Date : 24/03/2017
આજે વલ્ડૅ ટીબી (ક્ષય) ડે : ૨૪ માર્ચ
રાજરોગ ગણાતા ટીબીની પહેલી વખત ઓળખ થઈ
૨૪ માર્ચ ૧૮૮૨ ના દિવસે ટીબીની પહેલી વખત ઓળખ થઈ હતી. ટીબીની શોધ કરનાર વિજ્ઞાનનીને
પાછળથી નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ટીબીનો ઈતિહાસ જૂનો છે અને તેને અલગ અલગ સમયે અલગ
અલગ નામોથી ઓળખવામાં આવતો હતો. જર્મન વિજ્ઞાની રોબર્ટ કોખે ૧૮૮૨માં ૨૪ માર્ચે ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા
માઇક્રોબેક્ટેરિયમ ટ્યૂબરક્યૂક્લોસિસની જાણકારી આપી હતી. એ શોધ માટે તેમને ૧૯૦૫
માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પહેલાં ૧૭૨૦માં વિજ્ઞાની બેન્જામિન માર્ટેન દ્વારા
શોધાયેલા સિદ્ધાંત અનુસાર ટીબી માટે એ સૂક્ષ્મ જીવોને જવાબદાર લેખવામાં આવ્યા હતા. જે હવામાં દર્દી સુધી
પહોંચે છે.ટીબીને રોકવા માટે બીસીજીની
રસીનો ઉપયોગ થાય છે.