અમદાવાદમાં પક્ષીઓની સારવાર
માટે ૨૦ સરકારી ડૉક્ટરો ફાળવાશે
-તા.૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી ' મિશન કરૃણા '
હાથ ધરાશે -પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને એનજીઓની મદદથી સારવાર અપાશે
આગામી ઉતરાયણ
પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર કરવા માટે વહિવટીતંત્ર
દ્વારા તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ' મિશન કરૃણા '
નામનું વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેમાં પતંગની દોરીથી ઘવાયેલા
મુંગા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે
એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ જાહેર કરાયો છે. જેમાં ૧૧ એમ્બ્યુલન્સો
સાથે ૫૫ જેટલા એનજીઓની મદદ લેવાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો