World Aids Day – 1 December
શનિવાર, 1 ડિસેમ્બર, 2018
ભારતને મિરાઝ-2000 ફાઇટર પ્લેન ગિફ્ટ કરશે ફ્રાંસ...
ફાંસ સાથેની રાફેલ ડીલને લઇને ભારતની રાજનીતિમાં ઘમાસાણ
ચાલી રહ્યું છે અને રાફેલ ડીલ પર ભલે સરકાર પર આરોપ લાગતા રહે પરંતુ કેન્દ્ર
પોતાના નિર્ણય પર અડગ છે ત્યારે આ વચ્ચે રાફેલ ફાઇટર પ્લેન બનાવતી દસોલ્ટ કંપની
ભારતને મિરાજ-2000 ફાઇટર પ્લેન ગિફ્ટમાં આપી રહી છે. આ વિમાન દસોલ્ટ દ્વારા જ
બનાવવામાં આવ્યા છે.
મિરાઝ-2000 તે જ વિમાન છે જેણે કારગિલ યુદ્ધ
દરમિયાન પોતાની ક્ષમતા સિદ્ધ કરી હતી. આ વિમાનની તપાસ માટે સ્ક્વાડ્રન લીડરના
નેતૃત્વમાં એરફોર્સની એક ટીમ ફ્રાંસ જશે અને મિરાઝ-2000નું નિરીક્ષણ કરશે. જે બાદ આ ટીમ પોતાનો રિપોર્ટ સોંપશે કે
શું આ વિમાનને લેવા જોઇએ કે નહી? કારણે તેના સ્પેયર પાર્ટ્સ પણ
ભવિષ્યમાં કામ આવી શકે છે.
દસોલ્ટે હાલ આ વિમાનોને બનાવવાનું બંધ કરી દીધું છે અને
ભારત હજૂ પણ મિરાઝ એરક્રાફ્ટનો ઊપયોગ કરી રહ્યું છે. આ વિશે એરફોર્સની ટીમનો
રિપોર્ટ મળ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. ભારત પાસે હાલ 50થી વધારે મિરાઝ ફાઇટર પ્લેન છે. આ સિવાય ફ્રાંસ ભારતને 32 સેકેન્ડ હેન્ડ જેગુઆર વિમાન આપી રહ્યું છે. ભલે આ જેગુઆર
વિમાન જુના હોય પરંતુ ભારતીય વાયુ સેના માટે ઘણો ફાયદાકારક સાબિત થશે.
PM મોદીએ યૂરોપીય સંઘના નેતાઓ સાથે કરી મુલાકાત, આતંકવાદ પર ચર્ચા કરી
PM મોદીએ શનિવારે આર્જેન્ટિનાના બ્યુનોસ
એરેસમાં યૂરોપીય સંઘના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્ક, યૂરોપીય આયોગના અધ્યક્ષ જીન ક્લાઉડ
જુંકર અને એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરી. આ દરમિયાન PMએ આતંકવાદ
સાથે લડવા માટે સંયુક્ત પ્રયાસ ભારત યૂરોપીય સંઘની વચ્ચે સંબધોને મજબૂત કરવા માટે
પદ્ધતિઓ પર ચર્ચા કરી.
યૂરોપીય સંઘના
નેતાઓની સાથે PM મોદીની બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે
ટ્વીટ કરીને કહ્યું કે PM મોદીએ જી-20 શિખર
સમ્મેલનથી જીન ક્લાઉડ જુંકર અને ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી. ચર્ચા બધા
પ્રકારના આતંકવાદ સામે લડવા માટે સંયુક્ત પ્રયાસ સહિત ભારત યૂરોપીય સંઘના સંબધોને
મજબૂત કરવા પર કેન્દ્રિત રહી.
PM મોદીની મર્કેલ સાથે મુલાકાત બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ
ટ્વીટ કરીને કહ્યું કે રાજદ્વારી ભાગીદારી મજબૂત થઈ રહી છે. PM મોદી અને
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે જી-20 શિખર સમ્મેલનથી અન્ય મુલાકાત કરી.
નેતાઓએ ઝડપી બદલાઈ રહેલી દુનિયામાં બહુપક્ષવાદની મહત્તા અને આતંકવાદની સામે
લડાઈમાં સહયોગ મજબૂત કરવાની આવશ્યકતા પર વિચારા રજૂ કર્યા. જણાવી દઈ કે PM મોદીએ જી-20 શિખર
સમ્મેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિનામાં છે.
ભારતને મિરાઝ-2000 ફાઇટર પ્લેન ગિફ્ટ કરશે ફ્રાંસ
ફાંસ સાથેની રાફેલ ડીલને લઇને ભારતની રાજનીતિમાં ઘમાસાણ
ચાલી રહ્યું છે અને રાફેલ ડીલ પર ભલે સરકાર પર આરોપ લાગતા રહે પરંતુ કેન્દ્ર
પોતાના નિર્ણય પર અડગ છે ત્યારે આ વચ્ચે રાફેલ ફાઇટર પ્લેન બનાવતી દસોલ્ટ કંપની
ભારતને મિરાજ-2000 ફાઇટર પ્લેન ગિફ્ટમાં આપી રહી છે. આ વિમાન દસોલ્ટ દ્વારા જ
બનાવવામાં આવ્યા છે.
મિરાઝ-2000 તે જ વિમાન છે જેણે કારગિલ યુદ્ધ
દરમિયાન પોતાની ક્ષમતા સિદ્ધ કરી હતી. આ વિમાનની તપાસ માટે સ્ક્વાડ્રન લીડરના
નેતૃત્વમાં એરફોર્સની એક ટીમ ફ્રાંસ જશે અને મિરાઝ-2000નું નિરીક્ષણ કરશે. જે બાદ આ ટીમ પોતાનો રિપોર્ટ સોંપશે કે
શું આ વિમાનને લેવા જોઇએ કે નહી? કારણે તેના સ્પેયર પાર્ટ્સ પણ
ભવિષ્યમાં કામ આવી શકે છે.
દસોલ્ટે હાલ આ વિમાનોને બનાવવાનું બંધ કરી દીધું છે અને
ભારત હજૂ પણ મિરાઝ એરક્રાફ્ટનો ઊપયોગ કરી રહ્યું છે. આ વિશે એરફોર્સની ટીમનો
રિપોર્ટ મળ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. ભારત પાસે હાલ 50થી વધારે મિરાઝ ફાઇટર પ્લેન છે. આ સિવાય ફ્રાંસ ભારતને 32 સેકેન્ડ હેન્ડ જેગુઆર વિમાન આપી રહ્યું છે. ભલે આ જેગુઆર
વિમાન જુના હોય પરંતુ ભારતીય વાયુ સેના માટે ઘણો ફાયદાકારક સાબિત થશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)