આજે વિશ્વ
માતૃભાષા દિવસ
વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000
થી વધુ
આજે વિશ્વ માતૃભાષા
દિવસની ઉજવણી થઈ રહી છે.ત્યારે ટ્વીટર પર હેશટેગ ઈન્ટરનેશનલ મધર લેન્ગ્વેઝ ડે
ટ્રે્ન્ડ કરી રહ્યો છે.વિશ્વમાં ભાષા અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને
પ્રોત્સાહન આપવા તેમજ વિવિધ માતૃભાષાઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી 21 ફેબ્રુઆરી 1999ના દિવસને
યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કર્યો હતો.
યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં
બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.જે પૈકી 90 ટકા ભાષાઓને
બોલનારની સંખ્યા 1 લાખથી ઓછી છે. લગભગ 150 થી 200 ભાષાઓ એવી છે
કે જેને 10 લાખથી વધુ લોકો બોલે છે.વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં
જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી , અરબી પંજાબી
મેંડારિન , હિન્દી અને સ્પેનિશ છે. ભારતમાં વર્ષ 1961ની વસ્તી
ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે.હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો
પ્રાદેશિક આધાર અલગ અલગ છે.પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.) 2010 માં 780 ભારતીય ભાષાઓ
ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી
છે આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. જ્યારે
રાજ્ય સંચાલિત ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં પ્રોગ્રામ્સનું પ્રસારણ કરે
છે..ભારતની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો