શનિવાર, 22 એપ્રિલ, 2017
પહેલી મેથી મહારાષ્ટ્રમાં રીઅલ એસ્ટેટ
ધારો અમલમાં મૂકાશે
પારદર્શિતા
લાવવાનો હેતુ ધરાવતો રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬
(આરઈઆરએરેરા) છેવટે પહેલી મેથી અમલમાં મૂકાશે તે સાથે ગૃહ નિર્માણ ક્ષેત્ર
(હાઉસિંગ સેક્ટર)માં તળિયા ઝાટક પરિવર્તનો આવશે. આ ધારાના અમલીકરણને પગલે
મહારાષ્ટ્રમાં ઘર ખરીદનારાઓને રાહત મળશે.
રેરાની(RERA - Real Estate (Regulation
& Development) Act) મુખ્ય વિશેષતાઓ એ છે કે તે ડેવલપરોને તેમના પ્રોજેક્ટ રજિસ્ટર કરાવવાનો તથા તેને
ઓનલાઈન પ્રદર્શિત કરવાનો આદેશ આપશે. નિયત સમયમાં ફ્લેટનો તાબો નહિં આપનારા
બિલ્ડરોને દંડ કરાવાની જોગવાઈ પણ આ કાયદામાં છે.
રેરા
અન્વયે ઘર ખરીદનારાઓની ફરિયાદના સમયબદ્ધ નિવારણની વ્યવસ્થા તૈયાર કરાશે. ગ્રાહકો
દ્વારા ચૂકવાતાં તમામ નાણાંનો હિસાબ અપાશે અને બિલ્ડરો આ નાણાં તેમના અન્ય
પ્રોજેક્ટ માટે ખર્ચી શકશે નહીં. બિલ્ડરોએ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન અને જમીનનું
કન્વેયન્સ (નામે કરતો દસ્તાવેજ) ફરજીયાત કરવાનું રહેશે.
ભારતમાં
આંધ્રપ્રદેશના લેપાક્ષીનો નંદી
દક્ષિણ ભારત તેના ભવ્ય મંદિરો માટે જાણીતું
છે. સાથે સાથે કેટલાક વિરાટ શિલ્પ પણ દક્ષિણભારતમાં જોવા મળે છે. આંધ્રપ્રદેશના
અનંતપુર જિલ્લાના લેપાક્ષી ગામે મુખ્ય માર્ગ પર ૪-૫ મીટર ઊંચુ અને ૮.૨૩ મીટર લાંબુ
નંદીનું શિલ્પ જોવા મળે છે.
લેપાક્ષીમાં
૧૩મીથી ૧૬મી સદી દરમિયાન બંધાયેલા શિવ, વિષ્ણુ
અને વિરભદ્રના મંદિરો જોવા જેવા છે. લેપાક્ષીમાં વિરભદ્રનું મંદિર છે. તેમાં
વાસ્તુ પુરૃષનું શિલ્પ અને લટકતા સ્થંભ ધ્યાનાકર્ષક છે. મંદિરથી ૨૦૦ મીટર દૂર
મુખ્ય માર્ગ પર કાચવાળી પીઠના આકારની ટેકરી પર નદીનું વિરાટ શિલ્પ આવેલું છે.
કેન્દ્ર સરકારે આજે
હોટેલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.
કેન્દ્ર સરકારે આજે હોટેલ અને
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મુદ્દે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ
માર્ગદર્શિકા મુજબ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ ચૂકવવો કે કેમ તે ગ્રાહક
પોતે જ નક્કી કરી શકશે. કેન્દ્ર સરકારે સર્વિસ ચાર્જ ચૂકવવાનો અધિકાર ગ્રાહકોને
આપ્યો હતો.
તેવી સૂચના ટૂંક સમયમાં દરેક રાજ્યોને
મોકલાશે તેમ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું. સર્વિસ ચાર્જ અંગે
નવા નિયમોને કારણે ગ્રાહકોને રાહત થશે તેમ મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું.
પૃથ્વી અને પાતાળ પછી અવકાશમાં પણ પ્રદૂષણ
વધતું જાય છે.
એક માહિતી મુજબ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા ૧૦ કરોડથી પણ વધુ
નકામી વસ્તુઓ જે સ્પેસ પોલ્યૂશન ફેલાવી રહી છે.જેમાં જુના ઉપગ્રહ અને રોકેટના
ટુકડાઓનો સમાવેશ થાય છે. એટલું જ નહી ૧૦ સેન્ટીમીટરની લંબાઇ ધરાવતી ૭ લાખ કરતા પણ
વધુ ચીજો અંતરીક્ષમાં ઘૂમી રહી છે.
આ ચીજ વસ્તુઓ પણ ભલે નાની હોય પરંતુ જે રફતારથી ગતિ કરે છે તે જોતા
તે યાન કે ઉપગ્રહને પણ નષ્ટ કરી શકે છે.આ ઉપરાંત ભવિષ્યમાં અંતરીક્ષયાનો માટે ખતરો
પેદા થઇ શકે છે.હજુ આધુનિક સ્પેસયુગને માંડ ૬૦ વર્ષ થયા છે ત્યારે જો આ સ્થિતિ હોય
તો ૨૫૦ કે ૩૦૦ વર્ષ પછી અંતરીક્ષમાં કચરો આજ કરતા અનેક ગણો વધી ગયો હશે.
ભારત - દ.કોરિયા સાથે મળીને તોપોનું નિર્માણ
શરુ કરશે..
લારશેન એન્ડ ટર્બોએ શુક્રવારે સેના માટે 100' K 9 Vajra T' હોઈટસર નો ઓર્ડર પૂરો કરવા માટે કોરિયન ડિફેન્સ ફર્મ સાથે આ અંગે એક કરારની જાહેરાત કરી છે. 4500 કરોડ રૂપિયાનો કરાર સેનાને તોપોથી સજ્જ કરવા માટેનો છે.
સૌથી પહેલા પૂનાના તલેગાંવમાં એન્જિનિયરિંગ પ્લાન્ટમાં 10 હોઈટસર બનાવાશે. બાકીના હોઈટસરને ગુજરાતના હજીરામાં બનાવવામાં આવશે.
એલ એન્ડ ટીના રક્ષા અને એરોસ્પેસના પ્રમુખ જંયત પાટીલે જણાવ્યુ હતુ કે અમે એક ગ્રીફીલ્ડ મેન્યુફેક્ચરિંગ લાઈનની સ્થાપના શરૂ કરી દીધી છે જેમાં તોપોનું ઉત્પાદન અને પરિક્ષણ બંને થશે.
આ સિવાય ભારત અને દ. કોરિયાએ જહાજ નિર્માણ મામલે પણ શુક્રવારે કેટલાક કરકાર કર્યા છે અને તેમાં બંને દેશોના રક્ષાસચિવે હસ્તાક્ષર કર્યા છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)