હરિયાણાના ભાડસા
ખાતે PM મોદીએ નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટને કર્યું રાષ્ટ્રાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કુરૂક્ષેત્ર
ખાતે સ્વચ્છ શક્તિ-2019 કાર્યક્રમમા
ભાગ લીધો હતો. સ્ત્રી સશક્તિકરણ મુદ્દે આયોજીત સંમેલનમાં દેશભરમાંથી આવેલા મહિલા
સરપંચોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે
પ્રધાનમંત્રીએ હરિયાણાને કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ પણ આપી હતી. તેમણે
ઝજ્જર જિલ્લામાં બાડસા ગામે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત કર્યું
હતું. તેમણે ફરીદાબાદ સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમની મેડિકલ કોલેજ અને
હોસ્પિટલનું પણ ઉદ્દઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ
પંચકુલા ખાતે ઉભા થનારા ,રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન ની, આધાર શિલા ,પણ મુકી હતી.
કુરૂક્ષેત્ર માં ,શ્રીકૃષ્ણ આયુષ વિશ્વવિદ્યાલય ની ,આધાર શિલા પણ, મુકી હતી.
તેમણે કર્નાલ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય આરોગ્ય વિશ્વ વિદ્યાલયનો શીલાન્યાસ પણ
કર્યો હતો. પાણીપત ખાતે ઉભા થનારા યુધ્ધ શહીદ સ્મારક અને સંગ્રહસ્થાનની આધાર શિલા
પણ ,મુકી હતી.
આ પ્રસંગે
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનની મદદથી ન્યૂ ઇન્ડિયા નિર્માણનો
સફળ પ્રયાસ થયો છે. સાડા ચાર વર્ષમાં દશ કરોડ શૌચાલયનું નિર્માણ થતાં દેશના 600 જિલ્લાના પાંચ
લાખ ગામ શૌચમુક્ત બની ચુક્યા છે. સરકાર ના ,સ્વચ્છતા અભિયાન નો અભ્યાસ કરવા
નાઇજીરિયા નું પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી
મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો