શનિવાર, 6 જાન્યુઆરી, 2018

ગીરના જંગલમાં વસેલુ રસુલપુરા બનશે દેશનુ સૌથી પહેલુ સોલર વિલેજ


ગ્રામપંચાયતને સ્ટ્રિટલાઇટનું બિલ ૨૫ વર્ષ સુધી ભરવુ નહી પડે

ગુજરાત હવે સોલરઉર્જામાં કાઠું કાઢવા જઇ રહ્યુ છે. ગીરના જંગલમાં વસેલુ રસુલપુરા ગામ દેશનુ પ્રથમ સોલર વિલેજ બનશે. આ ગામમાં પંચાયત ઘર જ નહીં,તમામ મકાનો સૌરઉર્જાથી ઝળહળશે. રાજ્ય વન વિભાગે રસુલપુરા ગ્રામપંચાયતને ગ્રાન્ટ આપતા સોલર પ્લાન્ટ શરૃ કરાયો છે. નોંધ લેવા જેવી વાત તો એછેકે,પંચાયત ખુદ સોલરઉર્જા પશ્ચિમ ગુજરાત વિજ કંપનીને વેચી કમાણી કરશે.

ગીરના જંગલને અડીને આવેલા ખોબા જેવડુ રસુલપુરા ગામમાં રૃા.૩.૭૦ લાખના ખર્ચે સોલર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગામમાં પંચાયતે ૫૦ સોલરસ્ટ્રીટ લાઇટો પણ નાંખી છે. અત્યાર સુધી ગ્રામપંચાયતને સ્ટ્રીટલાઇટનો ખર્ચ ભોગવવો પડતો હતો. હવે પંચાયતને પંચાયતઘર ઉપરાંત સ્ટ્રીટલાઇટનો એકેય પૈસો ભરવો નહી પડે. ઉલ્ટાનુ પંચાયત સોલર પ્લાન્ટમાં જેટલી વિજળી પેદા થશે તે,પશ્ચિમ ગુજરાત વિજ કંપનીને વેચાણ કરશે. આ સોલરઉર્જા પશ્ચિમ વિજ કંપની રસુલપુરાના ગ્રામજનોને આપશે. આમ,પંચાયત કમાણી કરશે. ગીરના જંગલમાં અંધારામાં અટવાઇ રહેતાં ગ્રામજનો માટે સોલરઉર્જા ઉજાસનું માધ્યમ બની રહેશે.

સોલર પ્લાન્ટને લીધે રસુલપુરા ગ્રામપંચાયતને ૨૫ વર્ષ સુધી વિજળીનો એકેય પૈસો ખર્ચ થશે નહીં.પંચાયતના ઘરને પણ મફતમાં વિજળી મળી રહેશે. ચાર હજારની વસ્તી ધરાવતુ રસુલપુરા દેશનું પ્રથમ સોલર વિલેજ બની રહેશે જયાં ગ્રામ પંચાયત ઘરથી માંડીને સ્ટ્રીટલાઇટો,ગામના તમામ મકાનોમાં સોલરઉર્જાનો ઉપયોગ થશે.  આવતીકાલે ૫મી જાન્યુઆરીએ વનવિભાગ દ્વારા આ સોલર પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવશે.  
૧૦ લાખ પાટીદાર યુવાનોને કોન્સ્ટેબલથી લઇ આઇએએસની નોકરીમાં મોકલાશે

-ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ -ઉદ્યોગપતિઓ પણ દીકરા

- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૧૮નો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો.

આ સમિટ ત્રણ દિવસ ચાલશે પ્રથમ દિવસે પંચામૃત શક્તિ અંતર્ગત ૧૦ પણ કરાયા હતા. સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવાની ઉદ્દેશ્યથી સરદારધામ દ્વારા સમિટ યોજાઈ રહી છે.


સમિટમાં લગભગ ૬ હજાર જેટલા નાના- મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મિશન ૨૦૨૬ અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઈને અધિકારી સુધી ૧૦ લાખ પાટીદાર યુવાનોન તંત્રમાં મોકલવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાંત દેશ- વિદેશમાં ૧૦ હજાર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, યુવા પેઢી ભટકી ન જાય અને સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બન્નેની ફરજ છે.


RBI એ જાહેર કરી રૂ. ૧૦ની નવી નોટ


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે રૂ.૧૦ ની નોટનો ફોટો જાહેર કર્યો હતો. આ સાથે એ સ્પષ્ટતા કરી હતી કે રૂ.૧૦ની જૂની નોટ પણ માન્ય રહેશે. રૂ.૧૦ની નવી નોટ ચોકલેટી બ્રાઉન કલરની છે. આ નોટના સિરિયલ નંબર ચડતાક્રમમાં જોવા મળશે. સરકારે બજારમાં મૂકવા માટે આશરે ૧ અબજની રૂ.૧૦ની નોટનું છાપકામ પૂર્ણ કરી દીધું છે.

શું છે ખાસ ?

નોટની પાછળની બાજુ કોણાર્કનાં સૂર્યમંદિરનો ફોટો હશે.
સ્વચ્છતા અભિયાનનો લોગો મૂકવામાં આવ્યો છે.
૧૦ દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યું છે.