રવિવાર, 21 એપ્રિલ, 2019

ભારતીય નૌસેનાએ દરિયામાં ઉતાર્યુ નવુ યુધ્ધ જહાજ 'INS ઈમ્ફાલ'



ભારતીય નૌસેનાએ પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરીને વધુ એક નવુ યુધ્ધ જહાજ પાણીમાં ઉતાર્યુ છે.

આ યુધ્ધ જહાજને મણીપુરની રાજધાની ઈમ્ફાલનુ નામ અપાયુ છે.આઈએનએસ ઈમ્ફાલ ભારતમાં જ બન્યુ છે.તેનુ વજન 3037 ટન છે.આગામી દિવસોમાં તેને અત્યાધુનિક હથિયારો અને સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસથી સજ્જ કરવામાં આવશે.આ જહાજ દુશ્મનના ગાઈડેડ મિસાઈલોને ખતમ કરવા માટે સક્ષમ છે.

ભારતીય નૌસેનાએ શરુ કરેલા પ્રોજેક્ટ 15 બી હેઠળ બનેલુ આ ત્રીજુ યુધ્ધ જહાજ છે.આ પહેલા 2015 અને 2016માં બે યુધ્ધ જહાજોને દરિયામાં ઉતારાયા હતા. 2021 સુધીમાં તેને ભારતીય નૌસેનામાં સામેલ કરી લેવાશે.

આ યુધ્ધ જહાજો બહુ જલ્દી આઈએનએસ દિલહી, આઈએનએસ મુંબઈ, આઈએનએસ મૈસૂર, આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ ચેન્નાઈની હરોળમાં સામેલ થઈ જશે.

આઈએનએસ ઈમ્ફાલની ખૂબીઓ પૈકી તેની લંબાઈ 163 મીટર અને પહોળાઈ 17.4 મીટર છે.

ચાર ગેસ ટરબાઈનથી ચાલતા યુધ્ધ જહાજની મહત્તમ ઝડપ 30 નોટ છે.તેના પર બે હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે.તે ગાઈડેડ મિસાઈલને ખતમ કરવાની સાથે સાથે તેને ચકમો પણ આપી શકે છે.તે દુનિયાની અન્ય નૌસેનાના અત્યાધુનિક યુધ્ધ જહાજોનો મુકાબલો કરવા તમામ રીતે સક્ષમ છે.

ભારતીય નૌસેના પાસે હાલમાં 140 યુધ્ધ જહાજો છે અને બીજા 32 યુધ્ધ જહાજોનુ હાલમાં નિર્માણ ચાલી રહ્યુ છે.