કોહલી અને મિતાલી રાજ 'વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર'

લંડન : ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન મેગેઝીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને 'લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર'નું સન્માન આપ્યું છે. કોહલી સતત બીજા વર્ષે લીડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડનું સન્માન મેળવવામાં સફળ રહ્યો હતો. તે સેહવાગ બાદ સતત બે વખત આ સન્માન મેળવનારો પ્રથમ ભારતીય બન્યો હતો.
જ્યારે મિતાલીએ વિઝડનની લીડિંગ પ્લેયર તરીકેનું ગૌરવ મેળવતા ભારતીય મહિલા ક્રિકેટને આગવી ઓળખ અપાવી છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાનને ટી-૨૦ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે વિઝડને પરંપરા મુજબ જાહેર કરેલા પાંચ ક્રિકેટરોમાં પહેલી વખત ત્રણ મહિલા ખેલાડીઓ - ઈંગ્લેન્ડની હેથર નાઈટ, નાતાલી સ્કીવર અને એન્યા શરુબ્સોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય બે ક્રિકેટરો તરીકે વિન્ડિઝના શાઈ હોપ અને ઈસેલ્કના જેમી પોર્ટરને સામેલ કરવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો