પહેલી મેથી મહારાષ્ટ્રમાં રીઅલ એસ્ટેટ
ધારો અમલમાં મૂકાશે
પારદર્શિતા
લાવવાનો હેતુ ધરાવતો રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬
(આરઈઆરએરેરા) છેવટે પહેલી મેથી અમલમાં મૂકાશે તે સાથે ગૃહ નિર્માણ ક્ષેત્ર
(હાઉસિંગ સેક્ટર)માં તળિયા ઝાટક પરિવર્તનો આવશે. આ ધારાના અમલીકરણને પગલે
મહારાષ્ટ્રમાં ઘર ખરીદનારાઓને રાહત મળશે.
રેરાની(RERA - Real Estate (Regulation
& Development) Act) મુખ્ય વિશેષતાઓ એ છે કે તે ડેવલપરોને તેમના પ્રોજેક્ટ રજિસ્ટર કરાવવાનો તથા તેને
ઓનલાઈન પ્રદર્શિત કરવાનો આદેશ આપશે. નિયત સમયમાં ફ્લેટનો તાબો નહિં આપનારા
બિલ્ડરોને દંડ કરાવાની જોગવાઈ પણ આ કાયદામાં છે.
રેરા
અન્વયે ઘર ખરીદનારાઓની ફરિયાદના સમયબદ્ધ નિવારણની વ્યવસ્થા તૈયાર કરાશે. ગ્રાહકો
દ્વારા ચૂકવાતાં તમામ નાણાંનો હિસાબ અપાશે અને બિલ્ડરો આ નાણાં તેમના અન્ય
પ્રોજેક્ટ માટે ખર્ચી શકશે નહીં. બિલ્ડરોએ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન અને જમીનનું
કન્વેયન્સ (નામે કરતો દસ્તાવેજ) ફરજીયાત કરવાનું રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો