મંગળવાર, 2 એપ્રિલ, 2019

મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર સિંહ !

 

- IAS ઓફિસરે સિંહનાં કાર્ટૂન બનાવ્યાં

- 'સાવજ' નામના સિંહની લોકો અને ખાસ કરીને યુવાનોને જાગૃત બની મતદાન કરવા માટેની અપીલ

લોકસભા ચૂંટળી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સ્થાનિક લેવલથી માંડીને રાષ્ટ્રીય લેવલે તંત્ર ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે. દર વખતની જેમ આ વખતે પણ વધુમાં વધુ લોકો મત આપે અને વધુમાં વધુ લોકો ચૂંટણીમાં જોડાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગીર સોમનાથ જીલ્લા પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યા છે. ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાર્ટૂન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ 'સાવજ' રાખવામાં આવ્યુ છે.
આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગેની જાગૃતિ ફેલાવતા કાર્ટૂન આઇએએસ ઓફિસર નિતિન સાંગવાને બનાવ્યા છે. સાંગવાન મૂળ હરિયાણાના છે અને વેરાવળમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. આ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મતદાર જાગૃતિ માટે એવુ કંઇક કરવાનું હતુ જેથી દરેક ઉંમરના લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચી શકાય. બાળપણથી મને કાર્ટૂન બનાવવા પસંદ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ ખૂબ લોકપ્રિય છે, માટે અમે તેને જ મતદાર જાગૃતિનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો . મતદાન માટેની વિવિધ માહિતી અને અપીલ કરતા સિંહના કાર્ટૂન બનાવી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો