શનિવાર, 1 જુલાઈ, 2017

GST : મધ્યરાત્રિએ ન્યૂ ઇન્ડિયાનો આર્થિક સૂર્યોદય




સંસદમાં યોજાયેલા સમારોહમાં 'વન નેશન વન ટેક્સ'ની ઐતિહાસિક જાહેરાત

સંસદમાં મધ્ય રાત્રીએ રાષ્ટ્રપતિએ જીએસટીને લીલી ઝંડી આપી : જુદા જુદા ૧૬ ટેક્સ નાબુદ : ૫, ૧૨, ૧૮, ૨૮

30 જૂન, 2017, શુક્રવાર આજથી સમગ્ર દેશમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે સંસદમાં મધ રાત્રીએ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
  
જીએસટી એટલે ગૂડ એન્ડ સિમ્પલ ટેક્સ છે. ગૂડ એટલા માટે કેમ કે વિવિધ ટેક્સોમાંથી મુક્તિ મળી ગઇ જ્યારે સિમ્પલ એટલા માટે કેમ કે તેનો અમલ સરળ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું જીએસટી અને અન્ય મુદ્દાઓ પરનું માર્ગદર્શન યાદગાર રહેશે. 


૧૯૯૭માં જ્યારે દેશની આઝાદીના ૫૦ વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગ બાદ પહેલી વખત જીએસટી લાગુ કરવા માટે મધ રાત્રે સંસદમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિપક્ષની ગેરહાજરી વચ્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સાથી પક્ષોની હાજરીમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જીએસટીને લીલી ઝંડી આપી હતી. વન નેશન વન ટેક્સના સુત્ર સાથે જીએસટી લાગુ થયા બાદ સરકારે દાવો કર્યો છે કે આ ટેક્સ સમગ્ર દેશની કાયા પલટી નાખશે. દેશમાં હાલ કેન્દ્ર અને રાજ્યના જે જુદા જુદા ૧૬ પ્રકારના ટેક્સ લાગુ છે તેને નાબુદ કરીને ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો છે. જે ટેક્સ નાબુદ કરવામાં આવ્યા તેમાં સર્વિસ ટેક્સ, વેટ, એક્સાઇઝનો પણ સમાવેશ થાય છે.


સરકારે દાવો કર્યો છે કે જીએસટી લાગુ થતા જ આર્થિક વેગ મળશે અને જીડીપીમાં ૦.૪થી બે ટકા સુધીનો વધારો થઇ શકે છે. ઉપરાંત પ્રામાણીક્તાથી ટેક્સ ચુકવતા લોકોને ફાયદો થશે. જ્યારે ટેક્સ ચોરીને અટકાવી શકાશે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો