ઈસરોની ઈચ્છા મહિલાને અવકાશમાં મોકલવાની છે, જાણો ક્યારે લોન્ચ થશે ગગનયાન મિશન
ભારતની અવકાશી
સંસ્થા ઈસરો દ્વારા ભારતના પહેલા સમાનવ અવકાશી મિશન ગગનયાન માટે જોર શોરથી તૈયારીઓ
શરુ કરી દેવાઈ છે.ઈસરોની ઈચ્છા આ ઐતહાસિક મિશનમાં મહિલાને અવકાશમાં મોકલવાની છે.
ઈસરોના પ્રમુખ
કે સિવાને કહ્યુ હતુ કે ઈસરોએ આ વર્ષે 2 જીએસએલી અને એમકે 3 લોન્ચ કર્યા છે.આ સિવાય સૌથી
ભારે સેટલાઈટ જીસેટ 11 પણ લોન્ચ કરાયો છે.ઈસરો પાસે હાલમાં 158
પ્રોજેક્ટ છે.જેમાંથી 94 પુરા થઈ ગયા છે.જમ્મુ
યુનિવર્સિટીમાં સાયન્સ સેન્ટરની પણ સ્થાપના કરાઈ છે.
કે.સિવાને
કહ્યુ હતુ કે ઈસરો માટે 30000 કરોડ રુપિયા
મંજૂર કરાયા છે,જેમાંથી 10000 કરોડ
રુપિયા તો ગગનયાન મિશન માટે છે.જે આગામી વર્ષોમાં ખર્ચાશે.આ સિવાય ઈસરોએ આ વર્ષે 20000
લોકોને રોજગારી આપી છે.
ઈસરો ચીફે
કહ્યુ હતુ કે ગગનયાન મિશનમાં માનવીય અને એન્જિનિયરિંગ એમ બે પાસાની પરીક્ષા થશે.આ
મિશન માટે એક નવુ સેન્ટર પણ બનાવાયુ છે.2020માં પહેલુ મિશન અને 2021માં બીજા મિશનની તૈયારી પુરી
થશે.એ પછી ડિસેમ્બર 2021માં ગગનયાન મિશન હાથ ધરાશે.આગામી
વર્ષ માટે પ્લાન થયેલા 32 મિશન પૈકીના 14 લો્ન્ચ વ્હિકલ સાથે જોડાયેલા છે.
તેમના મતે ગગનયાન
માટે ભારતમાં થનારી ટ્રેનિંગ પુરી થઈ ગઈ છે.સંભવિત અવકાશયાત્રીઓને વધુ તાલીમ માટે
રશિયા મોકલી શકાય છે.ઈસરો ઈચ્છે છે કે આ મિશન માટે કોઈ ભારતીય મહિલાને મોકલવામાં
આવે.જોકે તે ટ્રેનિંગ પર નિર્ભર કરે છે. હાલમાં તો મહિલા અને પુરષ એમ બંનેને તાલીમ
આપવામાં આવી રહી છે.