શુક્રવાર, 6 એપ્રિલ, 2018


ગુણોત્સવ  - ૮

Image result for gunotsav 8

ગુણોત્સવ  -
  • -  શિક્ષણનો અધિકાર (સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે, સૌ આગળ વધે)
  • -     ગુણોત્સવ એટલે ગુણવત્તા સંવર્ધન માટેનું મુલ્યાંકન



ગુજરાત સરકાર સંચાલિત ૩૨,૪૦૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં ૧થી ૮ ધોરણમાં ભણતા ૫૪ લાખથી વધુ બાળકોની લેખન-વાંચન- ગણન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે શુક્રવારથી બે દિવસીય ગુણોત્સવ કાર્યક્રમ શરૃ થશે. આ ૮મા ગુણોત્સવમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ, સનદી અધિકારીઓથી માંડીને વર્ગ-૧ સુધીના અધિકારીઓ મળીને આશરે ૩ હજાર જેટલા મહાનુભાવો તેમને ફાળવાયેલી શાળાઓમાં શુક્રવાર- શનિવારે જઈ મૂલ્યાંકન કરશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી શુક્રવારે પંચમહાલ તાલુકાના ગોવિંદી ગામની સરકારી શાળામાં જશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા જિલ્લાની શાળામાં જશે.

શૈક્ષણિક સુધારણા માટેની સૌથી મોટી ગુણવત્તા સંવર્ધન માટેનું મૂલ્યાંકન.

  • ·         A અને A+ શાળાઓને પ્રોત્સાહક પુરસ્કાર.

  • ·         નેશનલ એચિવમેંટ સર્વે (NAS)માં ૧૦% ની ગુણવત્તયુક્ત સિદ્ધિની પ્રાપ્તિ.

  • ·         જ્ઞાનકુંજ દ્વારા અધ્યયન પ્રક્રિયામાં સુધાર.

  • ·         વર્ષ ૨૦૦૯ ની ૫ A+ શાળાઓમાં વર્ષ ૨૦૧૭ માં ૨૧૧૪ શાળાનો વધારો.

  • ·         NCERT મુજબ અભ્યાસક્ર્મની રચના.

  • ·         પ્રત્યેક બાળકનું સાતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન.

  • ·         પ્રારંભિક ધોરણો પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ.
છેલ્લા ૭-૮ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ભણતરની ગુણવત્તા સુધારવા માટે યોજાતા આ કાર્યક્રમથી ખાસ કોઈ ફેર નહીં પડયો હોવાના ખાનગી સરવે રિપોર્ટ્સ છે, અલબત્ત શિક્ષણ વિભાગ એવો દાવો કરે છે કે, ગુણોત્સવ-૧ વખતે A+ ગ્રેડ વાળી શાળાઓ ૫ અને A ગ્રેડ ધરાવતી શાળાઓ ૨૬૫ હતી, જ્યારે ગુણોત્સવ-૭ના પરિણામ પછી A+ ગ્રેડ વાળી શાળાઓ ૨,૧૧૭ અને A+ ગ્રેડ વાળી શાળાઓ ૧૭,૬૫૩ થઈ છે.

આવી જ રીતે B ગ્રેડની શાળાઓ ૩,૮૨૩થી વધીને ૧૨,૫૫૬ થઈ છે, જ્યારે C ગ્રેડની શાળાઓ ૧૨,૮૮૭થી થઈ ઘટીને ૧,૬૧૩ તથા D ગ્રેડવાળી શાળાઓ ૧૪,૮૫૨થી ઘટીને ૩૦૦ થઈ છે. સરકારના આ દાવા સામે વિદ્યાર્થીઓમાં લેખન, વાંચન, ગણન ક્ષમતા ઘણી નબળી હોવાનું ખાનગી સરવે રિપોર્ટ્માં બહાર આવેલું છે, જેની અહીં નોંધ કરવી ઘટે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો