Tuesday, 2 April 2019

મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર સિંહ !

 

- IAS ઓફિસરે સિંહનાં કાર્ટૂન બનાવ્યાં

- 'સાવજ' નામના સિંહની લોકો અને ખાસ કરીને યુવાનોને જાગૃત બની મતદાન કરવા માટેની અપીલ

લોકસભા ચૂંટળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સ્થાનિક લેવલથી માંડીને રાષ્ટ્રીય લેવલે તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે. દર વખતની જેમ આ વખતે પણ વધુમાં વધુ લોકો મત આપે અને વધુમાં વધુ લોકો ચૂંટણીમાં જોડાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગીર સોમનાથ જીલ્લા પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે. ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાર્ટૂન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ 'સાવજ' રાખવામાં આવ્યુ છે.
આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગેની જાગૃતિ ફેલાવતા કાર્ટૂન આઇએએસ ઓફિસર નિતિન સાંગવાને બનાવ્યા છે. સાંગવાન મૂળ હરિયાણાના છે અને વેરાવળમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મતદાર જાગૃતિ માટે એવુ કંઇક કરવાનું હતુ જેથી દરેક ઉંમરના લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચી શકાય. બાળપણથી મને કાર્ટૂન બનાવવા પસંદ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ ખૂબ લોકપ્રિય છે, માટે અમે તેને જ મતદાર જાગૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો . મતદાન માટેની વિવિધ માહિતી અને અપીલ કરતા સિંહના કાર્ટૂન બનાવી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
એમિસેટ લૉન્ચ : એક સાથે ત્રણ ઑરબિટમાં ઉપગ્રહ ગોઠવવાની ઇસરોની સિદ્ધિ
- એમિસેટ ભારતીય સેના માટે રેડારનું કામ કરશે : ભારતનો આ પ્રકારનો પ્રથમ ઉપગ્રહ
- ભારતના એમિસેટ ઉપરાંત અમેરિકા સહિત વિવિધ દેશોના ૨૮ અન્ય ઉપગ્રહો પણ લૉન્ચ કર્યા
 

શ્રીહરિકોટા મથક ખાતે પ્રેક્ષક ગેલેરી શરૃ કરાઈ
અંતરીક્ષની દૂનિયામાં ભારત સતત ઐતિહાસક સિદ્ધિઓ મેળવી રહ્યુ છે. ત્યારે સોમવારે ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન (ISRO)એ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ઇસરોએ  સોમવારે સવારે શ્રાહરિકોટા ખાતેથી ભારતના ઇલેક્ટ્રોનિક ઇંટેલિજન્સ સેટેલાઇટ એમિસેટ અને અનય ૨૮ વિદેશી ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ હતું.
૨૭ કલાકના કાઉન્ટડાઉન બાદ સવારે ૯.૨૭ કલાકે પીએસએલવી-સી૪૫ એ ઉડાન ભરી હતી. ચાર સ્ચેજના પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હિકલ (PSLV) માટે આ ૪૭મું મિશન હતું. ઇસરોએ આ મિશન વડે ઘણી સિદ્ધિઓ મેળવી છે. મિશન દરમિયાન પ્રસ્થાપિત કરાયેલો એમિસેટ ઉપગ્રહ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે મહત્વપૂર્ણ છે.
એમિસેટ શા માટે મહત્ત્વનો?
એમિસેટ એ ભારતનો રક્ષા સેટેલાઇટ છે. જેને ઇસરો અને ડીઆરડીઓએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. જે મુખ્યત્વે ઇલેક્ટ્રોમેગ્નેટીક (વિદ્યુતચુંબકીય) ગતિવિધી પર નજર રાખશે. ખાસ કરીને એમિસેટની મદદ વડે બોર્ડર પર રડાર અથવા તો સેંસર પર નજર રાખવામાં આવશે. ઉપરાંત સમુદ્રી જહાજો દ્વારા પ્રસારીત થતા સંદેશાઓ મેળવીને તેને સ્ટેશન પર ટ્રાન્સફર કરશે.
સામાન્ય રીતે દુશ્મન દેશોના જહાજો-હથિયારો પર નજર રાખવા માટે સરહદ પર અને અન્ય મહત્ત્વના સ્થળોએ રેડાર ગોઠવાયેલા હોય છે. એ રીતે આ સેટેલાઈટ એ અવકાશમાં રેડારનું કામ આપશે. એમિસેટની કામગીરી રેડિયો અમેચ્યોર સેટેલાઇટ કોઓપરેશન, બીજુ ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ અને ત્રીજુ ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સ્પેસ સાઇન્સ એન્ડ ટેકનોલોજી, એ ત્રણેય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.
એક રોકેટ, ત્રણ કક્ષા
લોન્ચિંગના ૧૭ મિનિટ બાદ રાકેટે ૪૩૬ કિલોના એમિસેટ ઉપગ્રહને ૭૪૮ કિમીની ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કર્યો હતો. ત્યારબાદ રોકેટના ચોથા સ્ટેજને રિસ્ટાર્ટ કરાયું અને ૫૦૪ કિમીની ઉંચાઇ પર અન્ય દેશોના ૨૮ ઉપગ્રહો કે જેમનુ કુલ વજન ૨૨૦ કિલો હતું તેમને તરતા મુકવામાં આવ્યા. ફરીથી રોકેટ ૪૮૫ કિમીની ભ્રમણકક્ષામાં આવ્યું જ્યાં તેની સાથે રહેલા પે લોડ (ભાર) સાથે પ્રયોગ કર્યો. આ આખા ઘચનાક્રમમાં ૧૮૦ મિનિટનો સમય લાગ્યો. 
આ મિશન સાથે જ ઇસરોએ ત્રણ સિદ્ધિઓ પણ મેળવી છે. આ મખતે પ્રથમ વખત પીએસએલવીએ ચાર સ્ટ્રેપ ઓન મોટર સાથે ઉડાન ભરી હતી. તો આ મિશનમાં પ્રથમ વખત ઇસરોએ ઉપગ્રહોને ત્રણ અલગ અલગ ભ્રમળકક્ષામાં પ્રસ્થાપિત કર્યા છે,
અને ત્રીજી સિદ્ધિ એ કે આ વખતે પહેલી વીર રોકેટમાં પ્રાયોગિક ધોરણે પે લોડ લઇ જવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એક વખતના લોન્ચિંગમાં એક જ કક્ષામાં એક ઉપગ્રહ ગોઠવાતો હોય છે. પરંતુ એકથી વધુ કક્ષામાં એક જ રોકેટ દ્વારા ઉપગ્રહો ગોઠવવા એ સિદ્ધ મહત્ત્વની છે. 
ભારતના રક્ષા સેટેલાઇટ એમિસેટ માટે ડીઆરડીઓ અને ઇસરો બંનેએ સંયુક્ત રીતે કામ કર્યુ હતું. આ મિશનની અંદર ઉપયોગમાં લેવાયોલ ૯૫ ટકા જેટલો હાર્ડવેરનો સામાન ઇસરોની બહાર તૈયાર કરવામાં આવ્યો હતો.  ઉપરાંત સેટેલાઇટનો ૬૦થી ૭૦ ટકા ભાગ પણ સંસ્થાની બહાર તૈયાર કરાયા હતા. 
હવે નાગરિકો લૉન્ચિંગ જોઈ શકશે
ઇસરોએ પ્રથમ વખત સામાન્ય માણસો માટે પોતામા દરવાજા ખોલ્યો હતા. જેથી પ્રથમ વાર હજારો સામાન્ય લોકોએ સેટેલાઇટ લોન્ચિંગ નિહાળ્યુ હતું. અમેરીકી અસેસ્થા નાસાની માફક ઇસરોએ પણ સામાન્ય લોકોને પોતાના અંતરીક્ષ અભિયાન સાથે ભાવનાત્મક રીતે જોડવાનું શરૃ કર્યુ છે. જે માટે સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે ૫૦૦૦ લોકોની ક્ષમતા વાળુ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્પુ છે.  જ્યાંથી લોકો નિ:શુલ્ક સેટેલાઇટ લોન્ચિંગ જોઇ શકે છે.
વિવિધ દેશોના ૨૯ ઉપગ્રહ
ભારત
૧ (એમિસેટ)
અમેરિકા
૨૪
લિથુનિયા
સ્પેઇન
સ્વિત્ઝર્લેન્ડ

અમેરિકા ભારતને આપશે 24 MH-60R રોમિયો હેલિકોપ્ટરદુશ્મનોને સરળતાથી તબાહ કરનારા બે ડઝન નવા ઘાતક હેલિકૉપ્ટર જલ્દી જ ભારતની પાસે હશે. અમેરિકાએ 24 MH 60 રોમિયો સિહૉક હેલિકૉપ્ટરના વેચાણની મંજૂરી આપી છે. 

આ ઘાતક હેલિકૉપ્ટરથી મિસાઈલો પણ ફાયર કરી શકાય છે. હેઈન્સ હેલિકોપ્ટરને ખાસકરીને સમુદ્રી મિશન માટે બનાવવામા આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યુ કે 2.4 અરબ ડૉલરની અનુમાનિત કિંમત પર ભારતને આ હેલિકૉપ્ટર આપવામાં આવશે.
લૉકહીડ માર્ટિન દ્વારા નિર્મિત આ હેલિકૉપ્ટર, સબમરીન અને જહાજો અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. સાથે જ હેલિકૉપ્ટર સમુદ્રમાં શોધ અને બચાવ કાર્યોમા પણ ઉપયોગી છે. 
ટ્રમ્પ વહીવટી તંત્રએ મંગળવારે કોંગ્રેસમાં સૂચિત કરવામાં આવ્યા કે તેમણે 24 MH 60 રોમિયો બહુઉપયોગી હેલિકૉપ્ટરના વેચાણને મંજૂરી આપી છે. આ હેલિકૉપ્ટર ભારતીય સુરક્ષા દળોને સબમરીન રોધી યુદ્ધ મિશનને સફળતા સાથે અંજામ આપવામાં સક્ષમ બનાવશે.