ગુરુવાર, 25 જાન્યુઆરી, 2018


52 અમરનાથ યાત્રીઓના જીવ બચાવનારા ગુજરાતના બસ ડ્રાઇવરને 'ઉત્તમ જીવન રક્ષક પદક'

Click here for online test


- પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલયની જાહેરાત
- શેખ સલીમ ગફુરે ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ કાશ્મીરમાં આતંકી હુમલા વખતે બસ દોડાવતા પ્રવાસીઓ બચી ગયેલ  : આ સાથે જ ૧૦૭ પોલીસ વીરતા મેડલની પણ કરાયેલી જાહેરાત

આતંકી હુમલા સમયે 52 અમરનાથ યાત્રીઓના પ્રાણ બચાવવા બદલ ગુજરાતના બસ ડ્રાઇવર શેખ સલીમ ગફુરને બહાદુરી માટે નાગરિકોને અપાતા બીજા સૌથી મોટા પુરસ્કાર 'ઉત્તમ જીવન રક્ષક પદક'થી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ૧૦ જુલાઇ, ૨૦૧૭ના રોજ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલા વખતે આતંકીઓ ગોળીબાર કરી રહ્યા હોવા છતાં બસ ડ્રાઇવર ગફુરે પોતાના જીવ જોખમમાં મૂકી બસ ચલાવવાનું રાખ્યું હતું જેના કારણે બસમાં સવાર બાવન યાત્રીઓના જીવ બચી ગયા હતાં.

આ હુમલામાં સાત અમરનાથ યાત્રીઓના મોત થયા હતાં અને અન્ય ૧૪ ઘાયલ થયા હતાં. આ એવોર્ડ ઉપરાંત ગફુરને રોકડા એક લાખ રૃપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

આ ઉપરાંત ચાલુ વર્ષે ૧૦૭ પોલીસ વીરતા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.  મેડલ મેળવનારાઓમા જમ્મુ-કાશ્મીર પોલીસના ૩૮ જવાનો, સીઆરપીએફના ૩૫ જવાનોે, છત્તીસગઢના ૧૦, મહારાષ્ટ્રના સાત, તેલંગણાના ૬ પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. વિજેતાઓમાં પાંચ આઇપીએસ અધિકારીઓ પણ સામેલ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો