Saturday, 1 July 2017

ડોક્ટર્સ ડેના દિવસે પોતાની જાતને કરો પ્રોમિસ ટેક કેર ઓફ યુ….

1 જુલાઈ 2017,દેશભરમાં ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દેશના પ્રખ્યાત ફિઝિશિયન અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી રહી ચૂકેલા ડૉ. વિધાનચંદ્ર રોયના સન્માનમાં નેશનલ ડૉક્ટર્સ ડે ઉજવાય છે.

કેટલીક મહત્વની બાબતો કે જેનું ધ્યાન રાખવાથી તમને ઘડી ઘડી ડૉક્ટર પાસે જવું નહીં પડે.

કેલ્શિયમ અને આયરન ખૂબ જરૂરી શરીરના આરોગ્ય માટે કેલ્શિયમ અને આયરન ખૂબ જરૂરી હોય છે. તેની ઉણપના કારણે અનેક બિમારીઓ સર્જાઈ શકે છે. તેમજ તમારી રોજબરોજની લાઇફમાં પણ આયરનની ઉણપથી અનેક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. માટે ડૉક્ટર્સ પણ કેલ્શિયમ અને આયરન યુક્ત ખોરાક લેવાનું કહે છે.

કેલ્શિયમ-આયરનના સ્ત્રોત પાલક, મેથી અને બીજા લીંલા શાકભાજીમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે કેલ્શિયમ માટે દૂધ અને તેનાથી બનેલી આઇટમ સૌથી ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ કેલ્શિયમના ડાઇજેશન માટે શરીરમાં વિટામિન ડીની પૂરતી માત્રા હોવા જરૂરી છે.

હિમોગ્લોબિન શરીર માટે ખૂબ જરૂરી છે. તેની ઉણપથી શરીમાં ઓક્સિજનને વહન કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. તો એનિમિયા સહિતની અન્ય કેટલીય બિમારીઓ લાગુ પડી શકે છે. શું ખાવાથી હિમોગ્લોબિન મળે હિમોગ્લોબિનની યોગ્ય માત્રા શરીરમાં જાળવવા માટે જામફળ,, સલાડ, દાડમ, સફરજન, બિટ તેમજ તુલસી ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રા જળવાઈ રહે છે.

વિટામિન ડી શરીરના હાડકા, મસલ્સ અને લિગામેન્ટ્સ માટે ખૂબ જરૂરી છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મહત્વપૂર્ણ ફાળો ભજવે છે. તેમજ નર્વ્સ અને મસલ્સના કોર્ડિનેશન, સોજાનું ઇન્ફેક્શન, કિડની, લિવર, હાર્ટની બિમારીઓના સામે વિટામિન ડી રક્ષણ આપે છે. વિટામિન ડીની ઉણપનું સર્વસામાન્ય લક્ષણ હાડકામાં ઘડી ઘડી ફેક્ચર થવું છે.


વિટામિન ડીનો સૌથી સારો અને બિલકુલ ફ્રી સ્ત્રોત સૂર્ય છે. દરરોજ સવારે સૂર્યનો તડકો લેવામાં આવે તો વિટામિન ડીની ઉણપને પૂરી કરી શકાય છે. આ ઉપરાંત વિટામિન ડીના નિયમિત ડોઝ પણ લઈ શકાય છે. જેના કારણે શરીરમાં તેની માત્રા યોગ્ય લેવલ સુધી લઈ જઈ શકાય.


ખાતર પરનો GST ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો


  • GST અમલીકરણના બે કલાક પહેલાનો નિર્ણય
  • ટ્રેક્ટર્સના પાટ્ર્સ પર GST ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાનો નિર્ણય : GST કાઉન્સિલની ૧૮મી બેઠક મળી

તા. 30 જૂન, 2017, શુક્રવાર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના અમલીકરણના બે કલાક પહેલા જ જીએસટી કાઉન્સિલે ખાતર પરનો જીએસટીનો દર ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.
નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાતરની કિંમતો વધે નહીં માટે તે માટે જીએસટી ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે. 
બીજી પણ એક રીતે ખેડૂતોને રાહત આપતા જીએસટી કાઉન્સિલે ટ્રેકટર્સના પાર્ટ્સ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે.

જેટલીએ જીએસટી કાઉન્સિલની ૧૮મી બેઠક અંતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ખાતર પર ૧૨ ટકા જીએસટી નાખવાથી ખેડૂતો પર બોજો વધવાની શંકા વ્યક્ત કરવામાં આવતા અંતે સર્વાનુમતે ખાતર પર પાંચ ટકા જીએસટી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જીએસટીમાં સામેલ ૮૦ ટકા વસ્તુઓ પર ૧૮ ટકાની અંદર ટેક્સ લાગશે

  • દુધ, ઇંડા, શાકભાજી વગેરેને જીએસટીમાંથી બાકાત રખાયા
  • દૈનિક વપરાશમાં લેવાતી ૭૮ ટકા દવાઓના ભાવમાં કોઇ ફરક નહીં પડે

જીએસટીમાં સામેલ વસ્તુઓમાં ૧૯ ટકા લક્ઝરી વસ્તુઓ, જેના પરનો જીએસટી ૧૮ કે તેથી વધુ રહેશે તા. 30 જૂન, 2017, શુક્રવાર પહેલી જુલાઇથી સમગ્ર દેશમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરી દેવામાં આવ્યો છે.

જીએસટીને લઇને લોકોમાં કેટલાક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે કેમ કે દેશમાં આ નવો ટેક્સ છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકારે દાવો કર્યો છે કે જીએસટી જે પણ વસ્તુઓ પર લાગુ કરવામાં આવી રહ્યો છે તેમાંથી ૮૦ ટકા વસ્તુઓ એવી છે કે જે ૧૮ ટકા કે તેથી ઓછા ટેક્સ હેઠળ આવશે.

મોટા ભાગે બ્રાન્ડિંગ વસ્તુઓને જીએસટીમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે શાકભાજી, દુધ, ઇંડા અને લોટ જેવી વસ્તુઓને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓને પણ જીએસટીની બહાર રખાઇ છે.

ચા, ખાધ્ય તેલ, ખાંડ, ટેક્સટાઇલ્સ અને બેબી ફોર્મ્યુલા વગેરે પર પાંચ ટકા જેટલો ટેક્સ લાગશે.

મોટરસાઇક્લ, પર્ફ્યુમ, શેમ્પુ જેવી લક્ઝરી વસ્તુઓ ટેક્સ હેઠળ આવતી વસ્તુઓના ૧૯ ટકા છે.

૧૯ ટકા વસ્તુઓ પર આશરે ૧૮ ટકા કે તેથી વધુ ટેક્સ લાગશે.

કેન્દ્ર અને રાજ્યના મળીને આશરે ૧૬ જેટલા જુદા જુદા ટેક્સ જેમ કે વેટ, એક્સાઇઝ, સર્વિસ ટેક્સની જગ્યાએ જીએસટી સ્થાન લેશે. કેન્દ્રીય રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢીયાએ જણાવ્યું હતું કે જીએસટી અંગે લોકોને વધુ માહિતગાર કરવા માટે સરકારનો ટેક્સ વિભાગ સક્રિય કરી દેવામાં આવ્યો છે.

જીએસટીને કારણે પ્રામાણીક  કરદાતાઓને લાભ મળશે. આ ઉપરાંત દેશમાં પારંગતતા આવશે. આ પહેલા ૧૦ લાખથી વધુનું ટર્નઓવર કરનારા વ્યાપારીઓ વેટનો પુરો દર ચુકવતા હતા. જ્યારે તેમને એક્સાઇઝમાંથી છુટ અપાઇ હતી. પણ હવે જે વ્યાપારી ૨૦થી ૭૫ લાખનું ટર્નઓવર કરે તેમણે આ કમાણીના ૨.૫ ટકા ટેક્સ ચુકવવાનો રહેશે. જ્યારે ૨૦ લાખથી ઓછા ટર્નઓવર વાળા વ્યાપારીઓને આ ટેક્સથી બાકાત રખાયા છે.  


દવાઓ પર જીએસટી અંગે પણ નેશનલ ફાર્મા પ્રાઇઝિંગ ઓથોરોટી (એનપીપીએ) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હાલ જે દવાઓ માર્કેટમાં વેચાઇ રહી છે તેમાંથી ૭૮ ટકા દવાઓના ભાવમાં જીએસટી લાગુ થયા બાદ કોઇ જ ફરક નહીં પડે. એટલે કે દવાઓ પર જીએસટીની અસર નહીવત રહેશે. ખાસ કરીને દૈનિક વપરાશમાં લેવાતી દવાઓ આ અસરથી બહાર રહેશે. એનો અર્થ એમ પણ થયો કે આ દવાઓ સસ્તી પણ નહીં થાય. હાલ જે ભાવ છે તે જ રહેશે.

GST : મધ્યરાત્રિએ ન્યૂ ઇન્ડિયાનો આર્થિક સૂર્યોદય
સંસદમાં યોજાયેલા સમારોહમાં 'વન નેશન વન ટેક્સ'ની ઐતિહાસિક જાહેરાત

સંસદમાં મધ્ય રાત્રીએ રાષ્ટ્રપતિએ જીએસટીને લીલી ઝંડી આપી : જુદા જુદા ૧૬ ટેક્સ નાબુદ : ૫, ૧૨, ૧૮, ૨૮

30 જૂન, 2017, શુક્રવાર આજથી સમગ્ર દેશમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે સંસદમાં મધ રાત્રીએ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
  
જીએસટી એટલે ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ છે. ગૂડ એટલા માટે કેમ કે વિવિધ ટેક્સોમાંથી મુક્તિ મળી ગઇ જ્યારે સિમ્પલ એટલા માટે કેમ કે તેનો અમલ સરળ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું જીએસટી અને અન્ય મુદ્દાઓ પરનું માર્ગદર્શન યાદગાર રહેશે. 


૧૯૯૭માં જ્યારે દેશની આઝાદીના ૫૦ વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગ બાદ પહેલી વખત જીએસટી લાગુ કરવા માટે મધ રાત્રે સંસદમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિપક્ષની ગેરહાજરી વચ્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સાથી પક્ષોની હાજરીમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જીએસટીને લીલી ઝંડી આપી હતી. વન નેશન વન ટેક્સના સુત્ર સાથે જીએસટી લાગુ થયા બાદ સરકારે દાવો કર્યો છે કે આ ટેક્સ સમગ્ર દેશની કાયા પલટી નાખશે. દેશમાં હાલ કેન્દ્ર અને રાજ્યના જે જુદા જુદા ૧૬ પ્રકારના ટેક્સ લાગુ છે તેને નાબુદ કરીને ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો છે. જે ટેક્સ નાબુદ કરવામાં આવ્યા તેમાં સર્વિસ ટેક્સ, વેટ, એક્સાઇઝનો પણ સમાવેશ થાય છે.


સરકારે દાવો કર્યો છે કે જીએસટી લાગુ થતા જ આર્થિક વેગ મળશે અને જીડીપીમાં ૦.૪થી બે ટકા સુધીનો વધારો થઇ શકે છે. ઉપરાંત પ્રામાણીક્તાથી ટેક્સ ચુકવતા લોકોને ફાયદો થશે. જ્યારે ટેક્સ ચોરીને અટકાવી શકાશે.
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ક્યારે નક્કી થયો ?........
પૃથ્વી પરના દરેક દેશમાં સવાર સાંજ, રાત- દિવસ અલગ અલગ સમયે શરૃ થાય છે. ભારતમાં દિવસ હોય ત્યારે પૃથ્વીના બીજા ભાગમાં આવેલા અમેરિકામાં રાત હોય છે.

સમયની આ ગડમથલ દૂર કરવા ગ્રીનીચ રેખા નક્કી કરેલી છે. વિશ્વના દેશો ગ્રીનીચ ટાઈમને અનુસરે છે. પરંતુ દરેક દેશ ગમે તેટલો મોટો હોય તો પણ આખા દેશમાં એક જ સમયને અનુસરે છે.

ભારતમાં અંગ્રેજોના સમયમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી થયો હતો. આઝાદી મળ્યા બાદ તરત જ તેની શરૃઆત થઈ. આ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટયુશન સંસ્થા સ્થપાઈ. ભારતનો સમય ગ્રીનીચ ટાઈમ કરતાં પાંચ કલાક ૩૦ મિનિટ મોડી ગોઠવાયો.

મુંબઇ, કલકત્તા, ચેન્નાઈ અને દિલ્હી જેવા શહેરોની ઘડિયાળો એક જ સમય પર ગોઠવાઈ.


દિલ્હીમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં મૂકાયેલી અણુ ઘડિયાળના આધારે દેશની ઘડિયાળો ચાલે છે. તેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહે છે. આજે  આ ઘડિયાળ ગ્લોબલ પોઝિશનિંગ સેટેલાઈટ સાથે જોડાયેલી છે અને સેકંડના હિસાબે ચોકસાઈ પૂર્વક ગણતરી થાય છે.  યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ: રાજસ્થાનના  જયપુરનું જંતરમંતરરાજસ્થાનના જયપુરમાં આવેલું જંતરમંતર ૧૯ ખગોળીય સાધનોનું  સંગ્રહસ્થાન છે. આ સાધનો ઈ.સ. ૧૭૩૪માં સવાઇ જયસિંહે બંધાવેલા વિરાટ કદના બાંધકામ છે.

આકાશનું અવલોકન, સમય, ગ્રહોની સ્થિતિ, વિગેરેનો સચોટ અભ્યાસ આ સાધનો દ્વારા થાય છે. તેમાંનું સમ્રાટ યંત્ર એક વિરાટ સૂર્ય ઘડિયાળ છે અને આજે પણ ચોકસાઇપૂર્વક સમય દર્શાવે છે. જંતરમંતરમાં ૧૯ યંત્રો છે.

(૧) ચક્રયંત્ર: વચ્ચે સ્થંભવાળી આ સૂર્ય ઘડિયાળ ગ્રીનીચ ટાઇમ સાથે મેળ કરીને  દિવસમાં ચાર વખત ચોક્કસ સમય દર્શાવે છે.

(૨) દક્ષિણ ભીત્તી યંત્ર: ગ્રહો અને અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર અને ઊંચાઇ દર્શાવે છે.

(૩) દિગંશા યંત્ર: બે વર્તુળાકાર દીવાલ વચ્ચે ઊભેલો આ સ્તંભ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય દર્શાવે છે.

(૪) ધ્રુવદર્શક પટ્ટિકા: અન્ય ગ્રહોની દૃષ્ટિએ ધ્રુવના તારાનું સ્થાન દર્શાવે છે.

(૫) જયપ્રકાશ યંત્ર: બે મોટા બાઉલ આકારના બાંધકામમાં આકાશ મંડળનું પ્રતિબિંબ જોવા મળે છે.

(૬) કપાલી યંત્ર: અવકાશી પદાર્થો અને ગ્રહોની સ્થિતિ દર્શાવે છે.

(૭) ક્રાંતિવૃત્ત ચક્ર: ગ્રહોના અક્ષાંશ અને રેખાંશ માપવા ઉપયોગી છે.

(૮) લઘુ સમ્રાટ અને વિરાટ સમ્રાટ યંત્રો: આ બે સૂર્ય ઘડિયાળો છે.  વિરાટ સમ્રાટ યંત્ર દિવસ 
દરમિયાન સૂર્યપ્રકાશથી પડતા પડછાયાના આધારે ચોકસાઇપૂર્વક સમય દર્શાવે છે.

(૯) આ ઉપરાંત રામયંત્ર, પલ્ભ યંત્ર, મિશ્ર યંત્ર, કાનાલી યંત્ર પણ અવકાશ દર્શન માટે ઉપયોગી થાય તેવા નાના યંત્રો છે.