વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે - 9 ઓક્ટોબર
Ø
1874 માં બર્ન, સ્વિટ્ઝર્લન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની સ્થાપનાની યાદમાં વિશ્વ
પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. 151 દેશોમાં ઉજવવામાં આવે છે. તેને સૌપ્રથમ 1969 માં જાપાનના ટોક્યોમાં યોજાયેલી UPU કોંગ્રેસ દ્વારા વિશ્વ પોસ્ટ દિવસ તરીકે
જાહેર કરાયો હતો. ભારતમાં પણ, દિવસ 9 ઓક્ટોબરથી 15
ઓક્ટોબર સુધી ઉજવાયેલા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજ્વણી
થાય છે.
Ø 2021 ની થિમ - “Innovate to Recover” છે.
Ø આજના આધુનિક યુગમાં પણ ઇ-કોમર્સની દુનિયામાં
પીનકોડ નો ઉપયોગ થાય છે.
Ø પીનકોડનો ઉપયોગ પાર્સલ, રજિસ્ટર્ડ એડી, સ્પીડ પોસ્ટ, સ્ટેટમેન્ટ, નોટીસ, બલ્ક રિમાઇન્ડર માટે મોકલાવાના થતા પત્રો,ઇન્સ્યોરન્સ
કંપનીઓ દ્વારા થતું માર્કેટિંગ, બેંક વગેરેમાં થાય છે.
Ø ઇ-કોમર્સ વ્યહારોનો મુખ્ય પાયો પીનકોડ
છે.
ભારતીય પોસ્ટ
ઓફિસ ડે-
૧૦ ઓક્ટોબર
Ø ભારતમાં આ દિવસ ૧૦ ઓક્ટોબરે ઉજવવામાં
આવે છે. ભારતમાં પોસ્ટ સેવા ૧૬૭ વર્ષ જુની છે,જેની સ્થાપના ૧૮૫૪માં લોર્ડ ડેલહાઉસી એ કરેલ હતી.
Ø શું આપ જાણો છો કે આપ ઘર બેઠા ગંગા જળ
મંગાવી શકો છો?
ભારતીય પોસ્ટ આપને ગંગોત્રિ અને હ્રિષીકેશ નું પવિત્ર
ગંગા જળ
ઘર બેઠા ઓનલાઇન પહોંચાડે છે.
પિનકોડ શું છે?
કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીખાજી વેલણકર દ્વારા 15 ઓગસ્ટ
1972 ના રોજ પિન સિસ્ટમ
દાખલ કરવામાં આવી હતી.
ભારતમાં પિનકોડ ૬ આંકડાનો હોય છે.
પિનનો પ્રથમ અંક ઝોન સૂચવે છે, બીજો અંક પેટા-ઝોન સૂચવે છે, અને ત્રીજો, પ્રથમ બે સાથે મળીને તે ઝોનમાં સોર્ટિંગ જિલ્લો સૂચવે છે. અંતિમ ત્રણ અંકો સોર્ટિંગ જિલ્લામાં વ્યક્તિગત પોસ્ટ ઓફિસોને સોંપવામાં આવે છે.
ભારતમાં નવ પોસ્ટલ ઝોન છે, જેમાં આઠ પ્રાદેશિક ઝોન અને એક કાર્યકારી ઝોન
(ભારતીય સેના માટે) નો સમાવેશ થાય છે.
1st digit of PIN |
Zone |
States or Union Territories |
1 |
North |
Delhi, Haryana, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Chandigarh |
2 |
North |
Uttar Pradesh, Uttarakhand |
3 |
West |
Rajasthan, Gujarat, Daman and Diu, Dadra and Nagar Haveli |
4 |
West |
Maharashtra, Goa, Madhya Pradesh, Chhattisgarh |
5 |
South |
Telangana, Andhra Pradesh, Karnataka |
6 |
South |
Tamil Nadu, Kerala, Puducherry, Lakshadweep |
7 |
East |
WestBengal, Odisha, ArunachalPradesh, Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya, Andaman and Nicobar Islands, Assam, Sikkim |
8 |
East |
Bihar, Jharkhand |
9 |
APS |
Army Postal Service (APS), Field Post Office (FPO) |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો