ગુરુવાર, 12 એપ્રિલ, 2018


કોમનવેલ્થમાં ભારતીય શૂટરોની ડ્રીમ રન જારી : શ્રેયસીને ડબલ ટ્રેપમાં ગોલ્ડ મેડલ

- ભારત ૧૨ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૮ બ્રોન્ઝ સાથે ૨૪ મેડલ્સ જીતીને ત્રીજા ક્રમે
- ઓમ મીઠારવાલ અને અંકુર મિત્તલે બ્રોન્ઝ મેડલ જીત્યા : જીતુ રાઈ બીજો મેડલ ચૂક્યો
ભારતીય શૂટરોએ કોમનવેલ્થ ગેમ્સમાં ડ્રીમ રન જારી રાખતાં આજે વધુ એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતની શ્રેયસી સિંઘે ડબલ ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ઓમ મીઠારવાલ અને અંકુર મિત્તલે અનુક્રમે ૫૦ મીટર પિસ્તોલની અને ડબલ ટ્રેપ શૂટિંગની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીતી ચુકેલા ભારતના જીતુ રાઈને ગેમ્સનો બીજો મેડલ જીતવાની તક હતી, પણ તે ફાઈનલમાં સાતત્ય જાળવી શક્યો નહતો અને મેડલ જીતી શક્યો નહતો. ઓમ મીઠારવાલનો આ બીજો બ્રોન્ઝ મેડલ છે. તેણે અગાઉ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો



કોહલી અને મિતાલી રાજ 'વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર'


Image result for mithali raj and virat kohli
 
લંડન : ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન મેગેઝીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને 'લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર'નું સન્માન આપ્યું છે. કોહલી સતત બીજા વર્ષે લીડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડનું સન્માન મેળવવામાં સફળ રહ્યો હતો. તે સેહવાગ બાદ સતત બે વખત આ સન્માન મેળવનારો પ્રથમ ભારતીય બન્યો હતો.

જ્યારે મિતાલીએ વિઝડનની લીડિંગ પ્લેયર તરીકેનું ગૌરવ મેળવતા ભારતીય મહિલા ક્રિકેટને આગવી ઓળખ અપાવી છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાનને ટી-૨૦ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો  હતો. જ્યારે વિઝડને પરંપરા મુજબ જાહેર કરેલા પાંચ ક્રિકેટરોમાં પહેલી વખત ત્રણ મહિલા ખેલાડીઓ - ઈંગ્લેન્ડની હેથર નાઈટ, નાતાલી સ્કીવર અને એન્યા શરુબ્સોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય બે ક્રિકેટરો તરીકે વિન્ડિઝના શાઈ હોપ અને ઈસેલ્કના જેમી પોર્ટરને સામેલ કરવામાં આવ્યા હતા.



ઈસરોએ સક્સેસફુલી લોન્ચ કર્યો સ્વદેશી નેવિગેશન સેટેલાઈટ IRNSS-1I







Image result for irnss-1I
·           
ઈસરોએ ગુરુવારે સવારે પોતાના નેવિગેશ સેટેલાઈટ (IRNSS-1I)ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. સ્વદેશી ટેકનિક પર બનેલો આઈઆરએનએસએસ-1I સેટેલાઈટને PSLV-C41 રોકેટ દ્વારા લોન્ચ કર્યો હતો.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટમાં સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી સવારે 4 વાગે IRNSS-1Iને ગુરુવારે ફર્સ્ટ લોન્ચ પેડ PSLV-C41 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આઈઆરએનએસએસ-1I ને આઈઆરએએસએસ-1એચ સેટેલાઈટની જગ્યાએ છોડવામાં આવ્યો છે, જેનું લોન્ચિંગ અસફળ રહ્યું હતું.