ગુરુવાર, 26 એપ્રિલ, 2018


પ્રથમ ભારતીય મહિલાઓ

*      ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન - ઈન્દિરા ગાંધી
    પ્રથમ મહિલા શાસક રઝીયા સુલતાના (૧૨૩૬)  
*    પ્રથમ મહિલા યદ્ધુમાં લડનાર રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
*    પ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
*    પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)  
*    પ્રથમ મહિલા લશ્કરી અધિકારી નીલા કૌશિક પંડિત
*    પ્રથમ મહિલા સ્ટંટક્વિન નાહિયા (૧૯૪૫)  
*    પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ(૧૯૪૭)  
*    પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન રાજકુમારી અમતૃ કૌર (૧૯૫૨)
*    પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમખુ વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
*    પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર આરતી સહા (૧૯૫૯)  
*    પ્રથમ મહિલા વિશ્વ સુંદરી રીતા ફરીયા (૧૯૬૨)
*    પ્રથમ મહિલા મખ્ય પ્રધાન સચિતા કૃપલાની (૧૯૬૩)
*    પ્રથમ મહિલાવડાપ્રધાન ઇન્દીરા ગાંધી (૧૯૬૬)  
*    પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે એવાર્ડ દેવિકારાની શેરકી (૧૯૬૯)
*    પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક મધર ટેરેસા (૧૯૭૯)
*    પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા બચેન્દ્રી પાલ (૧૯૮૪)
*    પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
*    પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રિમ કોર્ટ મીર સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)  
*    પ્રથમ મહિલા આઈ.પી.એસ. કિરણ બેદી (૧૯૭૨)
*    પ્રથમ મહિલા વિશ્વ ગર્જુરી એવોર્ડ આશા પારેખ (૧૯૯૦)  
*    પ્રથમ મહિલા બેરિસ્ટર કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)  
*    પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલા
*    પ્રથમ મહિલા મુખ્ય ન્દ્યાયાધીશ (હિમાચલ પ્રદેશ) લીલા શેઠ (૧૯૯૧)  
*    પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈિવર સુરેખા યાદવ (૧૯૯૨)  
*    પ્રથમ મહિલા બસ ડ્રાઇવર વસંથકુમારી (૧૯૯૨)  
*    પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચેંજ પ્રમુખ ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
*    પ્રથમ મહિલા પાયલટ દુર્બા બેનરજી (૧૯૯૩)  
*    પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર રીન્કુસીન્હા રોય (૧૯૯૪)
*    પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટ વિજેતા અપર્ણા પોપટ (૧૯૯૪)
*    પ્રથમ મહિલા મિસ યુનિવર્સ સુસ્મિતા સેન (૧૯૯૪)  
*    પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ મેનકા ગાંધી (૧૯૯૬)
*    પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલા (૧૯૯૭)
*    પ્રથમ મહિલા ઓલમ્પિક ચંદ્રક વિજેતા મલ્લેશ્વરી (૨૦૦૦)  
*    પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર કમલેશ કુમારી (૨૦૦૧)  
*    પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા વિજય લક્ષ્મી
*    પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ હરિતા કૌર દેઓલ  
*    પ્રથમ મહિલા મેયર(મુંબઈ) સુલોચના મોદી  
*    પ્રથમ મહિલા આઈ..એસ. અન્ન જ્યોર્જ
*    પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી સબ્રુમણ્યમ
*    પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય નરગીસ દત્ત  
*    પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી પંડિત
*    પ્રથમ મહિલા ઈજનેર લલિતા સુબ્બારાવ
*    પ્રથમ મહિલા ડોક્ટર આનંદિ ગોપાલા, પશ્ર્ચિમ બંગાળના હતા.
*      પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ - પ્રતિભા પાટિલ
*    ભારતીય સેનાના પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ – પુનિતા અરોરા
*    મહિલા ડીઝલ ટ્રેન ચલાવનાર પ્રથમ ભારતીય – મુમતાઝ કાઝી
*    પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ - કવિતા દલાલ


ગુજરાતનો એકમાત્ર 'ચાલતો આંબો' છેલ્લા ૭ વર્ષમાં ૨૦ ફૂટ ચાલ્યો
Related image-     

    જાણો ક્યાં છે આ આંબો અને કેટલી છે તેની ઉંમર

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય લાગતા ઇ.સ. ૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા. એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દૂધના પ્યાલામાં સાકર  ભેળવી પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા સમજાવ્યા હતા. એ કથાવાર્તા  જૂની છે. નવી વાર્તા એ છે કે, ૧૨૩૩ વર્ષ પહેલા સંજાણ આવેલા પારસીઓએ એક આંબાનું વૃક્ષ વાવેલું અને આજે એ આંબો ૧૨૩૩ વર્ષથી ઉપર આકાશમાં વધવાને બદલે જમીનને સમાંતર આડો વધી રહ્યો છે. જેને સંજાણ સહિત ગુજરાતમાં  ''ચાલતો આંબો'' તરીકે ઓળખવામાં આવે છે.૨૦૧૧માં આ આંબાને ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સામેલ કર્યાને આજે ૭ વર્ષ થયા છે. આ ૭  વર્ષમાં આંબો ૨૦ ફૂટ જેટલો ચાલ્યો અને ફુલ્યોફાલ્યો છે.


વનસંપદાની દ્રષ્ટિએ ગજુરાતના  'હેરિટેજ વૃક્ષ'ની  યાદીમાં ૨૦૧૧માં સમાવિષ્ટ આ ચાલતા આંબાની વાતો રોમાંચ ભરેલી છે. આશરે ૧૨૩૩  વર્ષ પહેલા રોપાયેલા  આ ચાલતા આંબાને પારસીઓ દ્વારા કોઇક ભીલ આદિવાસી ભાઇઓની જમીનમાં રોપવામાં આવ્યો  હતો. બાદ આ આંબો ઉપર આકાશ તરફ વધવાની જગ્યાએ  જમીનને સમાંતર અડીને વિસ્તરતો જાય છે. આંબાની ડાળીઓ ઉપર વિસ્તરવાને બદલે જમીનને સમાંતર વધવાથી ડાળીઓ જમીનને સીધી અઅડે છે અને ત્યાં નવા નવા  મૂળિયાઓ ઉગતા જ સીધા જમીનમાં ખૂંપી જાય છે. જ્યાં આ મુળીયાઓ જમીનની અંદર વિકસી બહાર રોપા બનીને નવો આંબો બની ખીલી બહાર આવે છે. જોતજોતામાં જુના મૂળિયાઓ નાશ પામી ખરી પડે છે.  આને કારણે  આ આંબો નવા નવા મૂળીયાઓ થકી  નવો નવો ઉગતો રહે જ છે અને ચાલતો રહે છે. ૭૫ ફૂટનો હાલે ઘેરાવો ધરાવતો આ ચાલતો આંબો છેલ્લા ૭ વર્ષમાં ૨૦ ફૂટ જેટલો ચાલ્યો હોવાની માહિતી સંજાણના ખેડૂત અલતાફભાઇ વલીભાઇ અચ્ચુએ આપી હતી.

આ ચાલતા આંબાની વધુ  વિગત આપતા સંજાણના અલતાફભાઇ જણાવે છે કે, ૧૨૩૩ વર્ષ પહેલા રોપાયેલો આંબો  ખસતો ખસતો અમારી આંબાવાડીમાં આવી ઉછર્યો  અને હાલે આ આંબાનું મૂળ-થડ મારી વાડીમાં જોવા મળે છે. પરંતુ તેની નમેલી શાખાઓ- ડાળીઓ મારા પાડોશી અહમદ સરીફભાઇ  પટેલની વાડીમાં પહોંચી ગઇ છે.  મેં મારી સગી આંખે આ આંબાને ૨૦ ફૂટથી વધુ ખસતા જોયો છે. મારા પિતાજી વલીભાઇની વાત મુજબ  આંબો ૧૦ ફૂટથી વધુ ખસતો તેમણે જોયો છે. ચાલતો આંબો પોતાના ૧૨૩૩ વર્ષની જીવનયાત્રા દરમિયાન કેટલું ચાલ્યો હશે એનો અંદાજો  લગાવવો મુશ્કેલ છે. પરંતુ સંજાણમાં આવેલા આ આંબાની વિશિષ્ટતા નામશેષ નહી થઇ જાય એ માટે કોઇપણ જમીન માલિકો આ આંબાને નુકસાન પહોંચાડતા નથી.

દર વર્ષે અલગ દિશામાં કેરી લાગે છે

આ આંબાની કેરી કેવી
? જેનો જવાબ આપતા અલતાફભાઇ જણાવે છે કે, આ આંબાની કેરીઓ અંદરથી રેસાવાળી છે, પરંતુ તમે કેરીઓ ખાવો  ત્યારે એકપણ રેસો દાંતમાં ભેરવાય નહીં. હાફૂસ કરતા પણ તદ્દન જુનો સ્વાદ આપતી આ કેરીઓ પાકે એટલે તરત જ ખાઇ જવી પડે. નહી  તો બીજા દિવસે આ કેરી બગડી જાય અને  ગોટલીમાંથી કાળો ડાઘ દેખાવા માડે. બીજી તમામ કેરીના રસ કરતા આ કેરીનો રસ જાડો આવે. વિશેષમાં આંબામાં બે વર્ષમાં માંડ-માંડ એકાદી ડાળ આવે અને જ્યારે પણ કેરી લાગે ત્યારે જુદી-જુદી દિશાઓમાં કેરી લાગે. દર વખતે અલગ જ દિશામાં કેરી આપે એ એની વિશેષતા છે.


વડવાઓએ રોપેલા આંબાના દર્શને પારસીઓ ચોક્કસ આવે

નવેમ્બર મહિનામાં સંજાણ દિન ઉજવવા આવતા પારસીઓ પણ પોતાના વડવાઓના હાથે રોપાયેલા આ આંબાને સંભારણું માની આંબાને જોવા અચૂક  પહોંચી જાય છે. ઉપરાંત રાજકોટ, મુંબઇ જેવા મોટા શહેરોમાંથી પણ આ લકઝરી બસો ભરીને આંબાને જોવા પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ આવી પહોંચે છે. આંબાની ફરતે બેસવા ફોરેસ્ટ વિભાગે સાત જેટલા સિમેન્ટના બાંકડાઓ મુકી આપ્યા છે.

આંબામાંથી ૫૦૦ કલમો બનાવી રોપી પણ ઉગતી નથી

ફોરેસ્ટ વિભાગ દ્વારા આ આંબામાંથી ૫૦૦થી વધુ કલમો બનાવી બીજા આંબા ઉગાડવાનો પ્રયત્ન કરાયો છે છતાં આજ દિન સુધી નિષ્ફળતા મળી છે.  આરોગ્યની દ્રષ્ટિએ ગુણકારી આ ચાલતા આંબાની ડાળીની છાલ ઘશીને નાના છોકરાઓના પેટ ઉપર લગાવો તો પેટમું દુઃખતું તાત્કાલિક મટી જવાના કિસ્સાઓ પણ બન્યા છે.