શુક્રવાર, 5 જાન્યુઆરી, 2018

ચોકલેટ બ્રાઉન રંગ ધરાવતી ૧૦ રૃપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં મૂકાશે



- નવી નોટોનું પ્રિન્ટિંગ કાર્ય પૂરજોશમાં

- અત્યાર સુધીમાં ૧૦ રૃપિયાની નવી૧ અબજ નોટો છપાઇ ગઇ હોવાનો અંદાજ

- નોટ પર ઓડિશામાં આવેલા કોર્ણાક સૂર્ય મંદિરનો પણ ફોટો જોવા મળશે


ટૂંક સમયમાં જ બજારમાં ૧૦ રૃપિયાની નવી નોટ જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૦ રૃપિયાની નવી નોટ છાપવાનું ચાલુ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૦ રૃપિયાની નવી નોટ પણ મહાત્મા ગાંધીની સિરીઝવાળી જ હશે અને તેનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. હાલમાં દસ રૃપિયાની જે નોટ ચલણમાં છે તેની ડિઝાઇન વર્ષ ૨૦૦૫માં બદલવામાં આવી હતી. નવી નોટમાં કોર્ણાક સૂર્ય મંદિરનો ફોટો હશે. આ મંદિર ઓડિશામાં આવેલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આરબીઆઇએ ૧૦ રૃપિયાની એક અબજ નોટો છાપી નાખી છે. 

કેન્દ્ર સરકારે ગયા સપ્તાહમાં જ દસ રૃપિયાની નવી નોટને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે ૨૦૦ રૃપિયાની નવી નોટ બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. ૯ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ચલણી નોટોનું પ્રમાણ અગાઉ કરતા ૯ ટકા ઓછું હોવાનું જાણવા મળ્યું છે એટલે કે અગાઉની સરખામણીમાં હજુ પણ ૯ ટકા ઓછી ચલણી નોટો બજારમાં ફરી રહી છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો