બુધવાર, 24 જાન્યુઆરી, 2018

સમુદ્રની રેતીમાંથી બનેલિ એક માત્ર જૈન તિર્થકારની પ્રતિમા બરોડામાં છે



શહેરના મધ્યમાં નરસિંહજીની પોળમાં આવેલા 'દાદા પાર્શ્વનાથ ભગવાનના જિનાલય'ના જિર્ણોધ્ધારને ૧૦૧ વર્ષ પુરા થતા હોવાથી તા.૨૨થી ૨૯ જાન્યુઆરી દરમિયાન સાત દિવસના ભવ્ય મહોત્સવનું આયોજન કરાયુ છે.
આ જિનાલયને આમ તો ૪૫૦ વર્ષ થયા અને સમગ્ર દેશમાં આવેલા તમામ જિનાલયોમાં વિશિષ્ટ છે કેમ કે અહી દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમુદ્રની રેતીમાંથી બનેલી છે અને આ પ્રકારની પ્રતિમાં દેશમાં કે વિદેશમાં અન્ય કોઇ સ્થાને નથી.
૪૫૦ વર્ષ પહેલા અહી લાકડાથી બનેલુ જિનાલય હતું, ૧૦૧ વર્ષ પહેલા જિર્ણોધ્ધાર કરીને શિખરબધ્ધ જિનાલય બન્યુ. જિનાલયનો 'જૈન તિર્થ'માં સમાવેશ
જિનાલયના ટ્રસ્ટી રોશન ઝવેરીએ કહ્યું હતુ કે 'અગાઉ આ સ્થળે કાષ્ઠ (લાકડામાંથી બનેલ) જિનાલય હતું અને તેનું નિર્માણ વસ્તુપાળજીના ભાઇ તેજપાલ મંત્રીશ્વરે કરાવ્યુ હતું. જે બાદ સમયાંતરે તેનો જિર્ણોધ્ધાર થતો રહ્યો અને છેલ્લે ૧૦૧ વર્ષ પહેલા ઝવેરી પરિવારે આ સ્થળે શિખરબદ્ધ જિનાલય બનાવ્યુ અને તેમાં મૂળ નાયક તરીકે દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા પ.પૂ.શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ.સા.ના હસ્તે થઇ હતી'
'દાદા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો ઇતિહાસ એવો છે કે વડોદરામાં હાલમાં ભૂતડીઝાંપા વિસ્તાર છે તે વિસ્તારમાં ખોદકામ દરમિયાન આ પ્રતિમા મળી આવી હતી. પ્રતિમા સમુદ્રની રેતી, ગાયનુ છાણ અને અન્ય પવિત્ર વસ્તુઓના ઉપયોગથી સિદ્ધ કરાયેલી છે.
ખોદકામ દરમિયાન દાદાના માથા પર ફણીધર નાગની ફેણ તૂટી ગઇ હતી અને તે સમયે તેમાંથી દૂધની ધારા વહી હતી.જૈન પરંપરામાં કોઇ પણ જિનાલયને ૧૦૦વર્ષથી વધુનો સમય થાય એટલે તેનો 'તિર્થ'માં સમાવેશ થાય છે એટલે આ જિનાલય હવે જૈન તિર્થ છે. આઠ દિવસના સમારોહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે જેમાં દેશ અને વિદેશમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ એકઠા થવાના છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો