શુક્રવાર, 5 જાન્યુઆરી, 2018

ચોકલેટ બ્રાઉન રંગ ધરાવતી ૧૦ રૃપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં મૂકાશે



- નવી નોટોનું પ્રિન્ટિંગ કાર્ય પૂરજોશમાં

- અત્યાર સુધીમાં ૧૦ રૃપિયાની નવી૧ અબજ નોટો છપાઇ ગઇ હોવાનો અંદાજ

- નોટ પર ઓડિશામાં આવેલા કોર્ણાક સૂર્ય મંદિરનો પણ ફોટો જોવા મળશે


ટૂંક સમયમાં જ બજારમાં ૧૦ રૃપિયાની નવી નોટ જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૦ રૃપિયાની નવી નોટ છાપવાનું ચાલુ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦ રૃપિયાની નવી નોટ પણ મહાત્મા ગાંધીની સિરીઝવાળી જ હશે અને તેનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. હાલમાં દસ રૃપિયાની જે નોટ ચલણમાં છે તેની ડિઝાઇન વર્ષ ૨૦૦૫માં બદલવામાં આવી હતી. નવી નોટમાં કોર્ણાક સૂર્ય મંદિરનો ફોટો હશે. આ મંદિર ઓડિશામાં આવેલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આરબીઆઇએ ૧૦ રૃપિયાની એક અબજ નોટો છાપી નાખી છે. 

કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં જ દસ રૃપિયાની નવી નોટને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે ૨૦૦ રૃપિયાની નવી નોટ બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. ૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ચલણી નોટોનું પ્રમાણ અગાઉ કરતા ૯ ટકા ઓછું હોવાનું જાણવા મળ્યું છે એટલે કે અગાઉની સરખામણીમાં હજુ પણ ૯ ટકા ઓછી ચલણી નોટો બજારમાં ફરી રહી છે.  


ભારતે ચાર વર્ષમાં રૃ.૨.૪૦ લાખ કરોડના સંરક્ષણના ૧૮૭ કરાર કર્યા



- ભારતીય ઉત્પાદકો સાથે રૃપિયા ૧.૬૨ લાખ કરોડના ૧૧૯ જ્યારે વિદેશીઓ સાથે રૃ. ૧.૨૪ લાખ કરોડના ૬૮ સોદા કર્યા

ભારતે છેલ્લા ચાર વર્ષોમાં સાધનો અને વિવિધ મિલિટ્રી પ્લેટફોર્મની ખરીદી માટે ભારતીય અને વિદેશી મળીને કુલ ૧૮૭ કંપનીઓ સાથે રૃપિયા ૨.૪૦ લાખ કરોડના સોદા કર્યા હતા. ભારતીય ઉત્પાદકો સાથે રૃપિયા ૧.૬૨ લાખ કરોડના ૧૧૯ જ્યારે વિદેશીઓ સાથે રૃ. ૧.૨૪ લાખ કરોડના ૬૮ સોદા કર્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં  ભારતે કુલ રૃપિયા ૨.૪૦ લાખ કરોડના કરાર કર્યા હતા. વર્ષ ૨૦૧૪-૧૫માં કેપિટલ એકેવિઝિશન ખર્ચ રૃપિયા ૬૫,૮૬૨ કરોડ જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં અને ૨૦૧૬-૧૭માં અનુક્રમે રૃપિયા ૬૨૨૩૫ કરોડ અને ૬૮૨૫૨ કરોડ થયો હતો.

વર્ષ ૨૦૧૪-૧૫માં  ઓર્ડિનેન્સ ફેકટરી બોર્ડ દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સાધનોનું  અને અન્ય સંરક્ષણ  સેકટર એન્ડરટેકિંગ્સના સાધનોનું મૂલ્ય  રૃપિયા ૪૬૩૯૦ કરોડ હતું જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં રૃપિયા ૫૨૯૬૦ કરોડ હતું.વર્ષ ૨૦૧૬-૧૭માં ત્રણ સરકારી કંપનીઓ દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સાધનોનું મૂલ્ય રૃપિયા ૫૫૮૯૦ કરોડ હતું.


વર્ષ ૨૦૧૭-૧૮માં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ માટેનું બજેટ રૃપિયા ૭૨૫૦૦ કરોડ રાખવામાં આવ્યું છે.આમાં રૃપિયા ૪૬૫૦૦ કરોડ સેન્ટ્રલ પબ્લીક સેકટર એન્ટરપ્રાઇઝીસમાંથી  અને રૃપિયા ૧૫૦૦૦ કરોડ સ્ટ્રેટેજીક ડિસ્ઇન્વેસ્ટમેન્ટમાંથી  જ્યારે વીમા કંપનીઓમાંથી રૃપિયા ૧૧૦૦૦ કરોડ હતું, એમ સંરક્ષણની એક યાદીમાં કહેવામાં આવ્યું હતું.  


અમદાવાદમાં પક્ષીઓની સારવાર માટે ૨૦ સરકારી ડૉક્ટરો ફાળવાશે



-તા.૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી ' મિશન કરૃણા ' હાથ ધરાશે -પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને એનજીઓની મદદથી સારવાર અપાશે


આગામી ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર કરવા માટે વહિવટીતંત્ર દ્વારા તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ' મિશન કરૃણા ' નામનું વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેમાં પતંગની દોરીથી ઘવાયેલા મુંગા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ જાહેર કરાયો છે. જેમાં ૧૧ એમ્બ્યુલન્સો સાથે ૫૫ જેટલા એનજીઓની મદદ લેવાશે.