ખરા પર્યાવરણ રક્ષક : વૃક્ષો બચાવવા સાડા ત્રણસો બિશ્રોઇએ જીવ
આપ્યો હતો
જે લોકો સદીઓથી જગલમા રહે છે, એ જંગલી પ્રાણીઓને ક્યારેય નડતા નથી કે વન્યજીવોને નુકસાન કરતા નથી. એ પછી
ગીરના માલધારી હોયકે રાજસ્થાનનો બશ્રોઇ સમુદાય. સલમાન ખાનને જેલની સજા થઈ તેની પાછળ આ સમુદાયની મક્કમતા રહેલી છે.
બિશ્રોઈ લોકો કાળિપાર હરણ સહિતના પ્રાણીઓ
સાથે તાદાત્મ્ય ધરાવે છે. બિશ્રોઈ મહિલાઓ હરણનાં બચ્ચાંનો ઉછેર પોતાના બાળકની જેમ કરે અને
સ્તનપાન પણ કરાવે છે.
બિશ્રોઈ ૫૦૦ વર્ષ નો પંથ છે અને તેના દસેક લાખથી વધુ
અનુયાયીઓ છે. ૧૫મી સદીમાં ગુરૂ જામ્બેશ્વરે આ સંપ્રદાયની સ્થાપના કરી હતી
અને બિશ્રોઈ સમાજ તેમને ભગવાન માને છે. જામ્બેશ્વરે
રચેલા ૨૯ સદ્ધાંતોનું આ સમુદાય પાલન કરે છે.
પૃથ્વી પરના આ ખરા પયાવરણ સંરક્ષકો છે કેમ કે, તેઓ કુદરતની દરેક રચનાને માન આપે છે અને તેમનુ રક્ષણ કરવા પોતાનો જીવ
આપે છે. ભારતમાં ચિપકો આદોલન જાણીતું છે. વૃક્ષ ન કપાય એ માટે લોકો વૃક્ષ સાથે
ચીપકીને ઉભા રહ્યા હતા. ત્યારે ખજેરલી નામના ગામે અમૃતા દેવી નામની
યુવતિએ વૃક્ષને બાથ ભીડીને વિરોધ કર્યો હતો. હતો.સૈનિકો વૃક્ષો કાપવા મક્ક્મ
હતા, જ્યારે બિશ્રોઈ વૃક્ષો બચાવવા મક્ક્મ
હતા. સૈનિકોની કુહાડી ચાલી અને સાડા ત્રણસોથી વધુ બિશ્રોઈના જીવ ગયા હતા. એ પછી
રાજાને જાણ થતા હત્યાકાંડ અટકાવાયો હતો. હતો.
વૃક્ષ, નીલગાય કે કાળિયાર સહિત તમામ જીવોના રક્ષણને બિશ્રોઈ પોતાની ફરજ માને
છે. કોઇ બિશ્રોઈના ખેતરમાં હરણ આવી ચડે તો તેમને અટકાવતા નથી. ઊલટાના શાંતિથી ચારો
ચરી શકે તેવી સગવડ કરી આપવમાં આવે છે.
ઘણા બિશ્રોઈ મંદિર સાથે ગૌશાળની જેમજ પ્રાણી
શાળા જોવા મળે છે.જેમાં હરણ, નીલગાય
વગેરેનો ઉછેર કરવામાં આવે છે. બિશ્રોઈ પ્રજાતિ મૂર્તિપૂજામાં માનતી નથી. તેમના
મંદિરોમાં કોઇ મૂર્તિ હોતી નથી. પ્રકૃતિ જ તેમના માટે ઇશ્વર છે. રાજસ્થાનમાં તેમની
વસ્તિ સૌથી વધારે છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ આ સમુદાય
વહેંચાયેલો છે. રાજસ્થાનમાં રહેતો બિશ્રોઈ સમાજ થરના રણમાં સરળતાથી જીવી શકે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો