ખાતર પરનો GST ૧૨ ટકાથી
ઘટાડી પાંચ ટકા કરાયો…
- GST અમલીકરણના બે કલાક પહેલાનો નિર્ણય
- ટ્રેક્ટર્સના પાટ્ર્સ પર GST ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાનો નિર્ણય : GST કાઉન્સિલની ૧૮મી બેઠક મળી
તા. 30 જૂન, 2017, શુક્રવાર ગુડ્ઝ એન્ડ સર્વિસ
ટેક્સ(જીએસટી)ના અમલીકરણના બે કલાક પહેલા જ જીએસટી કાઉન્સિલે ખાતર પરનો જીએસટીનો
દર ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.
નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની
બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાતરની કિંમતો વધે નહીં માટે તે માટે જીએસટી
૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે.
બીજી પણ એક રીતે ખેડૂતોને રાહત આપતા જીએસટી કાઉન્સિલે
ટ્રેકટર્સના પાર્ટ્સ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે.
જેટલીએ જીએસટી કાઉન્સિલની ૧૮મી બેઠક અંતે પત્રકારોને સંબોધતા
જણાવ્યું હતું કે ખાતર પર ૧૨ ટકા જીએસટી નાખવાથી ખેડૂતો પર બોજો વધવાની શંકા
વ્યક્ત કરવામાં આવતા અંતે સર્વાનુમતે ખાતર પર પાંચ ટકા જીએસટી રાખવાનું નક્કી
કરવામાં આવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો