ઓગસ્ટ-૨૦૦૯માં
ચંદ્રયાન સાથે ઈસરોનો છેલ્લો સંપર્ક થયો હતો
ચંદ્ર પર પાણીની હાજરીના નક્કર પુરાવા આપનારું ચંદ્રયાન નિષ્ક્રિય છે, વર્ષો સુધી પરિભ્રમણ કરતું રહેશે : સપાટીથી ૨૦૦ કિલોમીટર ઊંચે ઘૂમી રહ્યું છે
નાસાના વિજ્ઞાાનીઓએ ચંદ્ર ફરતે ભ્રમણ કરી રહેલું
ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-૧ શોધી કાઢ્યુ છે. ૨૦૦૮માં ભારતે ચંદ્ર પર રવાના
કરેલા ચંદ્રયાન-૧ સાથે ઈસરોનો છેલ્લો સંપર્ક ઓગસ્ટ-૨૦૦૯માં થયો હતો. ૨૨ ઓક્ટોબર
૨૦૦૮ના દિવસે લોન્ચ થયેલા ચંદ્રયાને મૂળભૂત રીતે ૨ વર્ષ સુધી કામ કરવાનું હતં.
પરંતુ ૩૧૨ દિવસ પછી અચાનક ઓગસ્ટ-૨૦૦૯માં તેનો સંપર્ક તૂટી ગયો હતો. એ પછીથી
ક્યારેય તેનો સપંર્ક થઈ શક્યો નથી. તેની સંપર્ક પ્રણાલી આજે પણ કામ કરતી નથી.
નાસાએ રેડાર દ્વારા તેની હાજરી પારખી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો