પ્રવાસીઓ માટે અંજાર હેરીટેજ અને ટુરીઝમ સર્કીટ બનાવાઈ
- શહેર અને તાલુકાના પ્રવાસન સ્થળોને આવરી લેવાયા
- સ્થાનિક ધંધા રોજગારને પણ પ્રોત્સાહન મળશે
જેસલ તોરલ સમાધિના દર્શને આવતા ગુજરાત અને રાજય બહારના યાત્રાળુઓને
અંજારની અન્ય વિરાસતોનો પણ પરિચય થાય તે માટે અંજાર હેરીટેજ રૂટ તથા તાલુકાના
દર્શનીય ધામક સ્થળોની મુલાકાત લઇ શકે તે માટે ટુરીઝમ સર્કીટ એમ બે પ્રકારે શહેર
અને તાલુકાના હેરીટેજ સ્થળો અને તાલુકાના ધામક પ્રવાસન સ્થળોની લોકોને જાણકારી મળે
તેની માટે વિડીયો લન્ચ કરાયો હતો.
પ્રવાસનને વેગ આપવા કોમર્સ
એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સીલ દ્વારા અંજારના ૧૪૭૪માં સ્થાપના દિને ગુજરાતના
રાજયમંત્રી અને અંજારના ધારાસભ્યે વિડીઓને લોકાપત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં
સંસ્થાના સહમંત્રીએે વિડિયોનો હેતુ સમજાવ્યો હતો,મંત્રીએ વીડિયોમાં સમાવિષ્ટ રૂટ
અંગે માહિતી આપી હતી, જેમાં અંજાર હેરીટેજ રૂટમાં જેસલતોરલ સમાધીથી લઇ મુંડિયા
સ્વામીની જગ્યા,બગથડા યાત્રાધામ ખત્રીબઝાર,ભરેશ્વર,મેકમર્ડો બંગલો,
ટીંબીકોઠો,માધવરાયજી મંદિર, સ્વામિનારાયણ મંદિર,સચ્ચિદાનંદ મંદિર અંબાજી મંદિર
સાથે સાગરગીરીજી ની જગ્યા અને અંજારના ધણી અજયપાળ મંદિર વગેરેનો સમાવેશ કરાયો છે, ટુરીઝમ
સકટમાં અંજારની ભાગોળે આવેલા મકલેશ્વર મંદિર,માલારા મહાદેવ,લીલાશા કુટિયા,શનિ
મંદિર,જોગણીનારધામ,સનસેટ પોઈન્ટ પંજોપીર, પક્ષી વસાહતવાળા નિંગાળ અને
રતનાલના તળાવો, સતાપર ખાતે નવવિકસિત ગોવર્ર્ધન પર્વત, ટપ્પર ડેમ અને હોથલ પદમણીથી
પ્રખ્યાત ભીમાસરનું ઐતિહાસીક ચકાસર તળાવ વગેરેનો સમાવેશ કરાયો છે. આ વિડીયો દ્વારા
પ્રવાસીઓને માર્ગદર્શન મળશે અને સાથોસાથ અંજારના ધંધા રોજગારને સારો લાભ થશે.
કાઉન્સિલ આ દરેક સ્થળે તે સ્થળનું મહત્વ દર્શાવતું બોર્ડ મુકવાની નેમ વ્યક્ત કરાઈ
છે.