ગુજરાતમાં
સત્તાવાર રીતે રાષ્ટ્રીય પ્રાણીની હાજરી નોંધાઈ
- મહિસાગરના
જંગલમાં નાઈટ વિઝન કેમેરામાં દેખાયા પછી સરકારની જાહેરાત
- જંગલમાં
વાઘના પંજાના નિશાન અને વાઘના વાળ, નખ, અને મળ-મૂત્ર પણ મળી આવ્યા
૬૦ કિ.મી.ના જંગલ વિસ્તારમાં વન ખાતાએ
લગાવેલા નાઈટ વિઝન કેમેરામાં વાઘની સ્પષ્ટ તસવીર જોવા મળી
વાઘ સાત-આઠ વર્ષનો હોવાનું તારણ, ઉજ્જૈનના જંગલ
વિસ્તારમાંથી વાઘ આવ્યાનું અનુમાન
વર્ષ ૧૯૭૯માં
ગુજરાતમાં છેલ્લે વાઘ દેખાયો હતો. ૨૭ વર્ષ બાદ ગુજરાતમાં મહિસાગરના જંગલોમાં વાઘ
દેખાયો છે. ગુજરાતને જાણે પ્રકૃતિની ભેટ મળી છે.
લુણાવાડાના ગઢ
ગામ પાસે એક પ્રાથમિક શિક્ષકે વાઘને જંગલમાં જોયો હતો અને તેની તસ્વીર પણ લીધી
હતી. આ ઘટના બાદ રાજ્યના વન વિભાગના ૨૦૦ કર્મચારીઓએ સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું
જેમાં નાઇટવિઝન કેમેરામાં વાઘે દેખા દીધી હતી. નોંધનીય છેકે,દિપડા,સિંહ અને વાઘ
હોય તેવુ ગુજરાત પ્રથમ રાજ્ય છે.
ગુજરાતમાં
વાઘે દેખા દેતાં રાજ્ય વન વિભાગે આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક
બોલાવી હતી. રાજ્યના વન વિભાગે આ વાતની પુષ્ટિ કરી હતી કે,મહિસાગરના
જંગલમાં અગાઉ જયાં વાઘ દેખાયો હતો તે સ્થળથી ૨૨ કિમી દૂર નાઇટવિઝન કેમેરામાં વાઘ
જોવા મળ્યો હતો.
નેશનલ ટાઇગર
કન્ઝેર્વેશન સોસાયટી જ મહિસાગરના જંગલોમાં સર્વે હાથ ધરશે. વાઘ માટે આ જંગલ અનુકુળ
છે કે કેમ તે તમામ વિગતો એકત્ર કરી સરકારને અહેવાલ આપશે. વન વિભાગ પણ મહિસાગર,લુણાવાડા
સહિતના વિસ્તારમાં લોકોને વાઘ વિશેની જાણકારી આપીને લોકજાગૃતિ કેળવશે.
અત્યારે
મહિસાગરના જંગલો વાઘનો વસવાટ બન્યો છે.અહીં એક ગુફા પણ મળી છે જે વાઘના રહેઠાણ
માટે અનુકુળ છે.જોકે, આ વાઘ છેકે,વાઘણ તે કહેવુ
રાજ્યના વન વિભાગના અધિકારીઓ માટે મુશ્કેલ બન્યુ છે.જોકે,અધિકારીઓ વાઘણ
હોવાનુ કહી રહ્યાં છે. અત્યારે ફોરેસ્ટ અધિકારીઓએ નાઇટવિઝન કેમેરા સહિતના ઉપકરણોથી
જંગલ વિસ્તારમાં વાઘની ગતિવીધી પર નજર રાખી રહ્યાં છે.
મહીસાગર
જિલ્લા ફોરેસ્ટ ઓફિસર આર.એમ. પરમારની આગેવાની હેઠળ રોહીત પટેલ તથા અન્ય ફોરેસ્ટર
મળીને ૪૦ જેટલી જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી .વાઘની અવરજવર ક્યા છે તેની
શોધખોળ શરુ કરી હતી .અંદાજીત ૫૦ થી ૬૦ કીમી. વિસ્તારમાં વન વિભાગની ટીમોએ નાઇટવિઝન
કેમેરા લગાવીને વાઘનું પગેરુ મેળવવા કવાયત હાથ ધરી હતી.
આ ઉપરાંત જે
સ્થળે વાઘ દેખાયો હતો .તે સ્થળની જગ્યાનું પણ નીરીક્ષણ કર્યુુ હતુ. આ સ્થળથી થોડાક
અંતરે વન વિભાગની ટીમને વાઘનાં મળ-મૂત્રના નમુના પણ મળ્યા હતા.વાઘના મળ-મૂળના
નમૂના દહેરાદૂન સ્થિત વાઈલ્ડ લાઈફ ઈન્સ્સ્ટયૂટ,જ્યારે વાળ અને નખના નમુના હૈદરાબાદ
ખાતે લેબોરેટરીમાં તપાસાર્થે મોકલવામાં આવ્યા હતા.
જેમાં એક
જગ્યાએ વાઘના પગના નિશાન અને એક વૃક્ષ ઉપર વાઘના પંજાના નિશાન જોવા મળ્યા હતા
.તેના કારણે વાઘ હોવાની વાતને સમર્થન મળતુ રહયુ હતુ પરંતુ ગઇ કાલે રાત્રીના સમયે
જંગલખાતાના નાઇટવિઝન કેમેરામાં વાઘ જોવા મળતા મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની
વાતને સમર્થન મળ્યુ હતુ . આ ઉપરાંત આ કેમેરામાં દીપડો,ઝરખ, નીલગાય જેવા
અન્ય પ્રાણીઓ પણ જોવા મળ્યા હતા. આમ મહીસાગર જિલ્લાના લુણાવાડા
તાલુકાના ગઢથી સંતરામપુર રેન્જના સંત વિસ્તાર સુધીમાં વન ખાતાના સ્ટાફેે વાઘના
નિશાનને શોધવા અથાગ પ્રયત્નો કર્યા બાદ વાઘ હોવાની વાતને સમર્થન મળ્યું છે.
છેલ્લા બે મહિનામાં ૨૫ પશુઓના મારણ
થયાં
ગુજરાતમાં
આખરે વાઘનુ આગમન થઇ ચૂક્યુ છે.મહિસાગરના જંગલ વાઘનુ રહેઠાણ બન્યુ છે ત્યારે
લુણાવાડા વિસ્તારમાં ગ્રામજનો છેલ્લા બે મહિનાથી વાઘ આવ્યો હોવાની વાત કહી રહ્યાં
છે.પણ વન વિભાગે તેની પુષ્ટિ કરી ન હતી.જોકે,ગ્રામજનો કહી રહ્યાં છેકે,છેલ્લા બે
મહિનામાં વાઘે ૨૫ પશુઓનુ મારણ કર્યુ છે. આ વાત જ વાઘ હોવાની સાબિતી આપી હતી.
છેલ્લે ૧૯૭૯માં ડાંગના ભેસ ખત્રિયામાં
વાઘ જોવા મળ્યો હતો
વર્ષ ૨૦૧૪માં
નેશનલ ટાઇગર કન્ઝર્વેશન સોસાયટીએ કરેલી ગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા ૨૨૨૬
હતી.સૌથી વધુ વાઘ કર્ણાટકમાં ૪૦૬,ઉત્તરાખંડમાં ૩૪૦ અને મધ્યપ્રદેશમાં
૩૦૮ વાઘ છે .ગુજરાતમાં વર્ષ ૧૯૭૯માં છેલ્લે ડાંગમાં ભેસ ખત્રિયામાં વાઘ જોવા મળ્યો
હતો.તે વખતે આ વિસ્તારમાં નવેક વાઘ હોવાનુ કહેવાય છે. વર્ષ ૧૯૯૨માં ગુજરાતમાં
ગણતરી થઇ ત્યારે એકેય વાઘ દેખાયો ન હતો. દેશના અઢાર રાજ્યોમાં વાઘની ઓછી વધતી
વસ્તી છે.
વાઘ ઉપરાંત એક વાઘણ પણ હોઇ શકે છે
મહિસાગરના
જંગલોમાં વાઘે દેખા દીધી છે. આ વાતની રાજ્ય વન વિભાગે પુષ્ટિ કરી લીધી છે ત્યાં
હવે એક નવો વણાંક આવ્યો છે.સૂત્રોનુ કહેવુ છેકે, પ્રાથમિક શિક્ષકે જે વાઘનો ફોટો લીધો
છે તે અલગ છે અને રાજ્ય વન વિભાગના નાઇટ વિઝન કેમેરામાં દેખા દીધી છે તે વાઘ અલગ
છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છેકે,નાઇટવિઝન કેમેરામાં દેખા દેનાર વાઘ
નહી પણ વાઘણ છે. આમ,મહિસાગરના જંગલમાં વાઘ અને વાઘણની
જોડી છે.જોકે વન અધિકારીઓ આ વાતને સમર્થન આપી રહ્યાં નથી.તેમનુ કહેવું છેકે, બંન્ને ફોટાના
વિશ્લેષણ બાદ આ બાબત નક્કી થઇ શકશે.
વાઘ હોવાના પ્રત્યક્ષ પુરાવા માતોરાના
જંગલમાંથી મળ્યા
સંતરામપુરના સંતમાં સ્ટેટ સમયથી
વાઘ-દીપડા હોવાનું ગ્રામજનોમાં વર્ષોથી ચર્ચાય છે
સંતરામપુર
તાલુકાના માતોરાના જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા મુકાયેલ
સી.સી.ટીવી, કેમેરામાં ગુજરાત માં વાઘ હોવાના પ્રથમ પ્રત્યક્ષ પુરાવા સાથે
વાઘ ફરતો દેખાયો.
સંતરામપુરના
પૂર્વ તેમજ પશ્ચિમ રેન્જમાં ટીમો બનાવીને સર્વે કરતા સંતરામપુરથી એક કિ.મી. ના
અંતર માતોરાના જંગલમાં વાઘ ફરતો હોવાના પ્રથમ વખત પુરાવા સાથે સી.સી.ટીવીમાં કેદ
થયો હતો.સંતરામપુરના સંત માં આવેલ માતોરા ના જંગલમાં સ્ટેટ સમયથી વાઘ અને દીપડા
હોવાનું ગ્રામ્ય જનોમાં ચર્ચાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો