નમો એપ્લિકેશનની મદદથી મોદીએ લાભાર્થીઓને
સંબોધ્યા
- ૩.૫ લાખ ગામડાઓમાં હવે દરેક પરીવાર
પાસે શૌચાલય હોવાનો મોદીનો દાવો
- દરેક નાગરીકને સસ્તી સ્વાસ્થ્ય સેવા
આપવા માટે સરકાર કટીબદ્ધ, સેનિટેશન કવરેજ ૮૦ ટકા થયું : મોદી
વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ નમો એપ્લિકેશનની મદદથી સરકારની વીવીધ યોજનાઓના લાભાર્થીઓને
સંબોધ્યા હતા. આ લાભાર્થીઓમાં પ્રધાન મંત્રી જન ઔષધી યોજનાનો પણ સમાવેશ થાય છે.
૨૧મી જુનના
આંતરરાષ્ટ્રીય યોગા દિન પહેલા મોદીએ જનતાને અપીલ કરી હતી કે આ યોગ દિવસમાં દરેક
લોકોએ ભાગ લેવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણને નમો એપ્લિકેશનની મદદથી
લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું.
દરમિયાન મોદીએ
દાવો કર્યો હતો કે અમારુ લક્ષ્ય ૨૦૨૫ સુધીમાં ટીબીને આ દેશમાંથી ખતમ કરવાનું છે.
વિશ્વએ જે ડેડલાઇન તૈયાર કરી છે તેના પાંચ વર્ષ પહેલા ભારત આ લક્ષ હાસલ કરી લેશે
તેમ મોદીએ જણાવ્યું હતું. અને સ્વચ્છ ભારત મિશન આ માટે ઘણુ યોગદાન આપી રહ્યુ છે.
વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી ભારતીય જનઔષધી પરીયોજના ગરીબોને
સસ્તી દવા મળી રહે તે હેતુથી લોંચ કરવામાં આવી છે. અને હજારો લોકો તેનો લાભ લઇ
રહ્યા છે. ગરીબો માટે દવા મળી રહેવી અતી જરુરી હોય છે.
મોદીએ આ
દરમિયાન આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ વિષે પણ વાત કરી હતી, તેઓએ દાવો કર્યો હતો કે આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ અંતર્ગત ૧૦ કરોડ
પરિવારને અને ૫૦ કરોડ લોકોને પાંચ લાખ રૃપિયાનો સ્વાસ્થ્ય વિમો આપવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો