શનિવાર, 22 એપ્રિલ, 2017

પૃથ્વી અને પાતાળ પછી અવકાશમાં પણ પ્રદૂષણ વધતું જાય છે.

એક માહિતી મુજબ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા ૧૦ કરોડથી પણ વધુ નકામી વસ્તુઓ જે સ્પેસ પોલ્યૂશન ફેલાવી રહી છે.જેમાં જુના ઉપગ્રહ અને રોકેટના ટુકડાઓનો સમાવેશ થાય છે. એટલું જ નહી ૧૦ સેન્ટીમીટરની લંબાઇ ધરાવતી ૭ લાખ કરતા પણ વધુ ચીજો અંતરીક્ષમાં ઘૂમી રહી છે.


આ ચીજ વસ્તુઓ પણ ભલે નાની હોય પરંતુ જે રફતારથી ગતિ કરે છે તે જોતા તે યાન કે ઉપગ્રહને પણ નષ્ટ કરી શકે છે.આ ઉપરાંત ભવિષ્યમાં અંતરીક્ષયાનો માટે ખતરો પેદા થઇ શકે છે.હજુ આધુનિક સ્પેસયુગને માંડ ૬૦ વર્ષ થયા છે ત્યારે જો આ સ્થિતિ હોય તો ૨૫૦ કે ૩૦૦ વર્ષ પછી અંતરીક્ષમાં કચરો આજ કરતા અનેક ગણો વધી ગયો હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો