમાં ભારત ૧૮૦ દેશોના રેન્કિંગમાં ૧૭૭ના ક્રમે છે. યેલ યુનિવર્સિટી અને કોલમ્બિયા યુનિવર્સિટીએ સંયુક્ત રીતે હાથ ધરેલા સવે એન્વાયરમેન્ટલ પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)માં આ વિગતો બહાર આવી છે. ભારતમાં હવાનું પ્રદૂષણ વધુ ઘાતક બની રહ્યું હોવાનું આ અહેવાલમાં જાહેર થયું છે.

પર્યાવરણીય પર્ફોર્મન્સની બાબતમાં ભારત તળિયાના પાંચ દેશોમાં હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. એન્વાયરમેન્ટલ પર્ફોમન્સ ઇન્ડેક્સ(ઈપીઆઆઈ)એ તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ મુજબ વિશ્વના ૧૮૦ દેશોમાં પર્યાવરણ અને પર્યાવરણીય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભારત ૧૭૭મા ક્રમે છે. વર્ષ ૨૦૧૬માં ભારત ૧૪૧મા ક્રમે હતું, જ્યાંથી સરકીને ૧૭૭મા ક્રમે પહોંચ્યુ છે. ઈપીઆઈનો અહેવાલ યેલ યુનિવર્સિટી અને કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવે છે.

ટોંચના પાંચ દેશ
તળિયાના પાંચ દેશ
સ્વિત્ઝર્લેન્ડ
નેપાળ
ફ્રાન્સ
ભારત
ડેન્માર્ક
કોંગા
માલ્ટા
બાંગ્લાદેશ
સ્વીડન
બુરુન્ડી