ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

3rd January news


તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રમાકાંત આચરેકરનું નિધન

 

વિશ્વ ક્રિકેટમાં ભગવાન તરીકે પુજાતા લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રમાકાંત આચરેકરનું ૮૭ વર્ષની વયે નિધન થતાં ભારતીય ક્રિકેટમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. આચરેકર છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની અંતિમક્રિયા આવતીકાલે  સવારે યોજાશે. 
રમાકાંત વિઠ્ઠલ આચરેકરનો જન્મ ૧૯૩૨માં માલવણમાં થયો હતો. તેમણે ૧૯૪૩થી ક્રિકેટ રમવાની શરૃઆત કરી હતી. પરંતુ ક્રિકેટ કરતાં કોચ તરીકે તેમની કીર્તિ વધુ પ્રસરી હતી. ૨૦૧૦માં કેન્દ્ર સરકાર દ્વારા તેમને 'પદ્મશ્રી'નો ખિતાબ એનાયત થયો હતો. તો તેમને ક્રિકેટ પ્રશિક્ષણ માટે ૧૯૯૦માં 'દ્રોણાચાર્ય' પુરસ્કારથી ગૌરવાન્વિત કરાયા હતા. દાદરમાં શિવાજી પાર્ક ખાતે તેમણે કામત મેમોરિયલ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી. 
આચરેકર સાહેબે ભારતરત્ન સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, પ્રવિણ આમરે, અજિત આગરકર અને ચંદ્રકાન્ત પંડિત જેવા અનેક ખેલાડી આપી ભારતીય ક્રિકેટમાં અનેરૃ યોગદાન આપ્યું છે. તેમના નિધનથી ક્રિકેટ વિશ્વની અને તેમના ચાહકોમાં શોક છવાયો હતો.

ક્રિકેટ ગુરુ રમાકાંત આચરેકરને ગુરુવારે તેમના ચાહકોએ ભારે હૈયે વિદાય આપી

- દાદર સ્થિત શિવાજી પાર્કમાં દિગ્ગજોની ઉપસ્થિતીમાં

- અંતિમ સંસ્કાર વખતે સચિન આંખના આંસુ રોકી શક્યો નહીં

Image result for cricket-guru-ramakant-achrekar
ભારતરત્ન સચિન તેંદુલકર સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓનું ઘડતર કરનારા ક્રિકેટ પ્રશિક્ષક રમાકાંત આચરેકરને આજે સવારે અત્યંત ગમગીન માહોલ વચ્ચે શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં અગ્નિદાહ અપાયો હતો. તે પૂર્વે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહિત ક્રિકેટ જગતના અનેક મહાનુભાવોએ આચરેકર સરના અંતિમ દર્શન કર્યા હતા.
Image result for cricket-guru-ramakant-achrekar