શનિવાર, 28 જુલાઈ, 2018


વિશ્વ હિપેટાઇટીસ દિવસ


વિશ્વ હિપેટાઇટીસ ડે દર વર્ષે 28 જુલાઈએ વૈશ્વિક જાગૃતિ વધારવા માટે ઉજવાય છે. હિપેટાઇટીસ ચેપી રોગો છે.હિપેટાઇટિસ રસી શોધનાર બારુક બ્લમર્ગ નો જન્મ 1925 માં થયો હતો.

આ રોગ ના પ્રકાર :  A,B,C D, અને E  છે. 

હીપેટાઇટિસ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે, તીવ્ર અને ક્રોનિક રોગને કારણે અને દર વર્ષે 1.4 

મિલિયન લોકો મૃત્યુ થાય છે.


વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day)

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 28 મી જુલાઈના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. પ્રવર્તમાન સંદર્ભમાં સજીવ અને વનસ્પતિની ઘણી પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. તેનો હેતુ લુપ્ત જીવો અને વનસ્પતિઓનું રક્ષણ કરવા માટે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.


વન મહોત્સવ-ગુજરાત

Image result for 69 van mahotsav gujarat

v  69મા વન મહોત્સવ ની ઉજવણી – 2018
રક્ષક વનલોકાર્પણ કાર્યક્રમ( 27 જુલાઈ 2018 ,રૂદ્રમાતા ડેમસાઈટ , તાલુકો : ભુજ ,જિલ્લો કચ્છ)

v  8 મહાનગરપાલિકાઓ , ૩૩ જીલ્લાઓ ,241 તાલુકાઓ તથા 4500 ગામોમાં જનભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી- રાજ્યમાં કુલ 9. 77 કરોડ રોપાનું વાવેતર

v  જળસંચય અભિયાન અંતર્ગત નદીકાંઠાઓ ઉપર 850થી વધુ સ્થળોએ 40 લાખ રોપા વાવેતરની કામગીરી

v  ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લાદીઠ એક,કુલ ૩૩ વૃક્ષ રથડોર ટુ ડોર રોપ વિતરણ

v  છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તાર બહારના વૃક્ષોમાં 11000 હેક્ટરનો વધારો: વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યા વર્ષ 2004 માં 25.1 કરોડથી વધી વર્ષ 2017માં થઈ 34.35 કરોડ

v  છેલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તારમાં 9700 હેકટરનો વધારો

v  દરિયાકિનારાના રક્ષક એવા ચેરના વનોના સતત વધારો ધરાવતું એકમાત્ર રાજ્ય


મિશન વિદ્યા

Image result for MISSION VIDHYA gujarat

 પાયાના શિક્ષણને મજબૂત કરી, શિક્ષણના સ્તરને સુધારવાની અનોખી પહેલ!

v  ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના પ્રવેશદરમાં પાછલા ઘણા દાયકાઓની તુલનામાં ખુબજ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. આ વર્ષે પણ જે બાળકોનું પરિણામ વાંચન , લેખન અને ગણનમાં નબળું જાણવા મળેલ છે.તે તમામ બાળકો માટે શ્રી વિજયભાઈ રૂપાણી સરકારએ શરૂ કર્યું છે રાજ્યવ્યાપી મિશન વિદ્યા

v  મિશન વિદ્યા હેઠળ 26 જુલાઈ થી 31 ઓગસ્ટ 2018 સુધી સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 6 થી 8 ના બાળકોને આપવામાં આવશે. વિશેષ કોચિંગ.