શુક્રવાર, 5 જાન્યુઆરી, 2018

ભારતે ચાર વર્ષમાં રૃ.૨.૪૦ લાખ કરોડના સંરક્ષણના ૧૮૭ કરાર કર્યા



- ભારતીય ઉત્પાદકો સાથે રૃપિયા ૧.૬૨ લાખ કરોડના ૧૧૯ જ્યારે વિદેશીઓ સાથે રૃ. ૧.૨૪ લાખ કરોડના ૬૮ સોદા કર્યા

ભારતે છેલ્લા ચાર વર્ષોમાં સાધનો અને વિવિધ મિલિટ્રી પ્લેટફોર્મની ખરીદી માટે ભારતીય અને વિદેશી મળીને કુલ ૧૮૭ કંપનીઓ સાથે રૃપિયા ૨.૪૦ લાખ કરોડના સોદા કર્યા હતા. ભારતીય ઉત્પાદકો સાથે રૃપિયા ૧.૬૨ લાખ કરોડના ૧૧૯ જ્યારે વિદેશીઓ સાથે રૃ. ૧.૨૪ લાખ કરોડના ૬૮ સોદા કર્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં  ભારતે કુલ રૃપિયા ૨.૪૦ લાખ કરોડના કરાર કર્યા હતા. વર્ષ ૨૦૧૪-૧૫માં કેપિટલ એકેવિઝિશન ખર્ચ રૃપિયા ૬૫,૮૬૨ કરોડ જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં અને ૨૦૧૬-૧૭માં અનુક્રમે રૃપિયા ૬૨૨૩૫ કરોડ અને ૬૮૨૫૨ કરોડ થયો હતો.

વર્ષ ૨૦૧૪-૧૫માં  ઓર્ડિનેન્સ ફેકટરી બોર્ડ દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સાધનોનું  અને અન્ય સંરક્ષણ  સેકટર એન્ડરટેકિંગ્સના સાધનોનું મૂલ્ય  રૃપિયા ૪૬૩૯૦ કરોડ હતું જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં રૃપિયા ૫૨૯૬૦ કરોડ હતું.વર્ષ ૨૦૧૬-૧૭માં ત્રણ સરકારી કંપનીઓ દ્વારા ઉત્પાદિત સંરક્ષણ સાધનોનું મૂલ્ય રૃપિયા ૫૫૮૯૦ કરોડ હતું.


વર્ષ ૨૦૧૭-૧૮માં ડિસ્ઇન્વેસ્ટમેન્ટ માટેનું બજેટ રૃપિયા ૭૨૫૦૦ કરોડ રાખવામાં આવ્યું છે.આમાં રૃપિયા ૪૬૫૦૦ કરોડ સેન્ટ્રલ પબ્લીક સેકટર એન્ટરપ્રાઇઝીસમાંથી  અને રૃપિયા ૧૫૦૦૦ કરોડ સ્ટ્રેટેજીક ડિસ્ઇન્વેસ્ટમેન્ટમાંથી  જ્યારે વીમા કંપનીઓમાંથી રૃપિયા ૧૧૦૦૦ કરોડ હતું, એમ સંરક્ષણની એક યાદીમાં કહેવામાં આવ્યું હતું.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો