નોબેલ પુરસ્કાર 2021
8 ઓક્ટોબર, 2021 ના રોજ નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા
ઓસ્લોમાં 2021 નો નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. મારિયા રેસા
અને દિમિત્રી મુરાટોવને "અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટેના તેમના
પ્રયત્નો માટે પુરસ્કાર મળ્યો, જે લોકશાહી અને સ્થાયી
શાંતિની પૂર્વશરત છે."
મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવ |
નોબેલ પુરસ્કાર
Ø સર આલ્ફ્રેડ નોબેલની 1895 ની વિલ મુજબ, પાંચ અલગ અલગ ક્ષેત્રોમાં પુરસ્કાર અપાય છે:
·
ભૌતિકશાસ્ત્ર - Physics
·
રસાયણશાસ્ત્ર -
Chemistry
·
શરીરવિજ્ઞાન -
Physiology / ચિકિત્સા - Medicine
·
સાહિત્ય –
Literature
·
શાંતિના- Peace ક્ષેત્રોમાં ઇનામો
અર્થશાસ્ત્ર – Economics 1968માં, Sveriges Riksbank (સ્વીડનની કેન્દ્રીય
બેંક) નોબેલ પુરસ્કારના સ્થાપક સર આલ્ફ્રેડ નોબેલની યાદમાં અર્થશાસ્ત્રમાં
પુરસ્કારની સ્થાપના કરી. નોબેલ પુરસ્કારને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉપલબ્ધ સૌથી પ્રતિષ્ઠિત
એવોર્ડ તરીકે ગણવામાં આવે છે
આ પુરસ્કાર અગાઉના વર્ષ દરમિયાન, માનવજાતને સૌથી મોટો લાભ આપનારા યોગદાન માટે આપવામાં આવે છે.
કયા દેશ તરફથી આ પુરસ્કાર આપવામાં આવે છે?
1.સ્વીડન -શાંતિ પુરસ્કાર સિવાય તમામ ઇનામો
2.નોર્વે - માત્ર શાંતિ પુરસ્કાર
કોના દ્વારા પ્રસ્તુત કરાય છે?
·
રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ
(ભૌતિકશાસ્ત્ર-physics, રસાયણશાસ્ત્ર-chemistry અને આર્થિકવિજ્ઞાન - Economics Science)
·
કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ ખાતે
નોબેલ એસેમ્બલી (ફિઝિયોલોજી અથવા મેડિસિન)
·
સ્વીડિશ એકેડેમી (સાહિત્ય)
·
નોર્વેજીયન નોબેલ કમિટી (શાંતિ)
પુરસ્કાર તરીકે શું આપવામાં આવે છે?
સુવર્ણ ચંદ્રક, ડિપ્લોમા અને 10 મિલિયન SEK નું નાણાકીય પુરસ્કાર,
આશરે. US $ 1,145,000 (2020)
પ્રથમ પુરસ્કાર
સૌપ્રથમ 1901 આપવામાં આવ્યું હતું. 120 વર્ષ
પહેલા.
વિજેતાઓની સંખ્યા
963
વિજેતાઓને 603 ઇનામો આપવામાં આવ્યા હતા.(2020 મુજબ)
Ø સર આલ્ફ્રેડ
નોબેલ - સ્વીડિશ રસાયણશાસ્ત્રી, ઇજનેર અને ઉદ્યોગપતિ હતા.
જે ડાયનામાઇટની શોધ માટે જાણીતા
હતા. 1896 માં તેમનું અવસાન થયું. તેમની ઇચ્છા મુજબ, તેમની તમામ "બાકી રહેલી સંપત્તિ" ને પાંચ ઇનામોની સ્થાપના માટે
વાપર્યા જે "નોબેલ પુરસ્કારો" તરીકે જાણીતા બન્યા.
નોબેલ પુરસ્કાર સૌપ્રથમ 1901 માં આપવામાં આવ્યા
હતા.
ઇનામ સમારંભો વાર્ષિક ધોરણે યોજાય છે.
દરેક વિજેતાને("laureate"
લોરિએટ એટલે કે "વિજેતા" તરીકે ઓળખાય છે) ગોલ્ડ મેડલ,
ડિપ્લોમા અને નાણાકીય પુરસ્કાર આપવામાં આવે છે.
2021 માં, નોબેલ પ્રાઇઝ
મોનેટરી એવોર્ડ માટે 10,000,000 SEK
આપવામા આવ્યા.
ઇનામ ત્રણ થી વધુ વ્યક્તિઓમાં વહેંચી શકાય નહીં. જોકે નોબેલ શાંતિ પુરસ્કાર સંસ્થાના ત્રણથી વધુ લોકોની આપી શકાય છે.
જોકે નોબેલ પુરસ્કારો મરણોપરાંત આપવામાં આવતા
નથી, જો કોઈ વ્યક્તિને ઇનામ આપવામાં આવે અને તે પ્રાપ્ત કરતા પહેલા મૃત્યુ પામે
તો ઇનામ રજૂ કરવામાં આવે છે.
1901 માં શરૂ થયેલો નોબેલ પુરસ્કાર અને 1969
માં શરૂ થયેલો આર્થિક વિજ્ઞાનનો નોબેલ મેમોરિયલ પુરસ્કાર 962 લોકો અને 25
સંસ્થાઓને, 603 વખત એનાયત કરવામાં આવ્યો
છે. ચાર વ્યક્તિઓને એકથી વધુ નોબેલ પુરસ્કાર મળ્યા છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો