મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2019

ભારતે જમીનથી હવામાં મલ્ટિપલ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું

 

- રડાર સાથેની મિસાઇલને ખૂબ જ સફળતાપૂર્વક છોડી હોવાનો અધિકારીઓનો દાવો

 
ભારતે આજે સ્વદેશી બનાવટની ઝડપી પ્રતિસાદ આપતી જમીનથી હવામાં એક સાથે અનેક  નિશાન પર પ્રહાર કરનાર બે મિસાઇલને સફળતાપૂર્વક  લોંચ કરી હતી, એમ અધિકારીઓએ આજે કહ્યું હતું. રડાર સાથેની મિસાઇલોને ચાંદીપુર પાસે આવેલા ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવી હતી. પરીક્ષણને સફળ ગણાવી ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા.
બંને મિસાઇલો અલગ અલગ આલ્ટીટયુટ અને વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવી હતી.'રાડર,ઇલેકટ્રો ઓપ્ટીકલ સીસ્ટમ, ટેલીમેટ્રી અને અન્ય સ્ટેશનોએ બંને મિસાઇલની આખી ફલાઇટ પર નજર રાખી હતી. મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા'એમ સંરક્ષણ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે આ સિધ્ધી મેળવવા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.સ્વદેશી બનાવટની બે મિસાઇલને સફળતાપૂર્વક લોંચ કરવા બદલ ભારતના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ આ સફળતા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.
૩૦ કિમીની મારની ક્ષમતા ધરાવતી સ્વદેશી બનાવટની મિસાઇલ ેક સાથે અનેક ટાર્ગેટ પર હુમલા કરી શકે છે. આનાથી ભારતની સેનાને હુમલો કરવાની ક્ષમતામાં વધારો થશે. મિસાઇલમાં ચોક્કસ  નિશાનને શોધી તેના પર પ્રહાર કરવાની ક્ષમતા છે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ ભારતીય સેના માટે આનું નિર્માણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે પાંચ સંસ્થાઓને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કર્યા


- માનવીય સ્તંત્રતાને હાંસલ કરવાના વિચારો માટે ચાર વર્ષના પુરસ્કાર અપાય

હાલના સમયમાં પણ ગાંધીની સિસંગતતાને ઉજાગર કરતાં રાષ્ટ્રપતિએ આજે કહ્યું હતું કે ગાંધીજીના વિચારો થકી માનવીય સ્વતંત્રતા મેળવવાની ફિલોસોફીએ અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા.
વડા પ્રધાન મોદીની હાજરીમાં વર્ષ ૨૦૧૫.૨૦૧૬,૨૦૧૭ અને ૨૦૧૮ માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપતા તેમણે કહ્યું હતું કે  ગાંધીજી એક મહાન વિઝનરી હતા. 
વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી સાથે સંયુક્ત રીતે આક્ષયપાત્ર  ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલ તેમજ એકલ અભિયાન ટ્રસ્ટ તેમજ યોહેઇ સાસાકાવાને ગાંધી શાંતિ પુરસ્કાર અપાયો હતા. સંઘર્ષ માટે ગાંધી મોડેલ્સ અને ગાંધી વિચારોએ અનેક લોકોના જીવનમાં સિધ્ધીઓ અપાઇ હતી. આપણા સમયના અનેક લોકોને સિધ્ધીઓ મેળવવામાં મદદ કરી હતી.'
અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જૂનિ.થી દક્ષિણ આફ્રિકા નેલસન મંડેલા અને પોલેન્ડના લેચ વાલેચા સુધી અનેક મહાન લોકોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવી હતી અને તેમના વિચારોને અપનાવ્યા હતા. સમકાલીન માનવીય જીવનને સમજવામાં તેમના વિચારો ખૂબ જ ઉપયોગી બને છેએમ રાષ્ટ્રપતિ એ કહ્યું હતું.

Big Breaking News-

વાયુસેનાની એર સ્ટ્રાઇકઃ PoKમાં આતંકવાદી ઠેકાણાનો સફાયો કર્યો

 Image result for IAF air strikes across LoC LIVE

પુલવામા ખાતે આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર Pok ખાતે લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો છે. જોકે ભારત તરફથી પાકિસ્તાનના આરોપનો અધિકૃત જવાબ આપ્યો નથી.

બીજી બાજુ ઇન્ડિયન એરફોર્સના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબર ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 3:30 વાગ્યે 1000 કિલો વિસ્ફોટકને ટારગેટ પર દાગવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારત સરહદપાર જઇને આતંકવાદી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે. પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ જોરદાર પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.


48 વર્ષ બાદ ફરી એક વખત પાકિસ્તાન પર ત્રાટક્યા ભારતના વિમાનો


 
પુલવામા હુમલા બાદ મોદી સરકારે બદલો લેવા માટે આપેલી છૂટનો ઉપયોગ કરીને ભારતીય વાયુસેનાએ જબરદસ્ત કાર્યવાહી કરી છે.1971 બાદ પહેલી વખત એટલે કે 48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાન પર ત્રાટક્યા છે.
1971ના યુધ્ધમાં ભારતની વાયુસેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે પડવા માટે મજબૂર કરવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો.71માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનુ યુધ્ધ 14 દિવસ સુધી ચાલ્યુ હતુ.
આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને તે સમયના પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ)માં ઘૂસીને સંખ્યાબંધ વખત હવાઈ હુમલા કર્યા હતા.પાકિસ્તાની વાયુસેનાએ પોતાના સેંકડો વિમાનો પણ આ હુમલાઓમાં ગુમાવ્યા હતા.



પાકની 50 કિમી અંદર પખ્તૂન ખાં પ્રાંત સુધી ઘૂસ્યા હતા ભારતના વિમાનો

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાના 12 મિરાજ-200 વિમાનોએ પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર બોમ્બ વરસાવ્યા છે.
આ આખા ઓપરેશનની સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનની 50 કિમી અંદર ઘુસ્યા હતા.મળતી વિગતો પ્રમાણે ભારતીય વિમાનોએ પાક કબ્જા હેઠળ કાશ્મીરના મુઝ્ફફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો.
આ પૈકી બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પ્રાન્તમાં આવેલુ શહેર છે.જે એલઓસીથી લગભગ 50 કિમી અંદર છે.આ શહેરમાં આતંકવાદી કેમ્પને ટાર્ગેટ કરવાનો મતલબ છે કે ભારતે પાકિસ્તાનમાં ખરેખર અંદર ઘુસીને ફટકો માર્યો છે અને સાથે સાથે ભારતના કોઈ પણ હુમલાને પહોંચી વળવા તૈયાર છે તેવા પાકિસ્તાનના દાવાની હવા કાઢી નાંખી છે.


શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2019


ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી


ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને દિલ્હી-શ્રીનગર શ્રીનગર-દિલ્હી જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેકટરોમાં પણ હવાઈ યાત્રાના અધિકારની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.

આ નિર્ણયથી કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ A.S.I.રેન્કના આશરે સાત લાખ એંસી હજાર કર્મચારીઓને ફાયદો થશે જે અત્યાર સુધી આ સુવિધાના પાત્ર ન હતા. આમાં ડ્યૂટી સમયે યાત્રા અને રજા દરમિયાન કરવામાં આવતી યાત્રાનો સમાવેશ છે એટલે કે જમ્મુ-કાશ્મીર થી રજાઓ માટે ઘર જવા અને પરત આવવાની યાત્રાનો સમાવેશ થાય છે.

આ સુવિધા કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળને આપવામાં આવી રહેલી હવાઈ કુરિયર સેવાની ઉપરાંતની સુવિધા છે જેથી જવાનોના યાત્રાનો સમય ઘટી શકે. કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળની માટે હવાઈ કુરિયર સેવાને જમ્મુ-શ્રીનગર-જમ્મુ સેકટરની માટે મંજૂરી આપવામાં આવી હતી.

ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને ખુલ્લું મૂક્યું

ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સિમ્પોઝિયમને ખુલ્લું મૂકીને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત તકની ભૂમિ છે અને સાઉથ કોરિયા અમારો નેચરલ પાર્ટનર છે. ભારત અને સાઉથ કોરિયાના બિઝનેસ સંબંધ લાંબા સમયથી છે. જે છેલ્લા થોડાં વર્ષોમાં વધુ નજીક આવ્યા છે. 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સાઉથ કોરિયા આવ્યો હતો. જે ઇકોનોમિક ગ્રોથ માટે મારો રોલ મોડલ છે. તેમણે આંકડાકીય માહિતી આપતાં કહ્યું હતું કે ભારતમાં કોરિયાનું રોકાણ છ બિલિયન ડોલર છે. વર્ષ 2015 બાદ ભારતમાં હુન્ડાઈ સેમસંગ એલજી વિશ્વસનીય બ્રાન્ડ બની છે. અત્યાર સુધીમાં 600 કોરિયન કંપનીએ ભારતમાં રોકાણ કર્યું છે. અન્ય કંપનીઓને આવકારવા અમે આતુર છીએ. તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રીકલ વાહન બનાવવામાં સાઉથ કોરિયા અગ્રેસર છે. ભારતમાં ઇલેક્ટ્રીક વાહન માટે બહોળી તક રહેલી છે. જે માટે ભારત સરકાર સ્ટાર્ટ અપ ઇન્ડિયા સહિતની યોજનામાં સહયોગ આપે છે. આ સાથે જ ભારત-કોરિયા સ્ટાર્ટ અપ હબને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.  
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને જળવાયુ પરિવર્તન માનવતાની સામે આજે બે મોટા પડકાર છે. દક્ષિણ કોરિયાના સોલમાં આજે યોન સેઈ વિશ્વ વિદ્યાલય સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરતાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના જીવન દર્શન અંગે સિદ્ધાંતોમાં આ સમસ્યાઓનો ઉકેલ ઉપલબ્ધ છે.
આ અવસર પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનએ કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જયંતિ કોરિયાના અહિંસક સ્વતંત્રતા સંગ્રામની 100મી જયંતિની સાથે ઉજવવામાં આવશે. યોનસેઈ વિશ્વ વિદ્યાલય આ સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્ર હતું. સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ સચિવ બાન કી મૂનએ આ અવસરે પોતાના સંબોધનમાં વિશ્વ શાંતિ જળવાયુ પરિવર્તન અને માનવ અધિકારોના સમર્થનમા પ્રધાનમંત્રીના પ્રયાસોની સરાહના કરી હતી.
ભારતે પાણી દેખાડયું : પાકિસ્તાનને અપાતું પાણી બંધ કર્યું
 Image result for sindhu,jhelum river
- ભારતની ત્રણ નદી સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી કાશ્મીર અને પંજાબ તરફ વળાશે
- એક વિશેષ પ્રોજેક્ટની મદદથી પાક. જતી ત્રણેય નદીનું પાણી યમુના નદી તરફ વાળવામાં આવશે : કેન્દ્રીય પ્રધાન
 Image result for sindhu,jhelum river
કેન્દ્રના આ પગલાથી પંજાબ અને કાશ્મીરમાં કૃષિ ક્ષેત્રે મોટો ફાયદો થશે 
હાલ કાશ્મીરમાં આ માટે એક ડેમ રાવી નદી પર તૈયાર થઇ રહ્યો છે, ટૂંક સમયમાં કામ પુરું થઇ જશે તેવો દાવો 

પુલવામા હુમલા બાદ બદલો લેવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સરકારે અગાઉ પાકિસ્તાની વસ્તુઓની આયાત પર ૨૦૦ ટકા ડયુટી નાખી હતી ત્યારે હવે પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણને બદલવાની તૈયારી કરી લીધી છે.
ઘણા સમયથી માગ થઇ રહી છે કે પાકિસ્તાન તરફ જતું પાણી રોકીને તેને ભારતમાં ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની ત્રણેય નદીઓનું વહેણ પાકિસ્તાન તરફ જતુ અટકાવવા માટે તેને ભારત તરફ વાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 
નીતીન ગડકરી બાગપતમાં યમુનાના વોટર ટ્રીટમેંટ પ્લાંટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી યમુનામાં લાવવામાં આવશે. જેના માટે ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે દિલ્હી-આગરાથી ઇટાવા સુધી જળમાર્ગ ડીપીઆર તૈયાર થઇ ચુક્યુ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત બાગપાતમાં રિવર પોર્ટ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે બન્ને દેશોને યોગ્ય ભાગમાં પાણી મળી રહે તેના પર ધ્યાન અપાયું હતું, જે બાદ ભારતમાંથી વહેતી ત્રણેય નદીઓનું પાણી પાકિસ્તાન જઇ રહ્યું છે. હવે આ ત્રણેય નદીનું પાણી વાળીને યમૂના નદીમાં ઠાલવવામાં આવશે. જેને પગલે યમુના નદીનું પાણી વધી જશે અને તેનાથી દેશને વધુ પાણી મળતા ઘણો ફાયદો થશે. 
હાલના આયોજન મુજબ પાકિસ્તાન જતું આ પાણી જમ્મુ કાશ્મીર અને પંજાબમાં વાળવામાં આવશે તેમ ગડકરીએ જણાવ્યું હતું. જોકે અગાઉ પણ ઉરી હુમલા બાદ સરકારે આ જ પ્રકારના પગલા લેવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત કાશ્મીરમાં કેટલાક ડેમ પ્રોજેક્ટના ઉદઘાટન પણ કરવામાં આવ્યા છે, જેનું કામ ચાલી રહ્યું છે. ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ પાણીને વાળવા માટેના ડેમને બનાવવાનું કામકાજ શરુ થઇ ગયું છે. આ ડેમ હાલ રવી નદી પર શાહપુર અને કાંડીમાં તૈયાર કરવામા આવી રહ્યા છે.

ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

ભારત-સાઉદી અરબ વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર

આતંકવાદ સામેની જંગમાં સાઉદી ભારતની સાથે-પ્રિન્સ સલમાન
બે દિવસની ભારત યાત્રાએ આવેલા ,સાઉદી અરબના યુવરાજ /મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ /અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે, દ્રિપક્ષીય ચર્ચા બાદ પર્યટન અને આવાસ સહિત ,વિભિન્ન ક્ષેત્રોમાં ,પાંચ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ ,કે ભારત અને સાઉદી અરબ વચ્ચે ,સૈકા જુના ઐતિહાસિક, સામાજીક અને આર્થીક સંબધો છે. સાઉદી અરબ ,ભારત દેશનો ,મહત્વપુર્ણ સામરીક ભાગીદાર છે. વધુમા તેમણે જણાવ્યુ હતુ ,કે ભારત અને સાઉદી અરબ રક્ષા ક્ષેત્રે પરસ્પરસહયોગને ,વધું ઘનિષ્ઠ બનાવવા ઈચ્છે છે. અને આર્થીક સંબધો વધુ સારા બનાવવા ઈચ્છે છે.તો સાઉદી અરબના યુવરાજે જણાવ્યુ હતુ, કે ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબધોને ,વધું ગાઢ બનાવવા ,અને આગળ વધારવા ,બંને દેશો ઈચ્છુક છે.

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની ભારત યાત્રા મુદ્દે જાણકારી આપવા વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમા ભારત અને સાઉદી અરબ વચ્ચે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ભારત દેશમાં 100 બિલિયન અમેરીકી ડોલરના રોકાણ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.સાથે બંને દેશોએ પુલવામાં આતંકવાદી હુમલાને શબ્દોમાં વખોડ્યો હતો.આ સાથે જ સાયબર સુરક્ષા ,સમુદ્રી સુરક્ષા, તેમજ પશ્ચિમ એશીયામાં શાતિ અને સ્થિરતા માટે આંતરીક ભાગીદારી વધારવા પર વાતચીત થઈ હતી

પ્રધાનમંત્રી બે દિવસીય દક્ષિણ કોરિયાની મુલાકાતે પહોચ્યા

ભારત-દ.કોરિયા વચ્ચે યોજાશે દ્વીપક્ષીય મંત્રણા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,દક્ષિણ કોરિયાની ,બે દિવસની મુલાકાતે સોલ પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન ,પ્રધાનમંત્રી મોદી ,દક્ષિણ કોરિયાના ,રાષ્ટ્રપત મુન-જે-ઇન સાથે ,સમાન મુદ્દા સહિત ,દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ફલક ઉપર ,ચર્ચા કરશે. પ્રધાનમંત્રી ,ભારત કોરિયા સંસદીય મિત્ર સમૂહના લોકો સાથે ,મુલાકાત કરશે. જ્યાં ,તેઓ કિમહાય શહેરના મેયરને ,પવિત્ર બોધી વૃક્ષની ,ભેટ આપશે. પીએમ મોદી ,યોનસેન યુનિવર્સિટીમાં ,મહાત્મા ગાંધીની પ્રતિમાનું ,અનાવરણ કરશે. આ દરમિયાન ,પ્રધાનમંત્રીને સિઓલ શાંતિ સન્માન ,પ્રદાન કરવામાં આવશે


આજે વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000 થી વધુ
આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે.ત્યારે ટ્વીટર પર હેશટેગ ઈન્ટરનેશનલ મધર લેન્ગ્વેઝ ડે ટ્રે્ન્ડ કરી રહ્યો છે.વિશ્વમાં ભાષા અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ વિવિધ માતૃભાષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 21 ફેબ્રુઆરી 1999ના દિવસને યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો.
યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.જે પૈકી 90 ટકા ભાષાઓને બોલનારની સંખ્યા 1 લાખથી ઓછી છે. લગભગ 150 થી 200 ભાષાઓ એવી છે કે જેને 10 લાખથી વધુ લોકો બોલે છે.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી , અરબી પંજાબી મેંડારિન , હિન્દી અને સ્પેનિશ છે. ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે.હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે.પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.) 2010 માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. જ્યારે રાજ્ય સંચાલિત ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં પ્રોગ્રામ્સનું પ્રસારણ કરે છે..ભારતની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

લૉકહિડ માર્ટિને ભારત માટે જ ખાસ બનેલું ફાઈટર વિમાન એફ-21 રજૂ કર્યું

- ભારતમાંથી ૧૫ અબજ ડૉલરનો ઑર્ડર મેળવવા અમેરિકી કંપનીનો પ્રયાસ

- એક સમયે રફાલ સાથે લૉકહિડ માર્ટિન પણ વિમાન વેચવાની સ્પર્ધામાં હતી

ભારત તૈયાર થાય તો ભારતમાં જ ઉત્પાદન કરવા કંપનીની તૈયારી

અમેરિકી એરોસ્પેસ કંપની લૉકહિડ માર્ટિને આજે ભારત માટે ખાસ તૈયાર કરેલું ફાઈટર વિમાન એફ-૨૧ રજૂ કર્યું હતું. બેંગાલુરુ પાસે ચાલી રહેલા એરો ઈન્ડિયા શૉ દરમિયાન આ વિમાન રજૂ કરવામાં આવ્યુ હતુ. કંપનીએ આ વિમાન ભારતમાં જ ઉત્પાદિત થાય એ માટે તૈયારી પણ દર્શાવી છે.
ભારતે આમ તો ફ્રાન્સના રફાલ વિમાનો ખરીદવાનું મન બનાવી લીધું છે અને એ સોદો એક પછી એક સ્ટેજ વટાવતો આગળ વધી રહ્યો છે. પરંતુ કોઈ તબક્કે ભારતને પુન:વિચાર કરવાનું મન થાય તો આ અમેરિકી કંપનીએ વિકલ્પ આપ્યો છે.
હકીકત એવી છે કે વર્ષો પહેલા જ્યારે ભારતે સવાસો ફાઈટર વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૃ કરી ત્યારે કુલ પાંચ ફાઈટર વિમાન સ્પર્ધામાં હતા. આ પાંચ વિમાનમાં ફ્રાન્સની કંપની દસોલનું રફાલ વિમાન, અમેરિકી કંપની લૉકહિડ માર્ટિનનું એફ-૧૬, બોઈંગનું એફ-એ-૧૮, સ્વીડિશ કંપની સાબનનું ગ્રીપેન અને યુરોફાઈટર કંપનીનું ટાયફૂન ફાઈટર જેટનો સમાવેશ થાય છે. ટેન્ડરિંગની પ્રક્રિયા આગળ વધી એમાં છેવટે ઑર્ડર રફાલને મળ્યો છે.
રફાલનો સોદો અત્યારે થોડો વિવાદમાં છે. ભારતે અત્યારે અંદાજે ૧૫ અબજ ડૉલરના ફાઈટર વિમાનનો ઑર્ડર આપવાનો છે. જો રફાલનો સોદો છેલ્લી ઘડીએ કોઈ કારણોસર અટકે તો પછી ખરીદી શકાય એટલા માટે લૉકહિડે પોતાનું વિમાન એફ-૨૧ રજૂ કર્યું છે. લૉકહિડે આ વિમાન ભારતમાં જ તૈયાર કરી શકાય તેની તૈયારી પણ દર્શાવી છે. 
લૉકહિડ માર્ટિનના ભારત સ્થિત અધિકારી વિવેક લાલે જણાવ્યુ હતુ કે આ વિમાન આધુનિક છે અને તેમાં પાંચમી પેઢીની ટેકનોલોજીનો સંગમ થયો છે. અગાઉ પણ લૉકહિડે જો ભારત ઑર્ડર આપે તો વિમાનનું ઉત્પાદન ભારતમાં કરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ સરકાર તરફથી સકારાત્મક જવાબ મળ્યો ન હતો.  કંપનીના કહેવા પ્રમાણે પાંચમી પેઢીના બે વિમાન એફ-૨૨ અને એફ-૩૫ની કેટલીક ટેકનોલોજી પણ આ વિમાનમાં વપરાઈ છે.
બલ્ગેરિયાની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલને ગોલ્ડ મેડલ
 
- 'મારો આ ગોલ્ડ મેડલ પુલવામાના શહીદોને અર્પણ કરું છું'
- ૨૩ વર્ષનો અમિત આર્મીમાં નાઈબ સુબેદાર છે

બલ્ગેરિયામાં યોજાયેલી પ્રતિષ્ઠિત સ્ટ્રાન્દ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલે ૪૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ૨૩ વર્ષના અમિતે તેનો આ મેડલ તાજેતરમાં પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કર્યો હતો. અમિત ખુદ આર્મીમાં નાઈબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. 
સુવર્ણ સફળતા મેળવ્યા બાદ ભાવુક બનેલા અમિત પંઘાલે કહ્યું કે, હું મારો આ ગોલ્ડ મેડલ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કરું છું. હું પોતે પણ આર્મીથી આવું છું અને એટલે જ મને આ ઘટનાને કારણે વધુ દુઃખ થયું. હું અહીં ગોલ્ડ મેડલ જીતીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા ઈચ્છતો હતો અને દરેક મુકાબલામાં મેં જાન રેડી દીધી હતી. 
એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બનેલા અમિતે યુરોપીયન બોક્સિંગમાં પ્રતિષ્ઠિત મનાતી ટુર્નામેન્ટમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ૪૯ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં અમિતનો મુકાબલો કઝાકિસ્તાનના તેમિર્તાસ ઝ્હુસુપ્પોવ સામે થયો હતો. જેમાં તેણે લડાયક દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી.
અમિતે ઊમેર્યું કે, આ તેનો ૪૯ કિગ્રાની કેટેગરીનો અંતિમ મુકાબલો હતો. હવે તે ૫૨ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેવાની શરૃ કરવા જઈ રહ્યો છે.તેણે કહ્યુ કે, ઓલિમ્પિકમાં ૪૯ કિગ્રાની કેટેગરી નથી આ માટે માટે વજનવર્ગ બદલવું પડયું છે.