ગુરુવાર, 27 જુલાઈ, 2017

લેડેકી વર્લ્ડ સ્વિમિંગમાં ૧૨ ગોલ્ડ જીતનારી સૌપ્રથમ મહિલા સ્વિમર



 
અમેરિકાની ૨૦ વર્ષની લેજન્ડરી સ્વિમર કેટી લેડેકીએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ૧,૫૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા મેળવી હતી.

આ સાથે લેડેકીએ હાલમાં ચાલી રહેલી ચેમ્પિયનશીપમાં ત્રીજો અને ઓવરઓલ વર્લ્ડ ચેમ્પિયનશીપનો ૧૨મો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

લેડેકી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ ૧૨ ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ હતી. તેણે તેના જ દેશની મિસી ફ્રેન્કલીનના ૧૧ ગોલ્ડના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.


પૂર્વ સ્વાતંત્ર્ય સેનાની કે.ઈ. મમમેન મૃત્યુ પામ્યા...






26th july ના દિને,  કેરળના સ્વાતંત્ર્ય સેનાની કે.ઇ. મમમેન વય-સંબંધિત રોગોના કારણે નેય્યાતીનકારામાં મૃત્યુ પામ્યા. તેઓ 96 વર્ષના હતા. તેઓ મહાત્મા ગાંધીના શાંતિવાદી અને અનુયાયી હતા.

તેઓ 31 જુલાઇ, 1921 ના રોજ તિરુવનંતપુરમમાં પ્રસિદ્ધ કાન્દિતીલ પરિવારમાં જન્મ્યા હતા. તેઓ ગાંધીવાદી સિદ્ધાંતોના કટ્ટરવાદી હતા અને એક આંદોલન જીવન જીવતા હતા. નાની ઉંમરથી, તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે તેમનો ટેકો આપ્યો હતો. કોલેજ વિદ્યાર્થી તરીકે તેઓ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય બન્યા હતા. અગાઉ ત્રાવણકોર રાજ્યના તત્કાલિન દિવાન, સર સી.પી. રામસ્વામી ઐયરની વિરુદ્ધ જવા બદલ તેમને પ્રથમ વખત જેલ થઇ હતી. બાદમાં તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો.



વૈજ્ઞાનિકોએ પ્રશાંતમહાસાગરમાં શાર્કની નવી પ્રજાતિ શોધી છે....


વૈજ્ઞાનિકોએ ઉત્તરપશ્ચિમી હવાઇ ટાપુઓના તટ પર દરિયાકિનારાથી 1,000 ફીટ નીચે પેસિફિક મહાસાગરમાં જીવતા ગ્લો-ઇન-ધી-ડાર્ક શાર્કની નવી પ્રજાતિઓ શોધી કાઢી છે. 

તેનું નામ એટમોપ્ટરસ લૈલે (Etmopterus lailae) રાખવામાં આવ્યું છે અને તે લૅન્ટર્નશાર્ક પરિવારમાં ગણાય  છે. તે અસામાન્ય રીતે મોટા નાક ધરાવે છે, એક કિલો કરતાં થોડો ઓછું વજન અને 1 ફૂટથી પણ ઓછું માપ છે. 

આ અનન્ય લક્ષણો અને લાક્ષણિકતાઓ તેને અન્ય શાર્કથી અલગ પાડે છે.