શનિવાર, 12 જાન્યુઆરી, 2019

પક્ષીઓ માટે કરુણા અભિયાનનો અમદાવાદમાં પ્રારંભ


ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા પક્ષીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન ની શરૂઆત કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે અમદાવાદ થી રાજ્ય વ્યાપી કરૂણા અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો.

10 થી 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાન નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ માં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે પક્ષીઓની પણ માણસ જેટલી જ ચિંતા કરી કાળજી લે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ અબોલા પક્ષીઓ નાં જીવ બચાવી અહિંસક અને કરૂણા સભર ગુજરાત બનાવવા ની નેમ પણ વ્યક્ત કરી હતી. વધુ માં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કરૂણા અભિયાન દ્વારા છેલ્લા બે વર્ષ માં 40 હજાર જેટલા પક્ષીઓ ને બચાવી શકાયા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો