બુધવાર, 13 ફેબ્રુઆરી, 2019

'મેરા પરિવાર ભાજપ પરિવાર' અભિયાન

Image result for mera parivar bhajpa parivar
લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવા માટે ભાજપે કમર કસી છે. 'મેરા પરિવાર ભાજપ પરિવાર' અભિયાનનો પ્રારંભ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જિતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અમદાવાદમાં કર્યો હતો. 
Image result for mera parivar bhajpa parivar
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થશે. તેમણે મહાગઠબંધનને તેના નેતા જાહેર કરવા પડકાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આવનાર ચૂંટણી કાર્યકર્તાઓ માટે પરિશ્રમની પરાકાષ્ઠા હશે. તેમણે કાર્યકર્તાઓને પુનઃ બહુમત સાથે મોદી સરકારને જિતાડવા આહ્વાન કર્યું હતું. 
'મેરા પરિવાર ભાજપ પરિવાર' રાષ્ટ્રવ્યાપી અભિયાનનું લૉન્ચિંગ કરાવી અમિતભાઈ શાહ આજે બપોરે પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન ગોધરામાં યોજાવાનું છે તેમાં હાજરી આપશે. દેશભરના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવા આવા ઘણા બધાં ક્લસ્ટર સંમેલનો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સંબોધવાના છે.
આજે છે વિશ્વ રેડિયો દિવસ

આ વર્ષની થીમ છે સંવાદ, સહિષ્ણુતા અને શાંતિ
આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો..રેડિયો વિશ્વમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું માધ્યમ છે. અને તે શક્તિશાળી અને સસ્તું પણ છે. અને તેથી જ તો રેડિયોનો અવાજ કરોડો લોકો સુધી પહોંચે છે.

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓરિસ્સાના દરિયાકિનારે રેડિયો દિવસ નિમિત્તે સુંદર રેતચિત્ર બનાવ્યુ છે..જેને ટ્વીટર પર ખૂબ લાઈક મળી રહ્યા છે..વર્ષ 1946માં આજના દિવસે રેડિયોની શરૂઆત થઈ હતી..આજે વિશ્વની 95 ટકા જનસંખ્યા સુધી પહોંચ ધરાવે છે..વિશ્વના કોઈ પણ ખૂણે રહેલા સમુદાયો સુધી ઓછા ખર્ચ દ્વારા સંચારનું સૌથી સુલભ માધ્યમ એ રેડિયો છે.
 


હરિયાણાના ભાડસા ખાતે PM મોદીએ નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટને કર્યું રાષ્ટ્રાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતે સ્વચ્છ શક્તિ-2019 કાર્યક્રમમા ભાગ લીધો હતો. સ્ત્રી સશક્તિકરણ મુદ્દે આયોજીત સંમેલનમાં દેશભરમાંથી આવેલા મહિલા સરપંચોનું સન્માન કર્યું હતું. 
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ હરિયાણાને કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ પણ આપી હતી. તેમણે ઝજ્જર જિલ્લામાં બાડસા ગામે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે ફરીદાબાદ સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમની મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પંચકુલા ખાતે ઉભા થનારા ,રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન ની, આધાર શિલા ,પણ મુકી હતી. કુરૂક્ષેત્ર માં ,શ્રીકૃષ્ણ આયુષ વિશ્વવિદ્યાલય ની ,આધાર શિલા પણ, મુકી હતી. તેમણે કર્નાલ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય આરોગ્ય વિશ્વ વિદ્યાલયનો શીલાન્યાસ પણ કર્યો હતો. પાણીપત ખાતે ઉભા થનારા યુધ્ધ શહીદ સ્મારક અને સંગ્રહસ્થાનની આધાર શિલા પણ ,મુકી હતી. 
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનની મદદથી ન્યૂ ઇન્ડિયા નિર્માણનો સફળ પ્રયાસ થયો છે. સાડા ચાર વર્ષમાં દશ કરોડ શૌચાલયનું નિર્માણ થતાં દેશના 600 જિલ્લાના પાંચ લાખ ગામ શૌચમુક્ત બની ચુક્યા છે. સરકાર ના ,સ્વચ્છતા અભિયાન નો અભ્યાસ કરવા નાઇજીરિયા નું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં સત્તાવાર રીતે રાષ્ટ્રીય પ્રાણીની હાજરી નોંધાઈ
 
- મહિસાગરના જંગલમાં નાઈટ વિઝન કેમેરામાં દેખાયા પછી સરકારની જાહેરાત
- જંગલમાં વાઘના પંજાના નિશાન અને વાઘના વાળ, નખ, અને મળ-મૂત્ર પણ મળી આવ્યા

૬૦ કિ.મી.ના જંગલ વિસ્તારમાં વન ખાતાએ લગાવેલા નાઈટ વિઝન કેમેરામાં વાઘની સ્પષ્ટ તસવીર જોવા મળી
વાઘ સાત-આઠ વર્ષનો હોવાનું તારણ, ઉજ્જૈનના જંગલ વિસ્તારમાંથી વાઘ આવ્યાનું અનુમાન
વર્ષ ૧૯૭૯માં ગુજરાતમાં છેલ્લે વાઘ દેખાયો હતો. ૨૭ વર્ષ બાદ ગુજરાતમાં મહિસાગરના જંગલોમાં વાઘ દેખાયો છે. ગુજરાતને જાણે પ્રકૃતિની ભેટ મળી છે.
લુણાવાડાના ગઢ ગામ પાસે એક પ્રાથમિક શિક્ષકે વાઘને જંગલમાં જોયો હતો અને તેની તસ્વીર પણ લીધી હતી. આ ઘટના બાદ રાજ્યના વન વિભાગના ૨૦૦ કર્મચારીઓએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું જેમાં નાઇટવિઝન કેમેરામાં વાઘે દેખા દીધી હતી. નોંધનીય છેકે,દિપડા,સિંહ અને વાઘ હોય તેવુ ગુજરાત પ્રથમ રાજ્ય છે.
ગુજરાતમાં વાઘે દેખા દેતાં રાજ્ય વન વિભાગે આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી હતી. રાજ્યના વન વિભાગે આ વાતની પુષ્ટિ કરી હતી કે,મહિસાગરના જંગલમાં અગાઉ જયાં વાઘ દેખાયો હતો તે સ્થળથી ૨૨ કિમી દૂર નાઇટવિઝન કેમેરામાં વાઘ જોવા મળ્યો હતો.
નેશનલ ટાઇગર કન્ઝેર્વેશન સોસાયટી જ મહિસાગરના જંગલોમાં સર્વે હાથ ધરશે. વાઘ માટે આ જંગલ અનુકુળ છે કે કેમ તે તમામ વિગતો એકત્ર કરી સરકારને અહેવાલ આપશે. વન વિભાગ પણ મહિસાગર,લુણાવાડા સહિતના વિસ્તારમાં લોકોને વાઘ વિશેની જાણકારી આપીને લોકજાગૃતિ કેળવશે.
અત્યારે મહિસાગરના જંગલો વાઘનો વસવાટ બન્યો છે.અહીં એક ગુફા પણ મળી છે જે વાઘના રહેઠાણ માટે અનુકુળ છે.જોકે, આ વાઘ છેકે,વાઘણ તે કહેવુ રાજ્યના વન વિભાગના અધિકારીઓ માટે મુશ્કેલ બન્યુ છે.જોકે,અધિકારીઓ વાઘણ હોવાનુ કહી રહ્યાં છે. અત્યારે ફોરેસ્ટ અધિકારીઓએ નાઇટવિઝન કેમેરા સહિતના ઉપકરણોથી જંગલ વિસ્તારમાં વાઘની ગતિવીધી પર નજર રાખી રહ્યાં છે.
મહીસાગર જિલ્લા ફોરેસ્ટ ઓફિસર આર.એમ. પરમારની આગેવાની હેઠળ રોહીત પટેલ તથા અન્ય ફોરેસ્ટર મળીને ૪૦ જેટલી જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી .વાઘની અવરજવર ક્યા છે તેની શોધખોળ શરુ કરી હતી .અંદાજીત ૫૦ થી ૬૦ કીમી. વિસ્તારમાં વન વિભાગની ટીમોએ  નાઇટવિઝન કેમેરા લગાવીને વાઘનું પગેરુ મેળવવા કવાયત હાથ ધરી હતી.
આ ઉપરાંત જે સ્થળે વાઘ દેખાયો હતો .તે સ્થળની જગ્યાનું પણ નીરીક્ષણ કર્યુુ હતુ. આ સ્થળથી થોડાક અંતરે વન વિભાગની ટીમને વાઘનાં મળ-મૂત્રના નમુના પણ મળ્યા હતા.વાઘના મળ-મૂળના નમૂના દહેરાદૂન સ્થિત વાઈલ્ડ લાઈફ ઈન્સ્સ્ટયૂટ,જ્યારે વાળ અને નખના નમુના હૈદરાબાદ ખાતે લેબોરેટરીમાં તપાસાર્થે મોકલવામાં આવ્યા હતા. 
જેમાં એક જગ્યાએ વાઘના પગના નિશાન અને એક વૃક્ષ ઉપર વાઘના પંજાના નિશાન જોવા મળ્યા હતા .તેના કારણે વાઘ હોવાની વાતને સમર્થન મળતુ રહયુ હતુ પરંતુ ગઇ કાલે રાત્રીના સમયે જંગલખાતાના નાઇટવિઝન કેમેરામાં વાઘ જોવા મળતા મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની વાતને સમર્થન મળ્યુ હતુ . આ ઉપરાંત આ કેમેરામાં દીપડો,ઝરખ, નીલગાય જેવા અન્ય પ્રાણીઓ પણ જોવા મળ્યા હતા.  આમ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગઢથી સંતરામપુર રેન્જના સંત વિસ્તાર સુધીમાં વન ખાતાના સ્ટાફેે વાઘના નિશાનને શોધવા અથાગ પ્રયત્નો કર્યા બાદ વાઘ હોવાની વાતને સમર્થન મળ્યું છે.
છેલ્લા બે મહિનામાં ૨૫ પશુઓના મારણ થયાં
ગુજરાતમાં આખરે વાઘનુ આગમન થઇ ચૂક્યુ છે.મહિસાગરના જંગલ વાઘનુ રહેઠાણ બન્યુ છે ત્યારે લુણાવાડા વિસ્તારમાં ગ્રામજનો છેલ્લા બે મહિનાથી વાઘ આવ્યો હોવાની વાત કહી રહ્યાં છે.પણ વન વિભાગે તેની પુષ્ટિ કરી ન હતી.જોકે,ગ્રામજનો કહી રહ્યાં છેકે,છેલ્લા બે મહિનામાં વાઘે ૨૫ પશુઓનુ મારણ કર્યુ છે. આ વાત જ વાઘ હોવાની સાબિતી આપી હતી.
છેલ્લે ૧૯૭૯માં ડાંગના ભેસ ખત્રિયામાં વાઘ જોવા મળ્યો હતો
વર્ષ ૨૦૧૪માં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન સોસાયટીએ કરેલી ગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા ૨૨૨૬ હતી.સૌથી વધુ વાઘ કર્ણાટકમાં ૪૦૬,ઉત્તરાખંડમાં ૩૪૦ અને મધ્યપ્રદેશમાં ૩૦૮ વાઘ છે .ગુજરાતમાં વર્ષ ૧૯૭૯માં છેલ્લે ડાંગમાં ભેસ ખત્રિયામાં વાઘ જોવા મળ્યો હતો.તે વખતે આ વિસ્તારમાં નવેક વાઘ હોવાનુ કહેવાય છે. વર્ષ ૧૯૯૨માં ગુજરાતમાં ગણતરી થઇ ત્યારે એકેય વાઘ દેખાયો ન હતો. દેશના અઢાર રાજ્યોમાં વાઘની ઓછી વધતી વસ્તી છે.
વાઘ ઉપરાંત એક વાઘણ પણ હોઇ શકે છે
મહિસાગરના જંગલોમાં વાઘે દેખા દીધી છે. આ વાતની રાજ્ય વન વિભાગે પુષ્ટિ કરી લીધી છે ત્યાં હવે એક નવો વણાંક આવ્યો છે.સૂત્રોનુ કહેવુ છેકે, પ્રાથમિક શિક્ષકે જે વાઘનો ફોટો લીધો છે તે અલગ છે અને રાજ્ય વન વિભાગના નાઇટ વિઝન કેમેરામાં દેખા દીધી છે તે વાઘ અલગ છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છેકે,નાઇટવિઝન કેમેરામાં દેખા દેનાર વાઘ નહી પણ વાઘણ છે. આમ,મહિસાગરના જંગલમાં વાઘ અને વાઘણની જોડી છે.જોકે વન અધિકારીઓ આ વાતને સમર્થન આપી રહ્યાં નથી.તેમનુ કહેવું છેકે, બંન્ને ફોટાના વિશ્લેષણ બાદ આ બાબત નક્કી થઇ શકશે.
વાઘ હોવાના પ્રત્યક્ષ પુરાવા માતોરાના જંગલમાંથી મળ્યા
સંતરામપુરના સંતમાં સ્ટેટ સમયથી વાઘ-દીપડા હોવાનું ગ્રામજનોમાં વર્ષોથી ચર્ચાય છે
સંતરામપુર તાલુકાના માતોરાના જંગલ વિસ્તારમાં  ફોરેસ્ટ વિભાગ દ્વારા મુકાયેલ સી.સી.ટીવી, કેમેરામાં ગુજરાત માં વાઘ હોવાના પ્રથમ પ્રત્યક્ષ  પુરાવા સાથે વાઘ ફરતો દેખાયો.
સંતરામપુરના પૂર્વ તેમજ પશ્ચિમ રેન્જમાં ટીમો બનાવીને સર્વે કરતા સંતરામપુરથી એક કિ.મી. ના અંતર માતોરાના જંગલમાં વાઘ ફરતો હોવાના પ્રથમ વખત પુરાવા સાથે સી.સી.ટીવીમાં કેદ થયો હતો.સંતરામપુરના સંત માં આવેલ માતોરા ના જંગલમાં સ્ટેટ સમયથી વાઘ અને દીપડા હોવાનું ગ્રામ્ય જનોમાં ચર્ચાય છે.