શનિવાર, 1 જુલાઈ, 2017

ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ક્યારે નક્કી થયો ?........




પૃથ્વી પરના દરેક દેશમાં સવાર સાંજ, રાત- દિવસ અલગ અલગ સમયે શરૃ થાય છે. ભારતમાં દિવસ હોય ત્યારે પૃથ્વીના બીજા ભાગમાં આવેલા અમેરિકામાં રાત હોય છે.

સમયની આ ગડમથલ દૂર કરવા ગ્રીનીચ રેખા નક્કી કરેલી છે. વિશ્વના દેશો ગ્રીનીચ ટાઈમને અનુસરે છે. પરંતુ દરેક દેશ ગમે તેટલો મોટો હોય તો પણ આખા દેશમાં એક જ સમયને અનુસરે છે.

ભારતમાં અંગ્રેજોના સમયમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી થયો હતો. આઝાદી મળ્યા બાદ તરત જ તેની શરૃઆત થઈ. આ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટયુશન સંસ્થા સ્થપાઈ. ભારતનો સમય ગ્રીનીચ ટાઈમ કરતાં પાંચ કલાક ૩૦ મિનિટ મોડી ગોઠવાયો.

મુંબઇ, કલકત્તા, ચેન્નાઈ અને દિલ્હી જેવા શહેરોની ઘડિયાળો એક જ સમય પર ગોઠવાઈ.


દિલ્હીમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં મૂકાયેલી અણુ ઘડિયાળના આધારે દેશની ઘડિયાળો ચાલે છે. તેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહે છે. આજે  આ ઘડિયાળ ગ્લોબલ પોઝિશનિંગ સેટેલાઈટ સાથે જોડાયેલી છે અને સેકંડના હિસાબે ચોકસાઈ પૂર્વક ગણતરી થાય છે.  



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો