શુક્રવાર, 8 જૂન, 2018

સ્વદેશી તોપ 'ધનુષ'નું સફળ પરિક્ષણ, સેનામાં સામેલ થવા તૈયાર


Image result for dhanush tank of india

- ૩૮ કિમી સુધી ત્રાટકવાની ક્ષમતા

- બે જૂનથી રાજસ્થાનના પોખરણમાં 'ધનુષ'નું ચાલી રહેલું પરિક્ષણ

તા. ૮ જૂન 2018, શુક્રવાર ભારતમાં નિર્મિત પ્રથમ લાંબા અંતરની તોપ 'ધનુષ'  નું પોખરણમાં કરવામાં આવેલુ અંતિમ પરિક્ષણ સફળ રહ્યું છે. આ સાથે જ આ તોપ સેનામાં સામેલ થવા માટે તૈયાર છે તેમ સેનાના અધિકારીઓએ જણાવ્યું છે.
બેથી છ જૂન દરમિયાન છ ધનુષ તોપમાંથી ૫૦ રાઉન્ડ શેલ છોડવામાં આવ્યા હતાં તેમ ગન કેરેજ ફેક્ટરી(જીસીઅએફ)ના સિનિયર જનરલ મેનેજર એસ કે સિંહે જણાવ્યું છે.
ધનુષને દેશી બોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સાત જૂને છ તોપમાંથી સફળતાપૂવર્ક ૧૦૧ રાઉન્ડ શેલ નિર્ધારિત લક્ષ્યાંક પર સફળતાપૂર્વક છોડવામાં આવ્યા હતાં.
ઓક્ટોબર, ૨૦૧૧માં જીસીએફને ધનુષ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. ૨૦૧૪માં પ્રથમ પ્રોટોટાઇપનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ તોપે સિક્કિમ અને લેહ જેવી તીવ્ર ઠંડી અને રાજસ્થાનના પોખરણ જેવી અસહ્ય ગરમીમાં પણ સફળતાપૂર્વક કામગીરી કરી બતાવી છે.
આ તોપની ત્રાટકવાની ક્ષમતા ૩૮ કિમી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૨ ધનુષ તોપ સેનાને સોપવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો