ડોક્ટર્સ ડેના દિવસે પોતાની જાતને
કરો પ્રોમિસ ટેક કેર ઓફ યુ….
1 જુલાઈ 2017,દેશભરમાં ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે
છે. આ દિવસને દેશના પ્રખ્યાત ફિઝિશિયન અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી રહી
ચૂકેલા ડૉ. વિધાનચંદ્ર રોયના સન્માનમાં નેશનલ ડૉક્ટર્સ ડે ઉજવાય છે.
કેટલીક મહત્વની બાબતો કે જેનું ધ્યાન રાખવાથી તમને ઘડી ઘડી ડૉક્ટર પાસે જવું
નહીં પડે.
કેલ્શિયમ અને આયરન ખૂબ જરૂરી શરીરના આરોગ્ય માટે કેલ્શિયમ અને આયરન ખૂબ જરૂરી
હોય છે. તેની ઉણપના કારણે અનેક બિમારીઓ સર્જાઈ શકે છે. તેમજ તમારી રોજબરોજની
લાઇફમાં પણ આયરનની ઉણપથી અનેક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. માટે ડૉક્ટર્સ પણ કેલ્શિયમ
અને આયરન યુક્ત ખોરાક લેવાનું કહે છે.
કેલ્શિયમ-આયરનના સ્ત્રોત પાલક, મેથી અને બીજા લીંલા શાકભાજીમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે. જ્યારે
કેલ્શિયમ માટે દૂધ અને તેનાથી બનેલી આઇટમ સૌથી ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ કેલ્શિયમના
ડાઇજેશન માટે શરીરમાં વિટામિન ડીની પૂરતી માત્રા હોવા જરૂરી છે.
હિમોગ્લોબિન શરીર માટે ખૂબ જરૂરી છે. તેની ઉણપથી શરીમાં ઓક્સિજનને વહન કરવાની ક્ષમતા પણ
ઓછી થઈ જાય છે. તો એનિમિયા સહિતની અન્ય કેટલીય બિમારીઓ લાગુ પડી શકે છે. શું
ખાવાથી હિમોગ્લોબિન મળે હિમોગ્લોબિનની યોગ્ય માત્રા શરીરમાં જાળવવા માટે જામફળ,, સલાડ, દાડમ, સફરજન, બિટ તેમજ તુલસી ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની
માત્રા જળવાઈ રહે છે.
વિટામિન ડી શરીરના હાડકા, મસલ્સ અને
લિગામેન્ટ્સ માટે ખૂબ જરૂરી છે. વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ
મહત્વપૂર્ણ ફાળો ભજવે છે. તેમજ નર્વ્સ અને મસલ્સના કોર્ડિનેશન, સોજાનું ઇન્ફેક્શન, કિડની, લિવર,
હાર્ટની બિમારીઓના સામે વિટામિન ડી રક્ષણ આપે છે. વિટામિન ડીની
ઉણપનું સર્વસામાન્ય લક્ષણ હાડકામાં ઘડી ઘડી ફેક્ચર થવું છે.
વિટામિન ડીનો સૌથી સારો અને બિલકુલ ફ્રી સ્ત્રોત
સૂર્ય છે. દરરોજ સવારે સૂર્યનો તડકો લેવામાં આવે તો વિટામિન ડીની ઉણપને પૂરી કરી
શકાય છે. આ ઉપરાંત વિટામિન ડીના નિયમિત ડોઝ પણ લઈ શકાય છે. જેના કારણે શરીરમાં
તેની માત્રા યોગ્ય લેવલ સુધી લઈ જઈ શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો